મોરબી મનપાના નવનિયુક્ત મેયરનો વિવાદિત નિવેદન આપતો વીડિયો વાયરલ થતા વિવાદ

મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ભાજપે સૌને ચોકાવતા યુવા ચહેરા એવા ઉત્તમભાઈ સુરાણીને શિરે તાજ પહેરાવ્યો છે અને મેયર-ડેપ્યુટી મેયર ચુંટણી બે દિવસ પૂર્વે જ…

મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ભાજપે સૌને ચોકાવતા યુવા ચહેરા એવા ઉત્તમભાઈ સુરાણીને શિરે તાજ પહેરાવ્યો છે અને મેયર-ડેપ્યુટી મેયર ચુંટણી બે દિવસ પૂર્વે જ સંપન્ન થઇ છે ત્યારે નવનિયુક્ત મેયરના એક વિડીયોથી વિવાદ સર્જાયો છે વિડીયોમાં મેયર વિવાદિત નિવેદન આપતા સોશ્યલ મીડિયામાં પ્રતિભાવો જોવા મળી રહ્યા છે.

મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણીનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ટીકીટ અપાવવાથી જીત અને મેયર પદ હેમરાજભાઈ પાડલીયાને કારણે મળ્યું હોવાનું તેઓ નિવેદન કરી રહ્યા છે ગુજરાત ઋષિવંશી સમાજ સેવા સંઘના સ્થાપક હેમરાજભાઈ રામજીભાઈ પાડલીયાનો તેઓ આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે માત્ર તેમના કારણે જ બધું થયું હોવાનું તેઓ જણાવી રહ્યા છે જે નિવેદનથી વિવાદ સર્જાયો છે અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે મેયર ચુંટણી પૂર્ણ થયા બાદ મંત્રી કાન્તીભાઈ અમૃતિયાએ એવું જણાવ્યું હતું કે યંગ પેઢી તૈયાર કરવાના ભાગરૂૂપે યુવા નેતાને પદ આપવામાં આવ્યું છે પરંતુ મેયર બીજો જ રાગ આલાપી રહ્યા છે તેમજ ભાજપમાં શું લાગવગથી ટીકીટ મળવી અને મેયર પદ મળી સકે છે તેવી ચર્ચા પણ નાગરિકોમાં જોવા મળી રહી છે.

સમાજનો કાર્યક્રમ હતો, યુવાનોને આગળ આવવા પ્રેરણા આપી : મેયર
વિવાદ મામલે મેયર ઉત્તમ સુરાણીએ જણાવ્યું હતું કે સમાજનો કાર્યક્રમ હતો જ્યાં સમાજના યુવાનો આવ્યા હતા અને તેને આગળ આવવા પ્રેરણા આપી હતી તેમજ હેમરાજભાઈ પાડલીયા સમાજના લીમ્બોચ ભવાની માતાજીના ઉપાસક છે અને સમાજ આગેવાન છે તેને ધન્યવાદ પાઠવ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *