ગુજરાત
PMJAY માટે દરેક જિલ્લામાં ‘એન્ટિ ફ્રોડ’ યુનિટની રચના
હૃદય રોગ, કેન્સર અને બાળકોને ICU સારવાર આપતી હોસ્પિટલ માટે મેનપાવર, લાઇસન્સ, સર્ટીફિકેશન અને ક્લિનિકલ પ્રોસીઝર માટે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર
હોસ્પિટલોની લાલિયાવડીથી સરકારી તીજોરીને મોટું નુકસાન અટકાવવા માટે ફુલપ્રુફ માળખું તૈયાર, ખ્યાતિકાંડ બાદ સરકાર એકશનમાં
ગુજરાતભરમાં ચકચાર મચાવનાર ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ સરકાર હવે એલર્ટ બની છે. સરકારે તાત્કાલિક અસરથી PMJAY અંતગર્ત થતા ઓપરેશન માટે SOPબહાર પાડી છે. હાલ મુખ્યત્વે ત્રણ વિભાગ કે જેમાં સૌથી વધુ ઓપરેશન થતા હોય તેમાં ડીટેઇલ ગાઇડલાઇન અપાઇ છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ગઇ કાલે સાંજે તા. 11 ડિસેમ્બરના રોજ PMJAY-મા યોજનાની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, કમિશ્નર હર્ષદ પટેલ, નેશનલ હેલ્થ મિશનના મેનેજીંગ ડાયરેક્ટર રેમ્યા મોહન સહિત રાજ્યની વિવિધ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહ્યાં હતા.
PMJAY-મા યોજના અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ્સ માટે કાર્ડિયોલોજી, ઓન્કોલોજી(કેન્સર) અને નિઓનેટલ(બાળરોગ) સારવારની પ્રોસીઝર માટે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા બનાવવામાં આવેલ નવીન SOPસંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. જેમાં ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળ પી.એમ.જે.એ.વાય. સંલ્ગન હોસ્પિટલએ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું છે.
વધુમાં જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની અલાયદી ટીમો તૈયાર કરવામાં આવશે. જે એમ્પેન્લ્ડ હોસ્પિટલની ફરિયાદ આધારિત, શંકાસ્પદ કામગીરી સંદર્ભે આકસ્મિક મુલાકાત લઇની જરૂૂરી કાર્યવાહી હાથ ધરશે.
કાર્ડિયો પ્રોસીઝર
તાત્કાલિક અસરથી કાર્ડિયો પ્રોસિઝરની જાહેર કરાયેલ માર્ગદર્શિકામાં કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસક્યુલર સર્જરીની પ્રોસીઝર માટે હોસ્પિટલએ ફરજીયાત પણે સાથે જ બંને સ્પેશયાલિટી લેવાની તથા બંને સ્પેશ્યાલિસ્ટ ફરજીયાત પણે ફુલ ટાઇમ રાખવાની જોગવાઇ કરાઇ છે. કાર્ડિયોની પ્રોસિઝર કરતી હોસ્પિટ્લસએ એન્જીયોગ્રાફી કે એન્જીયોપ્લાસ્ટી પ્રોસિઝરની CDદર્દીઓને અને SHA/IC/ISA ને જમા કરાવવાની રહેશે.
વધુમાં આ CDપોર્ટલ પર પણ અપલોડ થાય તે માટેની પણ વ્યવસ્થા હાથ ધરવા મંત્રીએ સૂચન કર્યું હતુ. યોજના સાથે સંલગ્ન હોસ્પિટ્લસ ઉપરની માર્ગદર્શિકા મુજબ બંને સ્પેશ્યાલિટી સાથે સંલગ્ન ના થઇ શકે તેવા સંજોગોમાં લાભાર્થીઓની ઇમરજન્સી સારવાર માટે પ્રાથમિક એન્જીયોપ્લાસ્ટી પ્રોસિઝર કરવા માટેની જ માન્યતા આપવામાં આવશે. આ ઉપરાંત મેનપાવર, સાધનસામગ્રી અને જરૂૂરી લાયસન્સ તેમજ સર્ટીફિકેશન, ક્લિનિકલ પ્રોસીઝર જેવી બાબતો પણ આ નવીન માર્ગદર્શિકામાં સામેલ કરવામાં આવી છે.
ઓન્કોલોજી (કેન્સર)
તદ્ઉપરાંત ઓન્કોલોજીની રેડિયોથેરાપી સારવાર માટે પણ નિયત કરેલી મશીન અને સારવાર પધ્ધતિ હોય તેવા જ સેન્ટરને આ યોજના અંતર્ગત એમ્પેન્લ્ડ રાખવા માટેની દિશામાં પ્રયત્નો હાથ ધરાયા છે.
IGRT (ઇમેજ ગાઇડેડ રેડિએશન થેરાપી) માટે CBCT(કોન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સિસ્ટમ) કરવા માટેની ઇમેજ KV(કિલો વોટ) મા જ લેવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. વધુમાં આ થેરાપી ક્યા કયા ટ્યુમરમાં કરી શકાશે તેની પણ વિગતવાર ગાઇડલાઇન બનાવવામાં આવી રહી છે. કેન્સરની કેટલીક ટ્રિટમેન્ટ માટે ટ્યુમર બોર્ડનું સર્ટિફિકેટ પણ ફરજીયાત કરવામાં આવશે. જેના માટે જઇંઅ દ્વારા ઓનલાઇન પોર્ટલ વિકસાવવામાં આવશે. વધુમાં કેન્સરની ટ્રિટમેન્ટ માટેના કેટલાક પેકેજમાં પણ સુધારા કરવામાં આવશે.
નિયોનેટલ કેર
નિનોનેટલ કેર અને ખાસ કરીને બાળકોને આઇ.સી.યુ.માં આપવામાં આવતી સારવાર માટેની પણ નવીન માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. જેમાં NICU/SNCU જેવી સારવાર માટે ફરજીયાત પણે સી.સી.ટી.વી. ઇન્સટોલેશન સહિતના વિવિધ મુદ્દાઓ આવરી લઇને ગેરરીતીને કોઇપણ અવકાશ ન રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
ક્રાઇમ
ધો.10-12 બોર્ડમાં ડમી વિદ્યાર્થી બની પરીક્ષા આપનાર પાંચને એક વર્ષની કેદ
પાટણની જયુડિસીયલ કોર્ટે પાટણ પાસેનાં માંડોત્રી ગામ નજીક આવેલી લોર્ડ ક્રિષ્ના સાયન્સ સ્કુલનાં પરીક્ષા સેન્ટરમાં માર્ચ-2018 માં બનેલા ડમી પરીક્ષાર્થી કાંડનાં ચાર પૈકી ત્રણ આરોપીઓને આઈપીસી 419/11 માં એક વર્ષની સાદી કેદ અને રૂૂા. 10-10 હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદ તથા આઇપીસી 417/114 અંતર્ગત દોષિત ઠેરવીને છ માસની સાદી કેદ અને રૂૂા. એક-એક હજારનો દંડની સજા ફટકારી હતી.
આ કેસમાં સજા પામેલાઓમાં ગોવિંદભાઈ લાભુભાઈ ઠાકોર (ઉ.ચવ.29) ભદ્રાડા, તા. સમી અને આસીફખાન નગરખાન મલેક (ઉ.વ.38) રે. વારાહી, તા. સાંતલપુર સજા સંભળાવતી વખતે કોર્ટમાં હાજર હતા જયારે આરોપી ભરત મેઘરાજ ચૌધરી (ઉ.વ.26) રે. જારુસા તા.સાંતલપુર કોર્ટમાં હાજર ન હોવાથી તેમની ગેરહાજરીમાં સજાનું એલાન કરીને તેઓની સામે સજા વોરંટ ઈસ્યુ કરવાનો આદેશ પાટણનાં મેજિસ્ટ્રેટ યુ.એસ. કાલાણીએ આપ્યો હતો.
આ કેસમાં સજા ફટકારતાં જજ યુ.એસ. કાલાણીએ જણાવ્યું હતું કે, આ કેસમાં બંને પક્ષકારોની રજુઆતો ધ્યાને લીધી છે. આ બનાવમાં આરોપીઓ સામે શાળામાં છેતરવાના ઇરાદાથી મુળ વિદ્યાર્થીની જગ્યાએ પરીક્ષા આપવા માટે આવ્યા હોવાનો આક્ષેપ પુરવાર થયેલ છે. આરોપીઓએ જે શાળા સંસ્થા અને (પરીક્ષા) બોર્ડને છેતરવાનો પ્રયાસ કર્યો છે. ને તેનાં કારણે આ બોર્ડની આબરુને પણ હાની પહોંચેલી છે ને આ કેસમાં સમાજમાં આવા પ્રકારનાં ગુના વધતા જાય છે ને આ કેસમાં આરોપીઓ જે ગુનો કરેલ છે તે જોતાં તેઓએ જે મોડસ ઓપરેન્ડી અપનાવી છે તેઓને પ્રોબેશનનો લાભ આપી શકાય નહિં ને તેઓને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવી ઉચિત જણાય છે.
બીજા કેસમાં પાટણમાં 2021ની ધો. 12 સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષામાં મુળ વિદ્યાર્થીનાં બદલે પરીક્ષા આપતાં ઝડપાયેલા ડમી વિદ્યાર્થી સહિત મુળ વિદ્યાર્થી બંનેને પાટણની જયુડિસીયલ કોર્ટે એક એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. ડમીકાંડમાં કોઈ વિદ્યાર્થીને સજા થઈ હોય તેવો પાટણ જિલ્લાનો સંભવત આ પ્રથમ બનાવ હોઈ શકે છે. સજા પામેલાઓમાં વિષ્ણુભાઈ બળવંતજી ઠાકોર (ઉ.વ.23) તથા તેનાં મિત્ર અંકેશ વિનોદભાઈ પરમાર (ઉ.વ.25) રે. બંને સાંપ્રા તા. સરસ્વતિનો સમાવેશ થાય છે. આરોપી વિષ્ણુ તેનાં મિત્ર અકેશનાં બદલામાં ધો. 12 સામાન્ય પ્રવાહનાં સમાજ શાસ્ત્રની પરીક્ષા આપતાં તા. 26-7-2021ના રોજ પરીક્ષા કેન્દ્રનાં સંચાલક સુપરવાઈઝરે પકડયો હતો.
ગુજરાત
પહેરી-ઓઢીને નીકળજો અથવા ઘરમાં બેસી રહેજો! બે દિવસ કોલ્ડવેવની આગાહી
હવામાન ખાતાની કોલ્ડ વેવની આગાહી દરમિયાન ઠંડીથી બચવા માટે રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સવારના સમયે ઠંડીથી બચવા માટે સૂર્ય તાપમાં રહેવું. ઠંડીથી બચવા ગરમ કપડાં તેમજ સ્વેટર, મફલર, ગરમ ટોપીનો ઉપયોગ કરવો, વધુ ઠંડી હોય ત્યારે મોટી ઉંમરના વૃધ્ધ, બિમાર વ્યકિતઓ, નાના બાળકો અને સગર્ભા મહીલાઓએ શકય હોય ત્યાં સુધી ધરમાં જ રહેવું તથા ઠંડીથી બચવા વિશેષ ધ્યાન રાખવું. ગરમ કપડાંઓની સાથે કટોકટીનો પુરવઠો જેમ કે ખોરાક, પાણી, ઈંધણ, બેટરી, ચાર્જર, ઈમરજન્સી લાઈટ અને મૂળભૂત દવાનો જથ્થો રાખવો જોઈએ. દરવાજા અને બારીઓ યોગ્ય રીતે બંધ કરવાની ખાતરી કરો જેથી ઠંડા પવન ઘરમાં ન આવે.
પૂરતી રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે વિટામીન ઈથી ભરપુર ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ. વૃધ્ધ લોકો, નવજાત શિશુઓ અને બાળકોની સંભાળ રાખો અને પડોશીઓ કે જેઓ એકલા રહે છે ખાસ કરીને વૃદ્ઘોની સુખાકારી વિશે ધ્યાન રાખો. શિયાળામાં ફ્ક્ત વહેતું ભરેલું નાક અથવા નાકમાંથી રક્તસ્ત્રાવ જેવી વિવિધ બીમારીઓની શક્યતા વધી જાય છે, જે સામાન્ય રીતે શરદીના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાને કારણે વધે છે. આવા લક્ષણો માટે સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ અથવા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ઠંડી દરમ્યાન વધુ કેલરીવાળા ખોરાકનું સેવન કરવું. ત્વચા સુકી ન પડે તે માટે તલનું તેલ, કોપરેલ, વેસેલીન જેવા તૈલી પદાર્થનો ઉપયોગ કરવો. શકય હોય તો સાદા સાબુના બદલે ગ્લીસરીન યુકત સાબુનો ઉપયોગ કરવો.
આંગળીઓ વડે ગ્લોવ્સ કરતાં મિટન્સ (આંગળીઓ વિના) પસંદ કરો, મીટન્સ ઠંડીથી વધુ હૂંફ અને ઇન્સ્યુલેશન પ્રદાન કરે છે, કારણ કે આગળીઓ તેમની હૂંફ વહેંચે છે અને સપાટીના ઓછા વિસ્તારને ઠંડાથી બહાર કાઢે છે. તમારા ફેફસાંને સુરક્ષિત રાખવા માટે તમારા મોં અને નાકને ઢાંકો. કોવિડ-19 અને અન્ય શ્વસન ચેપથી બચાવવા માટે બહાર જતી વખતે માસ્ક પહેરવું જોઈએ. આમ ઉપરોક્ત માર્ગદર્શિકાનું પાલન કરીને પોતાને કોલ્ડવેવથી સુરક્ષિત રાખીએ.
ક્યાં કેટલી ઠંડી નોંધાઈ
નલિયા- 8
રાજકોટ -9.8
ડીસા – 10.4
નર્મદા – 10.6
દાહોદ – 11.5
વડોદરા – 12.0
અમદાવાદ – 13.3
અમરેલી – 13.3
કંડલા – 14.4
ગુજરાત
ભૂમાફિયા બેફામ, 19 એકર સરકારી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી નાખ્યા
મવડીની કરોડો રૂપિયાની બે જમીનના રાજાશાહી વખતના બોગસ લેખ કલેક્ટર કચેરીમાં રજૂ કરી માલિકીનો દાવો ર્ક્યો
અભિલેખાગાર કચેરીમાં સહી-સિક્કાનું વેરિફિકેશન કરાવતા ભાંડો ફૂટ્યો, બે કૌભાંડીઓની ધરપકડ
શહેરમાં બોગસ દસ્તાવેજો બનાવી કૌભાંડ અર્ચારવામાં આવતું હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે. હજુ બે દિવસ પહેલા જ 1972 પહેલાના દસ્તાવેજોના હાથે લખેલા બોગસ દસ્તાવેજ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં પોલીસે સબ રજીસ્ટ્રાર કચેરીના ઓપરેટર સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. અને 17થી વધુ બોગસ દસ્તાવેજ બનાવ્યાનો ખુલાસો થયો હતો. ત્યારે શહેરમાં વધુ એક સરકારી જમીનને ખાનગી જમીન દર્શાવી બોગસ દસ્તાવેજ ઉભા ર્ક્યાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.
મવડીની 19 એક્ર સરકારી જમીન બે કૌભાંડીયાએ પોતાના પરિવારની સ્ટેટ દ્વારા અપાયેલી હોવાના બોગસ લેખ ઉભા કરી કલેક્ટર કચેરીમાં રજુ કરી આ જમીન ખાનગી માલીકીની હોવાનું જણાવી રેવન્યુ રેકોર્ડમાં નામ દાખલ કરવા અરજી કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ અંગે તાલુકા પોલીસે મામલતદારની ફરિયાદ પરથી છેતરપીંડી અને બોગસ દસ્તાવેજ ઉભા કરવાનો ગુનો નોંધી બન્ને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ શહેર દક્ષિણ મામલતદાર શૈલેષ કુમાર જેઠાભાઇ ચાવડાએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિનોદ માવજી પારઘી (રહે.ગાંધીવસાહત મેઇન રોડ મોરબી રોડ)નું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, મવડી-2 ગામના સર્વે નં.194 પૈકીની 9-એકર 13 ગુંઠા જમીન તેના દાદા ડાયાભાઇ દેસાભાઇના વારસદાર તરીકે વિનોદ પારઘીએ સ્ટેટના લેખના આધારે ખેડવાણ જમીન મળવા તેમજ જમીન પરના લાંબા ગાળાના ખેડવાણ હક્ક નિયમબધ્ધ કરી આપી રેવન્યુ રેકોર્ડમાં નામ દાખલ કરવા કલેક્ટર કચેરીમાં તા.29/8/2023માં અરજી કરી હતી.
જેના પૂરવા તરીકે વિનોદ પારઘીએ તેના દાદા ડાયા દેસાના નામનો તા.26/10/1932નો લેખ તથા બેઠા ખાતાના ઉતારાની નકલ રજુ કરી મવડી-2 ગામની 9 એકર 13 ગુંઠા જમીન જે ઢુગલાવારી ઢાળ ખેતર તરીકે ઓળખાતી જમીન વારસાહી દરજે ચડાવવા રજુઆત કરી હતી. જેથી તંત્ર દ્વારા રજુ કરેલા આધાર પુરાવાની તપાસ કરતા લેખમાં દર્શાવેલ ગુજરાતી અને અંગ્રેજી કેલેન્ડર તારીખોમાં વિસંગતા જણાઇ આવી હતી. જેથી વિનોદ પારઘીએ સ્ટેટના લેખનું લખાણ રજુ કરેલું જે લેખ અભિલેખાગાર કચેરી ખાતે ખરાઇ કરાવતા આવા કોઇ લેખની નોંધ ન હોેવાનું અને અભિલેખાગાર કચેરીના બોગસ સહિ સિક્કા ર્ક્યા હોવાનું જણાઇ આવ્યું હતું.
જેથી આરોપી વિનોદ પારઘીએ તેના દાદાને સ્ટેટ તરફથી જમીન આપવામાં આવી હોવાની ખોટી વિગત જણાવી બોગસ ડોક્યુમેન્ટના આધારે સરકારી જમીનને ખાનગી જમીન દર્શાવી માલીકીનો દાવો ર્ક્યો હોવાનું સામે આવ્યું હતું.
જ્યારે બીજી ફરિયાદમાં ફરિયાદી દક્ષિણ મામલતદાર શૈલેષ કુમાર જેઠાભાઇ ચાવડાએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચોટીલા તાલુકાના સુખસર ગામે રહેતા લખા નાજાભાઇ ખીમસુરીયાનું નામ આપ્યું છે. જે ફરિયાદમાં જણાવ્યા મુજબ, રાજકોટના મવડી-2 ગામના સર્વે નં.194 પૈકીની 10 એકર જમીન તેના પિતા લખા નાજાભાઇના વારસદાર તરીકે આરોપી લખા નાજાભાઇએ સ્ટેટના લેખના આધારે ખેડવણ જમીન મળવા તેમજ તે જમીન પરના લાંબાગાળાના ખેડવણ કબજા હક્ક નિયમબધ્ધ કરી આપી રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરવા કલેક્ટર કચેરીમાં તા.19/1/2024માં કચેરી કરી હતી.
જેના પૂરાવા તરીકે આરોપી લખા ખીમસુરીયાએ તેના પિતા નાજા રઘાના નામનો તા.26/10/1937નો લેખ તથા બેઠા ખાતાના ઉતારાની નકલ રજુ કરી ઢુગલાવારી તરીકે ઓળખાતી 10 એકર જમીન વારસાહી દરજે નામે ચડાવવા રજુઆત કરી હતી. જેથી તંત્ર દ્વારા આધાર પુરાવાની ખરાઇ કરતા સર્વે નં.194 હાલના રેકર્ડમાં આવેલ સર્વે નં.194 સાથે પ્રસ્થાપિત થતું ન હોય અને મહેસુલી રેકર્ડ 1955ના રેકર્ડમાં માત્ર ખેતરના નામ આધારે નોંધ થઇ હતી. તેમજ લેખમાં દર્શાવેલ ગુજરાતી તથા અંગ્રેજી કેલેન્ડરની તારીખોમાં વિસંગતા જણાતા કલેક્ટરને દરગાસ્ત કરવામાં આવી હતી. આરોપી લખા ખીમસુરીયા દ્વારા રજુ થયેલું સ્ટેટના લેખનું લખાણ અભિલેખાગાર કચેરી ખાતે ખરાઇ કરાવતા આ લેખની કોઇ નોંધ થઇ ન હોવાનું અને અભિલેખાગાર કચેરીના બોગસ સહિ-સિક્કા ર્ક્યા હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી આરોપી લખા ખીમસુરીયાએ પોતાના પિતાને સ્ટેટ તરફથી જમીન આપવામાં આવી હોવાની ખોટી વિગત જણાવી બોગસ ડોક્યુમેન્ટ બનાવી તેનો ખરા તરીકે કલેક્ટર કચેરીમાં રજુ કરી ખાનગી જમીન દર્શાવી પોતાના નામની જમની નોંધણી કરવા અરજી કરી હોવાનું સામે આવ્યું હતું.
ઉપરોક્ત બન્ને ફરિયાદમાં આરોપીઓએ મવડીની સરકારી ખરાબાની 19 એકર જમીન તેમના પરિવારજનોને સ્ટેટ દ્વારા અપાઇ હોવાના ખોટા દસ્તાવે ઉભા કરી અભિલેખાગાર કચેરીના બોગસ સહિ-સિક્કા કરી સ્ટેટના લેખ ઉભા કરી કલેક્ટર કચેરીમાં વારસાહી નોંધ કરાવવા માટે રજુ કરી સરકારી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી કૌભાંડ આર્ચયુ હોવાનું ખુલતા તાલુકા પોલીસે મામલતદારની ફરિયાદ પરથી બન્ને આરોપી સામે છેતરપીંડી અને બોગસ દસ્તાવેજો બનાવવાની ક્લમ હેઠળ ગુનો નોંધી પીઆઇ સી.એચ.જાદવે બન્ને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
-
ક્રાઇમ7 hours ago
ખંભાળિયા: આરબીઆઈમાં રૂા.48 હજાર કરોડના પ્રકરણમાં સંડોવાયેલા બંને આરોપીઓ જેલ હવાલે
-
રાષ્ટ્રીય5 hours ago
‘તમે શું કર્યું એ શા માટે કહેતાં નથી?…’ સંસદમાં પ્રિયંકા ગાંધીએ ભાજપ પર કર્યા જોરદાર પ્રહારો
-
મનોરંજન5 hours ago
VIDEO: પુષ્પા-2ના એક્ટર અલ્લુ અર્જુનની પોલીસે કરી ઘરપકડ, આ કેસમાં થઇ મોટી કાર્યવાહી
-
ક્રાઇમ6 hours ago
પૈસા પડાવવા 4નું અપહરણ, સાળા-બનેવીના હાથ-પગ ભાંગી નાખ્યા
-
Sports8 hours ago
ટેસ્ટ મેચને વરસાદનું વિધ્ન
-
ગુજરાત7 hours ago
જસદણમાં આર્થિક ભીંસથી કંટાળી વૃધ્ધ ખેડૂતનો ઝેરી દવા પી આપઘાત
-
ક્રાઇમ6 hours ago
ટંકારા PI ગોહિલ અને કોન્સ્ટેબલ સોલંકી સામે 51 લાખનો તોડ કર્યાનો ગુનો દાખલ
-
ક્રાઇમ6 hours ago
રાજકોટની સિવિલ હોસ્પિ.માં નર્સના ગળે છરી મૂકી લૂંટનો પ્રયાસ