અમદાવાદ ઓલિમ્પિક સિટીનો પ્લાન કોલાજ કંપની તૈયાર કરશે

2036નો ઓલિમ્પિક ગુજરાત અને એમાં પણ અમદાવાદમાં રમવાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિઝન અમદાવાદ 2036 અને વિકસિત અમદાવાદ 2047નો માસ્ટર પ્લાન…

2036નો ઓલિમ્પિક ગુજરાત અને એમાં પણ અમદાવાદમાં રમવાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિઝન અમદાવાદ 2036 અને વિકસિત અમદાવાદ 2047નો માસ્ટર પ્લાન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ પ્લાન બનાવવા માટે ક્ધસલ્ટન્સીની નિમણૂક કરવામાં આવી છે. બહોળો અનુભવ ધરાવતી કોલાજ કંપનીને આ કામ આપવામાં આવ્યું છે.

આ માટે 12.5 કરોડની જંગી રકમ ખર્ચ કરવામાં આવશે. માસ્ટર પ્લાન ત્રણ તબક્કામાં તૈયાર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં શહેરની પ્રાથમિક સુવિધાનું અવલોકન કરવામાં આવશે. એટલે કે શિક્ષણ, હેલ્થ, આબોહવા, સ્પોર્ટ્સ કનેક્ટિવિટી તેમજ ટ્રાન્સપોર્ટ સહિતની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં જુદાજુદા ક્ષેત્રમાં સંકળાયેલા સ્ટેટ હોલ્ડર તેમજ શહેરની સમજના આધારે માર્ગદર્શન સંદર્ભે સૂચનો આપવામાં આવશે. તો ત્રીજા તબક્કામાં અખઈ પાસેના નાણા ભંડોળના આધારે જરૂૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *