ગુજરાત સહિત દેશભરમાં નામરોષ ગઇ રહેલી કોંગ્રેસ હવે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિતશાહને તેના હોમ સ્ટેટ ગુજરાતમાંથી જ ઘેરવા કોંગ્રેસે રણનિતિ બનાવી છે અને તેના ભાગરૂપે આગામી એપ્રિલ માસમાં અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજવાનુ આયોજન કરેલ છે.ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું આગામી અધિવેશન 8 અને 9 એપ્રિલના રોજ ગુજરાતના અમદાવાદમાં યોજાશે. આ બેઠકમાં દેશભરમાંથી અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC)ના પ્રતિનિધિ હાઈકમાન્ડ સાથે ઉપસ્થિત રહેશે. AICCના પ્રભારી અને પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે રવિવારે આ અંગે જાણકારી આપી છે. AICCની બેઠકમાં ભવિષ્યમાં પાર્ટીની કાર્યવાહીને લઈને રૂૂપરેખા તૈયાર કરાશે.કેસી વેણુગોપાલે કહ્યું કે, પગુજરાતમાં આગામી 8-9 એપ્રિલે AICCનું અધિવેશન થશે. આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં AICCના પ્રતિનિધિઓ આવશે.
જેઓ ભાજપની જનવિરોધી નીતિથી ઉત્પન્ન થતાં પડકારો અને બંધારણના મુલ્યો પર થઈ રહેલા હુમલાને લઈને ચર્ચા કરવામાં આવશે. આ સાથે ભવિષ્યમાં પાર્ટીની કામગીરીને લઈને માળખુ તૈયાર કરાશે.અમદાવાદમાં અધિવેશન સત્રની શરૂૂઆત 5 એપ્રિલે વિસ્તારિત કોંગ્રેસ કાર્યસમિતિ (ઈઠઈ) બેઠક યોજાશે. આ બંને બેઠકોની અધ્યક્ષતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરશે, બેઠકમાં કોંગ્રેસ સંસદ દળના અધ્યક્ષ ભાગ લેશે. જેમાં સોનિયા ગાંધી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રી, રાષ્ટ્રીય પદાધિકારી, વરિષ્ઠ પાર્ટીના નેતા અને અન્ય પ્રતિનિધિઓ સામેલ થશે.નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, મહાત્મા ગાંધી, ડો. ભીમરાવ આંબેડકર અને બંધારણના વારસાનું જતન, રક્ષણ અને પ્રોત્સાહન આપવાની જરૂૂરિયાતને ઓળખે છે.
25 જાન્યુઆરી, 2025થી 26 જાન્યુઆરી, 2026ની વચ્ચે કોંગ્રેસ મહાત્મા ગાંધીના જન્મસ્થળ ગુજરાતમાં AICC સત્રની સાથે અનેક કાર્યક્રમોનું આયોજન કરશે તે નક્કી કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ બંધારણ બચાવો રાષ્ટ્રીય પદયાત્રા નામથી એક વિશાલ અને રાષ્ટ્રવ્યાપી જનસંપર્ક અભિયાન શરૂૂ કરશે. કેસી વેણુગોપાલે એક નિવેદનમાં કહ્યું કે, પઆગામી સત્ર ફક્ત મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ માટે એક પ્લેટફોર્મ તરીકે જ નહીં, પરંતુ સામાન્ય લોકોની ચિંતાઓને સંબોધવા અને સામાન્ય માણસને એક મજબૂત, વૈકલ્પિક માર્ગ પ્રદાન કરવા માટે કોંગ્રેસ પાર્ટીના સામૂહિક સંકલ્પને પણ પુન:પુષ્ટિ આપશે.