ભ્રષ્ટાચારના ભોરીંગને નાથવા માટે સામાન્ય માણસે ઉઠાવેલ આજને એસીબીમાં સાંભળવામાં આવે છે અને અરજદારની ફરિયાદ પર ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ગાંધીનગરમાં એસીબીના કરપ્શન એવરનેસ એન્ડ રિસ્પોન્સીવ એનફોર્સમેન્ટ (ઈઅછઊ) કાર્યક્રમ હેઠળ આવા 10 સામાન્ય નાગરીકોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં સન્માન કરાયું હતું.
(1) અમદાવાદ-સફાઇ કામદાર :
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો 36 વર્ષીય સફાઈ કામદાર, હંમેશાની જેમ વાર્ષિક દિવાળી બોનસની રાહ જોતો હતો. આ વર્ષે જ્યારે તેમના સીનીયર અધિકારી ભરતકુમાર કટકિયાએ ઉચ્ચ અધિકારીઓને મીઠાઈઓ વહેંચવાના નામે રૂ.1,600ની માંગણી કરી. તેણે અમદાવાદ સિટી એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો જેણે આરોપીને પકડવા માટે છટકું ગોઠવ્યું. ઓપરેશનના દિવસે, ભરતકુમાર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો.
(2)સાબરકાંઠા-સિનિયર સિટિઝન:
સાબરકાંઠામાં, કાલાબેન નદિયા નામની મહિલા (ઉ.વ.74), ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની નર્સરી સ્કીમ હેઠળ ફંડની વહેંચણી માટે રૂા.30,000ની લાંચની માગણી સામે અડગ રહી હતી. એસીબીએ આ કેસમાં સંડોવાયેલા બે અધિકારીઓની ધરપકડ કરી હતી.
(3) મોડાસા-ખેડૂત:
મોડાસામાં, ખેડૂત ઘેલા ભરવાડે તેની જમીનના રેકોર્ડ અપડેટ કરવા માટે 15,000 રૂૂપિયાની લાંચની માંગણી સામે ફરિયાદ નોંધાતા અધિકારી છટકું દરમિયાન રંગે હાથે ઝડપાયો હતો.
(4) સુરત-વિધવા :
સુરતમાં વિધવા મહિલા ધીનાબેન ચૌધરીએ રૂા. 60,000ની લાંચ આપવાનો ઇનકાર કરી દીધો હતો જેમાં તેણીનું રૂા. 2.6 લાખનું ફેમિલી પેન્શન અટકી પડ્યું હતું. પેન્શન ઓફિસનો કર્મચારી લાંચ લેતા પકડાયો હતો.
(5) ભુજ-પાણીપૂરી વિક્રેતા:
ભુજમાં, પાણીપુરી વેંચતા કાલીચરણ પ્રજાપતિએ એક અજઈંને તેની પોલીસ ફરિયાદની પ્રક્રિયા કરવા માટે રૂા. 2,000ની માંગણી કરી હતી.
(6) ડીસા-વિદ્યાર્થી:
ડીસામાં, પાટણના એક વિદ્યાર્થી અજય ચંબાચાને તેના લગ્નનું પ્રમાણપત્ર આપવા માટે 3,000 રૂપિયાની માંગણી કરતા અધિકારીઓ સામે એસીબીને ફરિયાદ કરી હતી.
(7) રાજકોટ-વિદ્યાર્થી:
રાજકોટ, યશ વ્યાસ નામના વિદ્યાર્થીએ તેની લાલપુર ગામની રાશન દુકાન સાથે જોડાયેલા 400 રેશનકાર્ડ લીંક કરવા માટે રૂા.1,600ની લાંચની માંગણીની ના પાડી હતી. જેમાં જામનગર એસીબીએ એક અધિકારીને અન્ય વતી લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો હતો.
(8) સુરેન્દ્રનગર-આવાસ લાભાર્થી:
સુરેન્દ્રનગરના ભારતી પરમારે સરકારી આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો.
(9) દેવભૂમિ દ્વારકા-ખેડૂત:
દેવભૂમિ દ્વારકામાં, ખેડૂત સતીશ નંદાણીયાએ મનરેગાના ભંડોળ છોડાવવા માટે રૂા.3,500ની લાંચ આપવાનો ઇન્કાર કર્યો અને એસીબીને આરોપીઓને પકડવામાં મદદ કરી.
(10) બનાસકાંઠા-કોન્ટ્રાક્ટ વર્કર:
બનાસકાંઠામાં, કોન્ટ્રાક્ટ વર્કર સુરભી જાદવ પાસે તેના પતિના ફિલ્ડ ઓફિસર પદ માટે રૂૂ. 45,000 લાંચની માંગણી કરી હતી. એસીબીના ઓપરેશન દરમિયાન આરોપીઓ ઝડપાયા હતા.
