CJIની પીછેહઠ: હૈદરાબાદ લો યુનિ.માં મુખ્ય મહેમાન નહીં બને

કેટલાક વિદ્યાર્થીઓના વિરોધના સંદર્ભમાં કહ્યું, મેં આમંત્રણ સ્વીકાર્યુ નથી નેશનલ એકેડેમી ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ (નાલસર) યુનિવર્સિટી ઓફ લોના દીક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે…

કેટલાક વિદ્યાર્થીઓના વિરોધના સંદર્ભમાં કહ્યું, મેં આમંત્રણ સ્વીકાર્યુ નથી

નેશનલ એકેડેમી ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ (નાલસર) યુનિવર્સિટી ઓફ લોના દીક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતને લઈને ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. આ વચ્ચે, CJI સૂર્યકાંતે સ્પષ્ટતા કરી છે કે તેમણે ક્યારેય આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે સંમતિ આપી નથી.
અહેવાલ મુજબ, જોધપુરમાં નેશનલ લો યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર્સ (VCs) ને સંબોધિત કર્યાના કલાકો પછી, CJI સૂર્યકાંતે કહ્યું, ‘મેં ક્યારેય NALSAR ના આમંત્રણને સ્વીકાર્યું નથી. તેથી, દીક્ષાંત સમારોહમાં હાજરી આપવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી.’

ચાર દિવસ પહેલા, NALSAR એ પુષ્ટિ આપી હતી કે, વાર્ષિક પરંપરાને ધ્યાનમાં રાખીને, તેણે ઓગસ્ટના અંતમાં અથવા સપ્ટેમ્બરમાં યોજાનાર દીક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન બનવા માટે CJI સૂર્યકાંતને આમંત્રણ મોકલ્યું હતું. જોકે, યુનિવર્સિટીના આશરે 1,400 વિદ્યાર્થીઓમાંથી 400 થી વધુ વિદ્યાર્થીઓએ મુખ્ય મહેમાન તરીકે CJIને આમંત્રણ આપવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે તેઓ 20 જુલાઈના રોજ ’સંસદ માર્ચ’ અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહી સંબંધિત અરજીઓની સુનાવણી દરમિયાન CJI ની ટિપ્પણી સાથે અસંમત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *