ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગે ઉનાળાની સીઝનમાં લોકોને મોટી રાહત આપી છે. આયોગ દ્વારા વીજ બિલની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. રાજ્યમાં નવા વીજદર 1 એપ્રિલ 2025થી લાગૂ થયા છે. આયોગે રાજ્ય સરકાર હસ્તકની વીજ કંપની અને ટોરેન્ટ પાવર લિમિટેડના ગ્રાહકો માટે વીજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે નવા ટેરિફમાં કોઈ વધારો લેવામાં આવ્યો નથી.
ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગે આપેલી માહિતી પ્રમાણે વીજ બીલમાં કોઈ વધારો થયો નથી. આ સાથે બપોરના સમયે ગરમીમાં એસી વાપરવું મોંઘુ પડશે નહીં. આયોગે સવારે 11 કલાકથી બપોરે 3 કલાક સુધી વીજ વપરાશમાં યુનિટ દીઠ 60 પૈસા રીબેટ આપવાનો નિર્ણય કર્યો છે. તો પિક સમય એટલે કે સવારે 7થી 11 અને સાંજે 6થી 10 કલાક સુધી 45 પૈસા વધુ ચાર્જ ચુકવવો પડશે. આ સિવાય સ્માર્ટ મીટર અને પ્રીપેડ મીટર ઉપર બે ટકાની રીબેટ આપવાનો નિર્ણય પણ લેવાયો છે. જે ગ્રાહકો પ્રી-પેઇડ સ્માર્ટ-મીટરિંગ અને બિલિંગની ગોઠવણીની પસંદગી કરે એમના માટે એનર્જી ચાજેમાં 2% રીબેટ લાગુ પાડવામાં આવશે.
RGP, GLP, NRGP, LTMD, LT EV ચાર્જિંગ સ્ટેશનના ગ્રાહકો (સ્માર્ટ મીટર ગોઠવણી, પ્રિ-પેઇડ વિકલ્પ સાથે) તથા HTP-1, HTP-II અને HT EV ચાર્જિંગ સ્ટેશના તમામ ગ્રાહકો માટે 11:00 કલાક થી 15:00 કલાક દરમ્યાન ના વીજ વપરાશ માટે યુનિટ દીઠ 60 પૈસા છૂટ નિર્ધારિત કરેલ છે.
NRGP અને LT EV ચાર્જિંગ સ્ટેશનોની શ્રેણીમાં 10kW થી વધુ કોન્ટ્રાક્ટ લોડ ધરાવતા LT ગ્રાહકો (સ્માર્ટ મીટરિંગ વ્યવસ્થા, પ્રિ-પેઇડ વિકલ્પ સાથે) અને HT EV ચાર્જિંગ સ્ટેશનોના તમામ ગ્રાહકો માટે 07:00 કલાકથી 11:00 કલાક અને 18:00 કલાકથી 22:00 કલાક નદરમિયાનના વીજ વપરાશ માટે પ્રતિ યુનિટ 45 પૈસાનો વધારાનો ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે. બધા ઇંટ ગ્રાહકો માટે 1% રિબેટ દાખલ કરવામાં આવ્યું છે, 33 KV /99KV EHV ગ્રાહકો માટે રિબેટ વધારીને 1.5% અને BHV 132 KV અને તેથી વધુ ગ્રાહકો માટે રિબેટ વધારીને 2% કરવામાં આવ્યું છે.
ગ્રીન પાવર શુલ્ક માટે વધારાના ટેરિફ રેટ રૂૂ.1.00 પ્રતિ યુનિટથી ઘટાડીને 90 પૈસા પ્રતિ યુનિટ કરેલ છે. જેટકોના પ્રવહન માટેના હાલના દર રૂૂ.4130,32 પ્રતિ મેગાવોટ (ખઠ) પ્રતિ દિવસ થી ઘટાડીને નાણાંકીય વર્ષ 2025-26 માટે રૂૂ.3918,01 પ્રતિ મેગાવોટ (MW) પ્રતિ દિવસ નિર્ધારિત કરેલ છે. ટૂંકા ગાળાના વપરાશકર્તાઓ માટે પ્રવહન દર વર્ષ 2025-26 માટે 37.75 પૈસા પ્રતિ યુનિટ દીઠ મંજૂર કરેલ છે. જયારે રાજય વીજભાર વાનગી કેન્દ્ર માટે નાણાંકીય વર્ષ 2025-26 માટે રૂૂ.5654.47 લાખ મંજુર કરવામાં આવ્યા છે.