માલ્યા, નિરવ મોદી પર સકંજો: મોદીએ બ્રિટિશ પીએમ સાથે ભાગેડુઓનો મુદ્દો ઉઠાવ્યો

વિજય માલ્યા અને નીરવ મોદી જેવી ભાગેડુઓ વિરૂૂદ્ધ બ્રિટન ટૂંકસમયમાં કાર્યવાહી હાથ ધરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે…

વિજય માલ્યા અને નીરવ મોદી જેવી ભાગેડુઓ વિરૂૂદ્ધ બ્રિટન ટૂંકસમયમાં કાર્યવાહી હાથ ધરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે ચર્ચાઓ કરતાં ભાગેડૂ બિઝનેસમેનના પ્રત્યાર્પણની અપીલ કરી હોવાનું મીડિયા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જેથી બ્રિટન દ્વારા આ પગલું લેવાની સંભાવના જોવા મળી છે.


બ્રાઝિલમાં આયોજિત શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીએ આજે બ્રિટનના વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી.
તે દરમિયાન બંને નેતાઓએ માઈગ્રેશન સંબંધિત કામગીરીને વેગ આપવા પર સહમતિ દર્શાવી હતી. મીડિયા અહેવાલો અનુસાર, સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનના ડિરેક્ટર પ્રવિણ સુદે હાલમાં જ બ્રિટિશ સુરક્ષા મંત્રી ડેન જાર્વિસ સાથે આ બંને ભાગેડૂ બિઝનેસમેનનું પ્રત્યાર્પણ કરવાની માગ કરી હતી.


કિર સ્ટાર્મર દ્વારા વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ ઙખ મોદી પ્રથમ વખત તેમને મળ્યા હતા. વડાપ્રધાન બનવા બદલ શુભેચ્છા પાઠવ્યા બાદ બંને નેતાઓ વચ્ચે અર્થવ્યવસ્થા, વેપાર, નવી અને ઉભરતી ટેક્નોલોજી, રિસર્ચ, ઈનોવેશન, ગ્રીન ઈકોનોમી સંબંધિત વિવિધ મુદ્દા પર ચર્ચા થઈ હતી.


ભારતીય બિઝનેસમેન નીરવ દીપક મોદી મની લોન્ડરિંગ અને છેતરપિંડી કરી બ્રિટન ભાગી ગયા હતાં. અગાઉ વિજય માલ્યા પણ 9000 કરોડનું કૌભાંડ આચરી બ્રિટન ફરાર થયા હતા. કીર સ્ટાર્મર આ બંને ભાગેડુઓ વિરૂૂદ્ધ કાર્યવાહી હાથ ધરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *