સૌથી લાંબી કિસનો રેકોર્ડ બનાવનારું કપલ 12 વર્ષ પછી અલગ થઈ ગયું

  થાઇલેન્ડના એક્કાચાઈ અને તેની પત્ની લક્સાનાએ 2013માં 58 કલાક 35 મિનિટ સુધી નોનસ્ટોપ કિસ કરીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, પણ આ રેકોર્ડ બનાવ્યાનાં…

 

થાઇલેન્ડના એક્કાચાઈ અને તેની પત્ની લક્સાનાએ 2013માં 58 કલાક 35 મિનિટ સુધી નોનસ્ટોપ કિસ કરીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, પણ આ રેકોર્ડ બનાવ્યાનાં 12 વર્ષ બાદ આ કપલ અલગ થઈ ગયું છે. જોકે આ રેકોર્ડ બનાવવા માટે એક્કાચાઈ ગર્વ મહેસૂસ કરે છે અને જણાવે છે કે તેમની આ કહાની ખાસ છે. આ કપલે પહેલી વાર 2011માં 46 કલાક 24 મિનિટ સુધી લોન્ગેસ્ટ કિસનો રેકોર્ડ બનાવ્યો હતો, પણ 2012માં એક્કાચાઈ બીમાર પડી ગયો એટલે બીજા કપલે આ રેકોર્ડ તોડી નાખ્યો હતો.

આથી તેમણે 2013માં જૂનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ વિશે બોલતાં એક્કાચાઈએ એક વાર કહ્યું હતું કે માત્ર પાગલ લોકો જ આવું કરી શકે છે, કોઈ સામાન્ય માનવી આવું વિચારી પણ શકે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *