પત્નીને માસિક 8 હજાર ભરણપોષણ પેટે ચૂકવવા પતિને અદાલતનો આદેશ

કમાતી ત્યક્તા પત્નીએ કરેલા ભરણપોષણના કેસમાં રાજકોટ ફેમિલી કોર્ટ દ્વારા માસિક રૂૂ. 8 હજાર ભરણપોષણ પેટે પરિણીતાને ચુકવવા પતિને હુકમ કરાયો છે. આ કેસની હકિકત…

કમાતી ત્યક્તા પત્નીએ કરેલા ભરણપોષણના કેસમાં રાજકોટ ફેમિલી કોર્ટ દ્વારા માસિક રૂૂ. 8 હજાર ભરણપોષણ પેટે પરિણીતાને ચુકવવા પતિને હુકમ કરાયો છે.

આ કેસની હકિકત મુજબ, હાલના અરજદાર દેવલબેન ટોળીયા (રહે. રાજકોટ) લગ્ન 14/ 8/ 2020ના રોજ રાજકોટ મુકામે નિરવ હીતેષભાઈ ટોળીયા સાથે થયા હતા. તેમાં સંયુક્ત કુટુંબમાં સહલગ્ન જીવનના સમયમાં જ દંપતી અને સાસરિયાઓ વચ્ચે અણબનાવનું પ્રમાણ વધી ગયું હતું. તેમાં બંનેના કુટુંબો વચ્ચે સમાધાન થતું હતું પરંતુ અણબનાવ પૂર્વવત રહેતા હતા. તેથી દેવલબેન તેમના પીયર રીસામણે ચાલ્યા ગયેલ હતા. આ સમયગાળા દરમ્યાન પતિ દ્વારા અરજદારના ભરણપોષણની કોઇ જવાબદારી નીભાવાઇ ન હોઈ તેથી પરિણીતા દેવલબેન કાયદા અન્વયે અરજી ફેમિલી કોર્ટમાં ભરણ પોષણની અરજી કરી હતી.

જે સંદર્ભે જેતપુરમાં કેમિકલ બિઝનેસ કરતા પતિ નિરવ હિતેશભાઈ ટોળીયાએ અરજી સામે અરજદાર પોતે નોકરીમાં રૂૂપિયા 15 હજાર મેળવતા હોવા સહિતના જવાબવાંધા રજુ કરેલ હતા. ત્યારબાદ સદર કામે બંને પક્ષકારોનો પુરાવો વિગતવાર લેવામાં આવ્યો હતો. ત્યારબાદ કેસ આખરી દલીલો પર પહોંચતા અરજદારના એડવોકેટ એ.વી. પોકીયાએ દલીલમાં જણાવેલ કે પતિએ ચાલુ લગ્નજીવન દરમિયાન અરજદારને વિના કારણે ઘરમાંથી કાઢી મુકેલ છે, અરજદારને તેડી જવા તૈયાર નથી.

જે તમામ સત્ય હકીકત રેકર્ડ પર આવેલ છે, તેથી અરજદાર ભરણપોષણ મેળવવા કાયદેસર હક્કદાર બને છે, તેમજ પત્ની નોકરી કરતી હોય તે કારણથી હતી ભરણ પોષણની જવાબદારીમાંથી છટકી ન શકે, તે મતલબનું પરજનેશ વિ. નેહાથના સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ અરજદાર કમાતા હોય તેમછતાં ભરણપોષણ મેળવવા હકકદદાર બને છે વગેરે દલીલો તેમજ રેકર્ડ પર પડેલ પુરાવા સંદર્ભેની મૌખીક દલીલો ધ્યાને લઈને ફેમિલી કોર્ટના જ્જે અરજદાર પરિણીતાની અરજી મંજુર કરી ભરણપોષણ પેટે દર માસે રકમ રૂૂ.8 હજાર મુળ અરજીની તારીખ 21/ 02/ 2022થી નિયમીત સામાવાળા પતીએ ચુકવવા તેમજ અરજી ખર્ચના રૂૂ. 2500/- ચુકવવા તેવો હુકમ કર્યો છે. આ હુકમથી અરજદાર દર માસે ભરણપોષણ મેળવવા ઉપરાંત 40 મહિનાના ભરણપોષણનું એરિયર્સ મેળવવા હક્કદાર બન્યા છે. આ કેસમાં અરજદાર વતી રાજકોટના જાણીતા પી એન્ડ આર લો ચેમ્બરના સિનિયર એડવોકેટ અલ્પેશ વી. પોકિયા, અમિત ગડારા, પરેશ મૃગ, ભાર્ગવ જે. પંડયા, કેતન જે. સાવલીયા, ડેનીશ એ. વિરાણી, વંદના એચ.રાજયગુરૂૂ રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *