રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે તમિલનાડુના રામેશ્વરમમાં નવા પંબન બ્રિજની અમુક ખાસ ફોટો શેયર કરી છે. આ ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ રેલવે સમુદ્રી પુલ છે, જે અત્યારે 105 વર્ષ જુનો પુલની જગ્યા લેશે. અશ્વિની વૈષ્ણવે પંબન બ્રિજની શાનદાર ફોટો શેયર કરતાં તેની ખૂબીઓ પણ જણાવી. નવો પંબન બ્રિજ મંડપમને પંબનથી જોડે છે.
રેલ મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર પંબન બ્રિજની ફોટો શેયર કરતા એક પોસ્ટ લખી છે. વૈષ્ણવે જણાવ્યું કે નવો પંબન બ્રિજ 2.05 કિલોમીટર લાંબો અને 72 મીટર વર્ટીકલ લિફ્ટ સ્પેન વાળો બ્રિજ છે. આ દેશમાં પોતાની રીતનો પહેલો બ્રિજ છે. આની ડિઝાઇનમાં યુરોપિયન એન ભારતીય કોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અશ્વિની વૈષ્ણવે રામેશ્વરમમાં બનેલા પંબન બ્રિજને એક આધુનિક ઇન્જિનીયરિંગ ચમત્કાર જણાવ્યો છે. 1914થી ચાલતો જૂનો પંબન બ્રિજની વાત કરતાં અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કાટ લાગવાથી ડિસેમ્બર 2022માં બંધ કરવામાં આવ્યો હતો. 1914માં નિર્મિત ઓલ્ડ પંબન રેલ બ્રિજ 105 વર્ષ સુધી પંબન સ્વીપને રામેશ્વરમથી જોડે છે.
આ બ્રિજ પર ટ્રેન 80 ઊંખ/ઇં ની ઝડપથી દોડશે. આ બ્રિજ પર બે રેલ પાટા લગાવવામાં આવ્યા છે. ટ્રેન ટ્રાફિક ન થાય એટલા માટે બ્રિજના સ્લેબને ઉપર ઉઠાવીને નીચેથી જહાજો જઈ શકે છે.હજુ એક પોસ્ટમાં રેલ મંત્રીએ જૂના અને નવા બ્રિજ વચ્ચે તુલના કરી છે. જૂનો પુલ મેન્યુઅલ શેજર લિફ્ટ સ્પેન, સિંગલ ટ્રેક અને 19 મીટરની એર ક્લિયરન્સ સાથે ધીમી ચાલતી ટ્રેન માટે સીમિત હતો. જ્યારે નવો બ્રિજ ઓટોમેટીક વર્ટીકલ લિફ્ટ સ્પેન 22 મીટરનું સેફ એક્ઝિટ પણ છે. રેલ મંત્રીએ કહ્યું, આ બ્રિજનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન થવાની આશા છે. હવે આ દરિયાઈ પુલ પર ટ્રેનો દોડશે, જે મન્નારના અખાતનો આકર્ષક નજારો દર્શાવે છે.
