સગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર કલંકિત પિતાને વીસ વર્ષની સજા ફટકારતી કોર્ટ

ધોરાજી પંથકમાં છ માસની ઉંમરે માતાનું અવસાન થયા બાદ દાદી અને પરદાદી પાસે ઉછરી રહેલી 17 વર્ષની સગીરા ઉપર હવસખોર પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ…


ધોરાજી પંથકમાં છ માસની ઉંમરે માતાનું અવસાન થયા બાદ દાદી અને પરદાદી પાસે ઉછરી રહેલી 17 વર્ષની સગીરા ઉપર હવસખોર પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે ચકચારી કેસમાં અદાલતે સગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર હવસખોર પિતાને 20 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે.


આ કેસની હકીકત મુજબ ધોરાજી પંથકમાં છ માસની ઉંમરે માસુમ બાળકીની માતાનું અવસાન થયા બાદ માસુમ બાળકીને દાદી અને પરદાદીએ ઉછેરીને મોટી કરી હતી. બાળકીના પિતાએ પણ પત્નીના અવસાન બાદ બીજા લગ્ન કરી લીધા હતા. બાળા 17 વર્ષની થયા બાદ અલગ રહેતા રહેતા પિતાએ સગીર પુત્રીને પોતાના ઘરે બોલાવી હતી. અને રાત્રીના સમયે પોતાની સાથે સુવડાવી બે વખત દુષ્કર્મ આચર્યું હતું. દાદી અને પરદાદીએ પુત્રીને હવસનો શિકાર નહિ બનાવવા મુદ્દે ઠપકો આપતા આરોપીએ નસ્ત્રમારી દીકરી છે, મારે તેની સાથે જે કરવું હોય તે કરૂૂસ્ત્રસ્ત્ર આવું કહી વારંવાર સગીર પુત્રીને હવસનો શિકાર બનાવતો હતો.

પુત્રી પર કુકર્મ કરતા આરોપીને ઘરના પરિવારના સભ્યો દ્વારા અટકાવવામાં આવે તો તે ગમે તેને મારી લેતો હતો અને ભય પેદા કરતો હતો. અંતે હવસ ભૂખ્યા પિતાથી કંટાળી ગયેલી સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભોગ બનનાર સગીરાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં તપાસ અધિકારી પીએસઆઇ કે.એમ. ચાવડાએ આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. જે કેસમાં અદાલત દ્વારા ગુનાની ગંભીરતા ધ્યાને લઇ આરોપીને જામીન મુક્ત કરવામાં નહિ આવતા આખી ટ્રાયલ દરમિયાન આરોપી જેલમાં જ રહ્યો હતો.


જે કેસ ધોરાજી કોર્ટમાં ચાલવા ઉપર આવતા બન્ને પક્ષની રજુઆત બાદ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખે સરકાર પક્ષે કરવામાં આવેલી દલીલો, રજૂ રાખવામાં આવેલા ઉચ્ચ અદાલતના ચુકાદા અને પોલીસ પેપર્સને ધ્યાને લઈ સગીર પુત્રી પર દુષ્કર્મ આચરનાર પિતાને 20 વર્ષની સજા અને રૂૂ.5000નો દંડ તેમજ ભોગ બનનારને વળતર ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *