સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પક્ષો વચ્ચે ગરમાં-ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણીમાં ઉમેદવારી કરવાને લઈને ઘણી જગ્યાએ છેલ્લા દિવસે પક્ષોની અંદર વિવાદ થતો સામે આવ્યો હતો. ઉમેદવારી કરવાના છેલ્લા દિવસે ઉમેદવારો કચેરીમાં વાજતે-ગાજતે પહોંચ્યા હતા, અને છેલ્લે પક્ષમાંથી મેન્ડેટ જ ન આવ્યો તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
હવે ઉમેદવારી ફોર્મ ભરાયા પછી આજે ફોર્મ ચકાસણી નો દિવસ છે. ત્યારે ફોર્મ ચકાસણીમાં વિવાદ થયાની ઘટના સામે આવી છે. ફોર્મ ચકાસણી ના સમયે ભાજપ કોંગ્રેસ વચ્ચે તું તું મે.મેં. ની ઘટના કોડિનારથી સામે આવી છે.
કોડીનાર નગરપાલિકાની ચૂંટણી માં ગરમાવો આવ્યો છે. ભાજપના માજી સાંસદ દીનું સોલંકી, પૂર્વ પ્રમુખ શિવા સોલંકી અને કોંગ્રેસ ના માનસિંગ ડોડીયા વચ્ચે ગરમાં ગરમી સર્જાઈ હતી. પ્રાંત અધિકારી ની હાજરી માં સમગ્ર બબાલ સર્જાઈ હતી. વોર્ડ 3 ના કોંગ્રેસ ના ઉમેદવારનું ફોર્મ રદ્દ કરાવવા ભાજપના નેતાઓ દ્વારા કોશિશ કરવામાં આવી હતી . ચુંટણી અધિકારી એ ફોર્મ માન્ય રાખતા મામલો બીચકયો હતો. પોલીસની હાજરીમાં એક બીજા પર હુમલો કરવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો.