ગાયનું નાક બનશે બાયોમેટ્રિક ID, માલિકો AIથી નહીં બચે

  શું તમે જાણો છો કે માણસોના ફિંગરપ્રિન્ટની જેમ ગાયના નાકની ડિઝાઇન પણ યુનિક હોય છે? ગુજરાત સરકાર હવે આ જ વિજ્ઞાનનો ઉપયોગ કરીને અમદાવાદના…

 

શું તમે જાણો છો કે માણસોના ફિંગરપ્રિન્ટની જેમ ગાયના નાકની ડિઝાઇન પણ યુનિક હોય છે? ગુજરાત સરકાર હવે આ જ વિજ્ઞાનનો ઉપયોગ કરીને અમદાવાદના રસ્તાઓ પર રખડતા પશુઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા જઈ રહી છે. અમદાવાદમાં ટૂંક સમયમાં એક નવતર AI મોડેલ અમલમાં આવશે. આ ટેક્નોલોજી ભીડભાડવાળા રસ્તાઓ પરથી પસાર થતી ગાયને ઓળખી લેશે અને તરત જ તેના માલિકની વિગતો જાહેર કરી દેશે.

અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારને આવરી લેતી સમસ્યા માટે એક મહત્વપૂર્ણ પાયલટ પ્રોજેક્ટ શરૂૂ કરવામાં આવ્યો છે, જેના લીધે આવનારા દિવસોમાં રખડતા પશુઓના લીધે પેદા થતી સમસ્યાઓનું સમાધાન લાવવામાં વધુ સરળતા રહેશે.અમદાવાદમાં રખડતી ગાયોના લીધે ઘણીવાર ટ્રાફિકની સમસ્યાઓ જોવા મળે છે. અત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ સીસીટીવી કેમેરાની મદદથી અલગ અલગ વિસ્તારોમાં રખડતી ગાયોના ફોટા લીધા બાદ, તેમાં લાગેલી માઇક્રો ચીપ અને RFID ટેગના આધારે ગાયની ઓળખ કરે છે. આ પ્રક્રિયા મેન્યુઅલી થતી હોવાથી તેમાં સમય અને ઊર્જાનો ઘણો વ્યય થાય છે. આ કામગીરીને ઝડપી બનાવવા, તેમજ સમય અને ઊર્જાનો વ્યય ઘટાડવા માટે અત્યારે AI ટેક્નોલોજીને સામેલ કરવાના પ્રયાસો શરૂૂ કરવામાં આવ્યા છે.

આ સમસ્યાને દૂર કરવાના ઉદ્દેશથી ગાંધીનગર ગિફ્ટ સિટીમાં સ્થિત AI સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા એક એજન્સીને AI મોડેલ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. એજન્સીએ ડીપ લર્નિંગ મોડેલ દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે અમુક સૂચનો રજૂ કર્યા છે, અને તેના આધારે તેઓ સ્ટિયરિંગ કમિટી સમક્ષ તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલું મોડલ ટૂંક સમયમાં રજૂ કરશે. આ મોડેલ સીસીટીવી કેમેરા દ્વારા લેવામાં આવતી તસવીરોને AI મોડેલ સાથે એકીકૃત કરીને રિયલ ટાઇમમાં ગાય અને તેના માલિકની ઓળખ કરતું AI મોડલ તૈયાર કરી રહી છે.

આ મોડેલ કેવી રીતે કામ કરશે?

નાક દ્વારા ઓળખ: દરેક ગાયના નાકની રચના અલગ હોય છે. AI ગાયના નાક, આંખો અને ચહેરાના નિશાનને સ્કેન કરશે.
રિયલ ટાઇમ ટ્રેકિંગ: શહેરના 130 જંક્શન પર લાગેલા CCTV કેમેરા ગાયની તસવીર લેશે અને AI ડેટાબેઝ સાથે તેને મેચ કરશે.
માલિકની ઓળખ: હાલ અમદાવાદમાં 1.10 લાખ ગાયોમાં RFID ટેગ અને માઇક્રોચીપ લાગેલી છે. AI આ ડેટાનો ઉપયોગ કરી ગાયના માલિકની ઓળખ સેક્ધડોમાં કરી દેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *