મોરબીમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મામલે સરકાર સામે ધરણા પ્રદર્શન

કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન રાહુલ ગાંધી દ્વારા કેન્દ્ર સરકાર પર વોટ ચોરીના આરોપો લગાવવામાં આવ્યા છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે દરમિયાન…

કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન રાહુલ ગાંધી દ્વારા કેન્દ્ર સરકાર પર વોટ ચોરીના આરોપો લગાવવામાં આવ્યા છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે દરમિયાન આજે મોરબી ખાતે જીલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ પ્રમુખની ઉપસ્થિતિમાં પ્રતિક ધરણા કાર્યક્રમ યોજાયો હતો. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી વોટ ચોરીનો આરોપ કેન્દ્ર સરકાર પર લગાવ્યો હતો કેન્દ્ર સરકાર સામે વોટ ચોરીના ગંભીર આરોપો લગાવામાં આવ્યા છે આજે મોરબીના સરદાર બાગ નજીક જીલ્લા કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના મુદે પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા જેમાં જીલ્લા પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ વિજયભાઈ કોટડીયા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *