કરીના કપૂરે ‘કુરાનની આયાત’ લખેલું પેન્ડન્ટ પહેરતા વિવાદ, લીગલ નોટિસ મળી

ભોપાલના નવાબની 200 વર્ષ જૂની કલગી પણ પહેરી હતી બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે તેનું કારણ 30 કેરેટનો…

ભોપાલના નવાબની 200 વર્ષ જૂની કલગી પણ પહેરી હતી

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે તેનું કારણ 30 કેરેટનો નીલમ (એમરાલ્ડ) જડેલું પેન્ડન્ટ છે. દિવાળી દરમિયાન પહેરવામાં આવેલા આ શાહી આભૂષણને લઈને એક ધાર્મિક વિવાદ ઊભો થયો છે. આ પેન્ડન્ટ પર ઇસ્લામના પવિત્ર ગ્રંથ ‘કુરાન‘ની એક આયત (શ્ર્લોક) છે. અહેવાલો અનુસાર, કરીનાને એક કાનૂની નોટિસ મોકલવામાં આવી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ પવિત્ર આયતનું અપમાન થયું છે.કરીના કપૂર ખાને દિવાળીની ઉજવણી દરમિયાન આ પેન્ડન્ટ પહેર્યો હતો.

તેણે તેની સાથે સિલ્વર દોરાની ભરતકામવાળો બેજ રંગનો કાફ્તાન અને તેના જેવી જ પાઘડી પહેરી હતી. આ પોશાક પુનિત બાલાના દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો હતો, જ્યારે તેનો લુક રિયા કપૂરે તૈયાર કર્યો હતો. આ પોશાકને પૂર્ણ કરવા માટે, કરીનાએ લગભગ 200 વર્ષ જૂની હીરા જડેલી ‘કલગી‘ પણ પહેરી હતી. આ કલગી એક સમયે ભોપાલના નવાબની હતી અને સૈફ અલી ખાને પણ 2012માં પોતાના લગ્ન દરમિયાન તેને પહેરી હતી. આ પેન્ડન્ટ પર કુરાનની ‘આયત અલ-કુર્સી‘ લખેલું છે. આ કુરાનના બીજા અધ્યાય, ‘સૂરહ અલ-બકરાહ‘ની 255મી આયત છે. તેને ઇસ્લામની સૌથી મહત્ત્વપૂર્ણ આયતો માંની એક માનવામાં આવે છે.

આ આયત અલ્લાહના સર્વોચ્ચ અધિકાર, શક્તિ અને ગુણોનું વર્ણન કરે છે. તેનો અર્થ આ મુજબ છે: “અલ્લાહ-તેના સિવાય કોઈ પૂજ્ય (ઈશ્વર) નથી. તે સદાય જીવંત છે, સમગ્ર અસ્તિત્વનો આધાર છે… અને તે સર્વોચ્ચ છે, મહાન છે.” મુસ્લિમ સમુદાયના લોકો અલ્લાહની સુરક્ષા અને કૃપા મેળવવા માટે આ આયતનું પઠન કરે છે. આ કારણોસર, આ પવિત્ર આયતને ઘરેણાં તરીકે પહેરવા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *