ગાંધીનગરમાં કોળી સમાજની બેઠકમાં સંમેલનનો વિવાદ

વીંછિયામાં યોજાનાર સંમેલન સામે એક જુથે સવાલો ઉઠાવતા આયોજકોએ કહ્યું તમામ માટે દ્વાર ખુલ્લા, જેને આવવું હોય તે રાજકીય વાઘા ઉતારીને આવે વિછીંયામાં કોળી સમાજના…

વીંછિયામાં યોજાનાર સંમેલન સામે એક જુથે સવાલો ઉઠાવતા આયોજકોએ કહ્યું તમામ માટે દ્વાર ખુલ્લા, જેને આવવું હોય તે રાજકીય વાઘા ઉતારીને આવે

વિછીંયામાં કોળી સમાજના યુવાનો પર થયેલા કેસ મામલે હાલ કોળી સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે. આ મામલે સમસ્ત ઠાકોર અને કોળી એકતા મીશન ગુજરાત દ્વારા 9 માર્ચે સંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે, આ સંમેલન પહેલા ગઈ કાલે કોળી સમાજના તમામ સંગઠનો, મંડળોના પ્રમખ, મંત્રીઓ, સમાજીક આગેવાનોની બેઠક ગાંધીનગર સેક્ટર 20 માં સર્કિટ હાઉસ ખાતે મળી હતી ત્યારે આ બેઠકમાં મોટી બબાલ તઈ હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ એકતા સમિતિ ગુજરાત દ્વારા કોળી સમાજ મહાસંમેલનનું આયોજન વિંછીયા ખાતે કરવામાં આવ્યું છે. જે આયોજનને લઈને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી. જેમાં ગુજરાતના મૂળ નિવાસી કોળી અને ઠાકોર સમાજ પર થયેલા અત્યાચાર અનુસંધાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં રહેતા તમામ કોળી અને ઠાકોર સમાજના લોકોને વીંછીયા ખાતે આમંત્રણ અનુસંધાને આ બેઠક યોજાઈ હતી બેઠકની શરૂૂઆતમાં તે કેટલાક યુવાનોએ પોતાના સમાજના આગેવાનો સામે પ્રશ્નો ઊભા કર્યા હતા અને ઉગ્ર બોલા ચાલી થઈ હતી.

આમ આ બેઠકમાં કોળી સમાજનું જે સંમેલન મળવાનું છે તેને લઈને કેટલાક યુવાનોએ પોતાના સમાજના આગેવાનો સામે પ્રશ્નો ઊભા કરતા ઉગ્ર બોલાચાલી થઈ હતી.આ ઘટનાને કારણે લાગી રહ્યુ છે કે, સંમેલન પહેલા કોળી સમાજમાં બે ફાંટા પડ્યા છે. ત્યારે આ વિખવાદની વચ્ચે આગામી સમયમાં શું થાય છે તે જોવું રહ્યું ? સમાજના આગેવાનોએ જણાવ્યું હતુ કે, એક મેસેજ ફેલાવવામાં આવ્યો છે કે આ રાજકીય સંમેલન છે પરંતુ સૌ કોઈ ગુજરાતના તમામ લોકો જાણે છે યુવાનો જાણે છે તમામ આગેવાનો જાણે છે કે આ માત્ર ને માત્ર સામાજિક સંમેલન છે . આ સાથે સમાજના આગેવાનોએ જાહેરાત કરી હતી કે, આ સંમેલનની અંદર મંચ પર કોઈ પણ જાતની રાજકીય ચર્ચાની થશે નહીં.

કોઈપણ જાતના રાજકીય ખેશ કે પટ્ટા પહેરીને આવવાનું નહીં રહે અને માત્રને માત્ર સમાજના હક અને અધિકાર માટે અને ન્યાય માટે ન્યાય મેળવવા માટેની આ લડાઈ છે અને જે કોઈના મંચ ઉપર આવવું હોય એને જાહેર આમંત્રણ છે એના માટે આ સંમેલનના દ્વાર ખુલ્લા છે અને જેને આવું હોય તે પોતાના રાજકીય વાઘા અને પગરખા નીચે ઉતારીને આ મંચ ઉપર આવવાનું રહેશે.

આ સાથે કેટલાક યુવાનોએ સવાલ ઉઠાવ્યા હતા કે, આ સંમેલનમાં કોઈ અઘટીત ઘટના બને જેવી રીતે વિછીયામાં બની એવી ઘટના બને તો એના જવાબદાર કોણ ? તેના જવાબમાં આગેવાને જણાવ્યું કે, જે આયોજકો છે એ જ જવાબદાર છે સ્વાભાવિક છે જે લોકો આયોજક છે એની જ જવાબદારી બનતી હોય પરંતુ આવા કોઈ ઘટના ન બને આવા બનાવો ન બને એની ચિંતા કરવાની છે અને એના માટે પણ અગાઉથી અમે મેનેજમેન્ટ કર્યું છે પ્લાનિંગ કર્યું છે રણનીતિ કરી છે.

સંમેલનમાં કુંવરજીભાઇ બાવળિયા સહિતના આગેવાનોને ખુલ્લું આમંત્રણ
વધુમાં એક આગેવાને કહ્યું કે, આજે સમર્થકો છે જે રીતે આ સંમેલનને ડાયવર્ટ કરવા માંગે છે આ સંમેલનને આડાપાટે ચડાવવા માંગે છે કોઈપણ જાતની સમજણ વગરની વાતો કરે છે સમજ્યા વગરની વાતો કરે છે આ સંમેલનને રાજકીય સંમેલન ગણાવે છે આ સંબંધને કુંવરજીભાઈ બાવળિયાની વિરુદ્ધનું સંમેલન ગણાવે છે. ત્યારે તમામ જે કોળી સમાજના આખા ભારત દેશના કોળી સમાજ છે એને કહેવા માગીશ કે આ સંમેલન કોઈ વ્યક્તિગત કોઈનો વિરોધ માટે નથી કોઈને તકલીફ પહોંચે એના માટે નથી કોઈને નુકસાન થયાં એના માટે નથી કોઈ પાર્ટીની વિરોધમાં નથી માત્રને માત્ર આ સામાજિક સંગઠન છે એટલા માટે હોય તો એવું કહીશ કુંવરજીભાઈ બાવળિયા ત્યાંના સ્થાનિક નેતા છે રાજકીય નેતા છે સામાજિક નેતા છે અને અખિલ ભારતીય કોળી સમાજના એ પ્રમુખ છે ત્યારે કુવરજીભાઈ બાવળિયાને પણ આમંત્રણ છે જેને કોળી સમાજને કોળી અને ઠાકોર સમાજની અંદર જન્મ લીધો છે જેને કોળી સમાજની ચિંતા છે જેને કોળી સમાજની વેદના છે પીડા છે એ તમામ લોકો સંમેલનની અંદર ઉપસ્થિત થઈ શકે છે એને ખુલ્લુ આ સમિતિનું આમંત્રણ છે અને ખરેખર કુંવરજીભાઈ બાવળિયા સંમેલનમાં આવશે અને આ સમિતિને આ સંમેલનને સપોર્ટ કરશે સહકાર આપશે સમર્થન આપશે તો સો ટકા અમને ગમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *