અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર વધ્યું છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 104% ટેરિફના જવાબમાં ચીને અમેરિકા પર 84% ટેરિફ લાદ્યો છે. આ ટેરિફ આવતીકાલથી લાગુ થશે. આનો સ્પષ્ટ અર્થ એ થયો કે ચીન હવે અમેરિકાથી આયાત થતા માલ પર ૮૪ ટકા વધારાની ડ્યુટી લાદશે. અગાઉ ચીને અમેરિકન માલ પર 34% ટેરિફ લાદ્યો હતો, જેમાં આજે 50%નો વધારો કરવામાં આવ્યો છે. એ જ સમયે અમેરિકાનો ચીન પરનો 104% ટેરિફ આજથી અમલમાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે હવેથી અમેરિકામાં આવનારો ચીની માલ બમણાથી વધુ કિંમતે વેચાશે.
અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર ટ્રેડ વોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગઈકાલે ટ્રમ્પે ચીન પર 104% પ્રતિશોધક ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. તેના જવાબમાં ચીને આજે જાહેરાત કરી છે કે, તે ગુરુવારથી અમેરિકન વસ્તુઓ પર 84 ટકા સુધીનો ટેરિફ લાદશે, જે અગાઉ જાહેર કરાયેલા 34 ટકા કરતા ઘણો વધારે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા દેશો પર લગાવેલા રેસિપ્રોકલ ટેરિફ બુધવારથી એટલે કે આજથી અમલમાં આવી જશે. તેમા ચીનની વસ્તુઓ પર લગાવવામાં આવેલા ભારે ચાર્જ પણ સામેલ છે, જેમાં ગ્લોબલ ટ્રેડ વોર વધી ગયો છે.