અનિડા થી કોલીથડ વચ્ચે હજુ દશમાસ પહેલા બનેલો રોડ બદતર બન્યો છે.રોડ માં મોટી તિરાડો અને ખાડા પડી જતા અકસ્માત ઝોન બનવા પામ્યોછે.આ રોડ પર બનેલા પુલની ખામીયુકત ડિઝાઇન અને લેવલ ઉંચુ હોવાથી અકસ્માત ની હાર માળા સર્જાઇ રહી છે.રોડ અને પુલ માટે ખર્ચાયેલા રુ.1783.30 જેવી રકમ એળે ગઇ હોવાનું ચિત્ર દેખાઇ રહ્યુ છે.અને ભ્રષ્ટાચાર ની ગંધ ઉઠી રહીછે.અનિડાથી કોલીથડ રોડ અને પુલના કામમાં અનેક બેદરકારીઓ સામે આવી હોય સરપંચ અને ગ્રામજનોની દ્વારા કરાયેલી રજૂઆતો બહેરા કાને અથડાઈ રહીછે.
રોડ અને પુલનાં કામમાં લાખો રુપીયાનો ભ્રષ્ટાચાર થયો હોય જીલ્લા કલેકટર દ્વારા તપાસની માંગ કરાઇ છે. અનિડા નાં સરપંચ સામતભાઇ બાંભવા દ્વારા અનેક વાર છગઇ વિભા ને રજુઆત કરી છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.
સરપંચે જણાવ્યું કે હજુ 8થી 10 મહિના પહેલા રોડ બનાવ્યો છે. પૂલના છેડે જે પ્રોટક્શન દિવાલ બનાવવાની હોય તે દિવાલ બનાવવામાં નથી આવી જેના લીધે અકસ્માત થઈ રહ્યા છે અકસ્માતોમાં એક થી બે વ્યક્તિઓ મૃત્યુ પણ પામ્યાં છે રોડ ઉપર મોટી તિરાડો પડેલી છે. ભારે વાહન પણ ચાલી શકતા નથી. કોઈ સૂચન બોર્ડ પણ મારેલા નથી. રોડ પર માટીના ઢગલાઓ કરી દેવામાં આવ્યા છે. માટીના ઢગલાને હિસાબે અવારનવાર અકસ્માતો થાય છે. રોડ અને પુલનું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે તપાસ કરી દંડનાત્મક કાર્યવાહી કરવાની માંગ સાથે ધારાસભ્ય, મુખ્યમંત્રી સહિત રજુઆત કરાઇ છે.
