ગાયને ‘રાજ્યમાતા’નો દરજ્જો આપો, કોંગ્રેસે રજૂ કરેલુ બિલ

વિધાનસભામાં અમિત ચાવડાએ ગાય સંવર્ધન અને સંરક્ષણનું બિલ રજૂ કરતા ભાજપના ભવા ઉંચકાયા ગુજરાતની વિધાનસભાના બજેટસત્રનો આજે છેલ્લો દિવસ છે તે પૂર્વે વિરોધપક્ષ કોંગ્રેસના નેતા…

વિધાનસભામાં અમિત ચાવડાએ ગાય સંવર્ધન અને સંરક્ષણનું બિલ રજૂ કરતા ભાજપના ભવા ઉંચકાયા

ગુજરાતની વિધાનસભાના બજેટસત્રનો આજે છેલ્લો દિવસ છે તે પૂર્વે વિરોધપક્ષ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિધાનસભામાં ગૌ સંવર્ધન-સંરક્ષણ અને કલ્યાણના ઉદેશય સાથેનુ બિલ રજુ કરીને ગાયને ‘રાજ્ય માતા’નો દરજ્જો આપવા માંગણી કરતા ભાજપના અનેક નેતાઓના ભવા પણ ઉંચકાયા છે.

ગુજરાત સહિત દેશભરમાં હિંદુવાદી સંસ્થાઓ ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા ઝુંબેશ ચલાવી રહી છે. અને ભાજપનું પણ તેને સીધુ કે આડકતરૂ સમર્થન છે. પરંતુ આજ સુધી આવુ બિલ સંસદમાં રજુ થયુ નથી ત્યારે કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં આબિલ રજુ કરીને ભાજપ માટે કપરી રાજકીય સ્થિતી સર્જી દીધી છે.

વિરોધપક્ષ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજુ કરેલા બિલમાં જણાવ્યુ છે કે, આપણા રાજ્ય અને રાષ્ટ્રમાં મૂળ ભારતીય ગાય એટલે ગૌમાતા અપાર પ્રાચીન વારસો, સાંસ્કૃતિક, ધાર્મિક અને પર્યાવરણીય મહત્વ અને મુખ્ય પ્રણાલી ધરાવે છે.

સાંપ્રત સમયમાં મૂળ ભારતીય ગાયોની વસ્તી ઝડપથી ઘટી રહી છે અને તે પૈકીની ઘણી જાતિઓ લુપ્ત થવાના આરે છે. ગૌમાતા રાષ્ટ્રની આધ્યાત્મિક, પર્યાવરણીય, સુખાકારી માટે ગાયોના અમુલ્ય યોગદાનને માન્યતા આપતી વખતે અહિંસાના દૈવી સિધ્ધાંતને મૂર્ત સ્વરૂૂપ આપતી અને પોષણ, આજીવિકા અને કૃષિ સંસાધનો પ્રદાન કરનારી છે. ગૌ હત્યાની વધતી જતી ઘટનાઓ અંગે સમાજમાં મોટી ચિંતા છે.

બંધારણના નિર્દેશાત્મક સિધ્ધાંતોએ રાજ્ય સરકારો પર ગૌ સંરક્ષણ અને સુધારણા માટે પગલા લેવા અને ગાય-વાછરડાની કતલ પર પ્રતિબંધના કાયદા હોવા છતાં ગાયો અને તેમના સંતાનોની કતલ વધી છે. કાયદા હોવા છતાં ગાયનું રક્ષણ કરવામાં સરકારી તંત્ર નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે. તેમની સલામતી અને કલ્યાણ માટે ચોક્કસ નીતિ અને પ્રાથમિકતા જરૂૂરી છે.

ગાયના સંવર્ધન – સંરક્ષણ અને કલ્યાણ માટે ગાયના સંવર્ધન માટે પૂરતા ગૌચરની વ્યવસ્થા, પૂરતા પ્રમાણમાં કરવી જરૂૂરી છે. ગાયોના સંરક્ષણ માટે ગાયોની કતલ અટકાવવા કાયદાનું ચુસ્તપણે પાલન અને મોનીટરીંગ ખુબ જરૂૂરી છે. ગાયો અને ગાયોના પાલકોના કલ્યાણ માટે સરકાર દ્વારા પૂરતા બજેટ – યોજનાઓ અને વહીવટી માળખું ઉપલબ્ધ કરાવવું ખુબ જ જરૂૂરી છે. રાજ્યમાં ગાય સંરક્ષણ – કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે તેવી પણ માંગ સતત ઉઠતી રહી છે. આ સંદર્ભના નિયમો – માળખું અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કાયદાના સ્વરૂૂપમાં જોગવાઈઓ કરવી જરૂૂરી હોય, ગાયને “રાજ્ય માતા”નો દરજ્જો આપવા સંદર્ભે અને ગાયના સંવર્ધન -સંરક્ષણ અને કલ્યાણના ઉદ્દેશ્ય સાથે લોકલાગણી મુજબનું બીલ આ સાથે રજુ કરું છું. જેને દાખલ કરી વિધાનસભા ગૃહમાં ચર્ચા અર્થે યોગ્ય કાર્યવાહી આદેશ થવા ભલામણ સહ વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *