કોંગ્રેસ ઇલેક્શન મોડમાં, રાજ્યસ્તરીય સાત કમિટીની રચના, હોદ્દેદારોની વરણી

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડે રાજ્યસ્તરે વિવિધ કમિટીઓની રચના કરી છે. કોંગ્રેસ અધ્યક્ષની મંજૂરી બાદ આ કમિટીઓ તાત્કાલિક અસરથી અમલમાં…

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડે રાજ્યસ્તરે વિવિધ કમિટીઓની રચના કરી છે. કોંગ્રેસ અધ્યક્ષની મંજૂરી બાદ આ કમિટીઓ તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવી હોવાનું ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી કે.સી. વેણુગોપાલે જાહેર કરેલા પ્રેસનોટમાં જણાવાયું છે.

પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓને ગતિ આપવા માટે સ્ટ્રેટેજી, કેમ્પેઈન, ઇલેકશન મેનેજમેન્ટ, પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, મેનિફેસ્ટો, મીડિયા અને પબ્લિસિટી સહિત કુલ 7 મહત્વપૂર્ણ કમિટીઓ બનાવી છે. સ્ટ્રેટેજી કમિટીના અધ્યક્ષ તરીકે ભરતસિંહ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે લાલજી દેસાઈને ઉપાધ્યક્ષ અને હેમંગ વસાવડાને ક્ધવીનર બનાવવામાં આવ્યા છે. કેમ્પેઈન કમિટીના અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલ, ઇલેકશન મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ તરીકે સિદ્ધાર્થ પટેલ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કમિટીના અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે.

મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ તરીકે શૈલેશ પરમારને જવાબદારી સોંપાઈ છે. મીડિયા કમિટીના અધ્યક્ષ તરીકે ડો. અમી યાજ્ઞિક અને પબ્લિસિટી કમિટીના અધ્યક્ષ તરીકે કાદિરભાઈ પીરઝાદાની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસે આ કમિટીઓ મારફતે રાજ્યમાં ચૂંટણી પ્રચાર, વ્યૂહરચના અને સંગઠનાત્મક કામગીરી વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *