ગુજરાતમાં ચાલુ વર્ષે દુષ્કાળના કારણે પશુધનને બચાવવું મુશ્કેલ છે ત્યારે મોરબી જિલ્લાના લજાઇ ગામના યુવાનોએ નવતર પ્રયોગ કરી ગૌવંશના લાભાર્થે નાટક યોજવા મોટી સંખ્યામાં લોકો નાટક જોવા ઉમટયા હતા અને ગાયોને બચાવવા 13 લાખનું ફંડ એકત્ર થયું હતું.લજાઇ ગામે આવેલ કામધેનુ વિસામો ગૌશાળામાં રહેતી અંધ, અપંગ, માંદી અને અશક્ત 200 જેટલી ગાયોના લાભાર્થે યોજાતા નાટકમાં ગામના જ યુવાનો દ્વારા જે અદભુત અભિનય રજુ કરવામાં આવે છે જે જોઇને દાતાઓ સહિતના ગ્રામજનો દાનની સરવણી વહાવી દેતા હોય છે તેવી જ રીતે આ વર્ષે સહુ કોઈ પોતાની યથાશક્તિ મુજબ સહયોગ આપતા એક જ રાતમાં ગૌ સેવા માટે લાખો રુપિયાનું ભંડોળ એકત્રિત થઈ ગયું હતું.દરવર્ષે લજાઈ ગામે નવરાત્રીમાં નાટકનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે ઐતિહાસિક નાટક ભક્ત પ્રહલાદ તેમજ એક કોમેડી નાટક રાખવામા આવ્યું હતું આ બંન્ને નાટકમાં ગામના શિક્ષિત યુવાનો, વેપારીઓ, ઉદ્યોગપતિ કે અન્ય કોઈપણ પુરુષને જે પાત્ર આપવામાં આવે તે પાત્ર કોઈપણ પ્રકારના શરમ સંકોચ વગર ગામના લોકોની સમક્ષ તે ભજવે છે. ઉલેખનીય છે કે, લગભગ 60 વર્ષ પહેલાં લજાઈ ગામમાં કામધેનુ વિસામો ગૌશાળાની સ્થાપના સોહમદત બાપુ દ્વારા કરવામાં આવી હતી જેના પાછળનો મુખ્ય ઉદેશએ હતો કે, અમારી ગાયો કદી કતલખાને નહિ જાય જેને સાર્થક કરવા માટે ગ્રામજનો દ્વારા પણ પૂરો સહયોગ આપવામાં આવી રહયો છે.
લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં સ્ત્રી પાત્ર એટલે કે રાણી તેમજ દાસીના પાત્ર ભજવનારા યુવાનો કહે છે કે, ગામો ગામ ગાયોની અવદશા જોવા મળે છે પરંતુ અમારા ગામમાં કોઈપણ શેરી ગલ્લીમાં ગાય રખડતી જોવા મળતી નથી કેમ કે ગામના યુવાનો સહિતના ગાયોના લાભાર્થે કરવામાં આવતા દરેક કાર્યમાં સહકાર આપે છે અને ગાય માતાના સેવા કર્યા માટે ઘાઘરી પેહારીને પાત્ર ભજવવામાં શિક્ષિત યુવાનો સહિતના કોઈ સંકોચ અનુભવતા નથી અને ભવાય નાટકની આપણી સંસ્કૃતિ જોડવાઈ રહે તે માટેના પ્રયાસોમાં પણ સિધ્ધી કે આડકતરી રીતે આ યુવાનો સહયોગ આપી રહ્યા છે.
