એક સમયે આખા દેશના યુવાનો માટે આદર્શ ગણાવાયેલા પટણાના ખાન સર ઉર્ફે ફૈઝલ ખાન વિવાદોના વમળમાં ફસાઈ ગયા છે. ખાન સર પટણામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ આપવા ખાન ગ્લોબલ સ્ટડીઝ ઇન્સ્ટિટ્યુટ ચલાવે છે. ગયા અઠવાડિયે આ કોચિંગ સેન્ટરના ગાર્ડે કરેલા ફાયરિંગના કાંડમાં સેન્ટરના બે સીક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી છે અને ખાન સરને પણ આરોપી બનાવ્યા છે.
ખાન સર લાંબા જાય એવો પાકો બંદોબસ્ત કરીને તેમની સામે આકરી કલમો હેઠળ કેસ ઠોકી દેવાયો છે. ખાનનો બચાવ એવો છે કે, આ હુમલો કોચિંગ સેન્ટરો વચ્ચે ચાલતી હરીફાઈનું પરિણામ છે અને પટણા પોલીસ કોચિંગ માફિયાઓ તથા હેલ્થ માફિયાઓનો ઈશારે પોતાને પતાવી દેવા મથી રહી છે. ખાનના કહેવા પ્રમાણે, પોતાના કોચિંગ સેન્ટરના ગાર્ડે તો સ્વબચાવમાં ફાયરિંગ કરેલું. પહેલાં પોતાના હરીફ કોચિંગ સેન્ટરના ઈશારે વીસેક લોકોના ટોળાએ સંસ્થામાં ઘૂસીને તોડફોડ કરીને મિલકતને નુકસાન પહોંચાડયું હતું અને સુરક્ષા કર્મચારીઓની પણ ધોલાઈ કરી હતી. ગાર્ડ અને વિદ્યાર્થીઓને ડરાવવા માટે 8-10 રાઉન્ડ ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો.
ખાનની વાત સાચી છે કે પોલીસ સાચું બોલે છે એ ખબર નથી પણ ખાને કોચિંગ માફિયાઓ અને હેલ્થ માફિયા બંનેની લૂંટ પર બ્રેક મારી દીધી છે એ વાત સાવ સાચી છે. પટણામાં ખાન છેલ્લા એક દાયકાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગરીબ અને સામાન્ય વિદ્યાર્થીઓને સાવ ઓછા દરે કોચિંગ આપે છે. એક સમયે પટણામાં મોંઘી કોચિંગ સેન્ટરોનો દબદબો હતો પણ ખાને બધાંની પથારી ફેરવી નાંખી છે. ખાનની યુટ્યૂબ ચેનલ અને એપ પણ અત્યંત લોકપ્રિય છે. દર વર્ષે લગભગ 50 લાખ વિદ્યાર્થીઓ તેમની એપ દ્વારા કોચિંગ મેળવે છે. ખાન સરની યુટ્યુબ ચેનલના 2 કરોડથી વધુ સન્સ્ક્રાઇબર્સ છે. ખાનના ઘણા – વીડિયોને તો પાંચ કરોડ કે તેનાથી વધારે વ્યૂઝ મળ્યા છે.
ભારતમાં બીજા કોઈ કોચિંગ સેન્ટરની આવી જોરદાર લોકપ્રિયતા નથી. ખાને 2025માં પટનામાં એક હોસ્પિટલ ખોલીને લોકોને ? ઓછી કિંમતની તબીબી સેવાઓ આપવા માંડી તેથી મેડિકલ ? માફિયા પણ ભડક્યા છે. ખાનની હોસ્પિટલમાં સરકારી હોસ્પિટલો કરતા ઓછી કિંમતે સારવાર અપાય છે તેથી મધ્યમ વર્ગ એ તરફ વળ્યો છે. તમામ પ્રકારના ટેસ્ટ સાવ મફત જેવા ભાવે ? કરી અપાય છે. પહેલાં ખાનગી હોસ્પિટલો મનમાની ચલાવતી અને લોકોને લૂંટતી. ખાનની હોસ્પિટલના કારણે હવે મધ્યમ વર્ગ ખાનગી હોસ્પિટલો તરફ ઓછો જાય છે તેથી તેમના ધંધાને મોટો -ફટકો પડી ગયો છે. ખાનની ભાષા અને નિવેદનોના કારણે પહેલાં વિવાદ સર્જાયા છે -પણ ખાનનો અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ એક દેશભક્ત મુસ્લિમ તરીકેનો છે. બિહારની ભાજપ સરકારે દખલ કરવાની જરૂૂર છે. ખાને પોતે ફાયરિંગ કર્યું નથી છતાં પોલીસ તેમને ફિટ કરવા હવાતિયાં મારી રહી છે.
