મોરબીમાં ભૂલથી ઝેરી દવા પી લેનાર કોલેજિયન યુવતીનું મોત

મોરબીમા અંબીકા રોડ પર રહેતી કોલેજીયન યુવતીએ ભુલથી ઝેરી દવા પી લીધી હતી. યુવતીનુ રાજકોટ સારવારમા મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. આ…

મોરબીમા અંબીકા રોડ પર રહેતી કોલેજીયન યુવતીએ ભુલથી ઝેરી દવા પી લીધી હતી. યુવતીનુ રાજકોટ સારવારમા મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમા આવેલ અંબીકા રોડ પર રહેતી હેત્વી સંજયભાઇ વૈષ્ણવ નામની 18 વર્ષની કોલેજીયન યુવતી ગત તા. 29 નાં રોજ પોતાનાં ઘરે હતી ત્યારે ભુલથી ઝેરી દવા પી લીધી હતી. યુવતીને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી. જયા યુવતીનુ ટુકી સારવાર દરમ્યાન હોસ્પીટલનાં બીછાને દમ તોડતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે મોરબી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *