રાજકોટમાં ટ્રાફિક સમસ્યા અને તેના ઉકેલ માટે સૂચનો મગાવતી કોંગ્રેસ

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની યાદી મુજબ રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂૂપ ધારણ કરી રહી છે. રાજકોટ શહેર મેગાસિટી ની હરણફાળ તરફ આગળ વધતું શહેર…

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની યાદી મુજબ રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂૂપ ધારણ કરી રહી છે. રાજકોટ શહેર મેગાસિટી ની હરણફાળ તરફ આગળ વધતું શહેર બન્યું છે. શૈક્ષણિક હબ બની ગયેલા રાજકોટમાં દિન પ્રતિદિન વાહનોનો વધારો થઈ રહ્યો છે.

ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક વોર્ડનના અપૂરતા સ્ટાફના પગલે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો દૃષ્ટિગોચર થાય છે.
ગ્રીનલેન્ડ ચોકડી, માધાપર ચોકડી, ગોંડલ ચોકડી સહીત શહેરના પણ અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામ ની સમસ્યા સર્જાઈ રહી છે શહેરના ધારાસભ્યો ટ્રાફિકની સમસ્યા અંગે મૌન બની બેઠા છે.

હાલ તો શહેરમાં ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમનને બદલે પોલીસ તંત્ર દ્વારા ચોકે ચોકે ઉઘરાણા કરી દંડનીય કાર્યવાહી કરી સરકારી તિજોરી ભરવા સિવાય કોઈ કામ કરતી હોય એવું લાગતું નથી. આગામી દિવસોમાં ટ્રાફિકના પ્રશ્નો અંગે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ પોલીસ કમિશનરને ટ્રાફિકની સમસ્યા ઉકેલવા આવેદનપત્ર આપવામાં આવશે.

શહેરની જનતાને કે વેપારીઓને ટ્રાફિક અંગેની કોઈ સમસ્યા કે પ્રશ્નો હોય તો ટ્રાફિક સમસ્યા અને તેના ઉકેલો અંગે વિસ્તૃત તારીખ 6/6/25 સુધીમાં બે નકલમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યાલય સવારે 10 થી 1 અને સાંજે 4થી 7 મોકલી આપવા અપીલ કરવામાં આવી છે પ્રશ્નો રૂૂબરૂૂ અથવા પોસ્ટ થઈ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ, 41 જાગનાથ, જિલ્લા પંચાયત ચોક, હોટલ લેમન ટ્રી વાળી શેરી, રાજકોટ પર બે નકલમાં લેખિતમાં મોકલી આપવી. અથવા મોબાઈલ નંબર 94262 29396 વોટ્સએપથી પ્રશ્નો કે સૂચનો મોકલી આપવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *