મોબાઇલથી રમતા બાળકોની બોલવાની ક્ષમતા ઘટી રહી છે!

બાળકોને ચૂપ કરવા માટે હાથમાં મોબાઇલ પકડાવી દેતાં વાલીઓ માટે લાલબત્તી સમાન રિપોર્ટ અગાઉ બે વર્ષે બોલવાનું શરૂ કરી દેતાં બાળકો મોબાઇલની લતના કારણે પાંચ-છ…

બાળકોને ચૂપ કરવા માટે હાથમાં મોબાઇલ પકડાવી દેતાં વાલીઓ માટે લાલબત્તી સમાન રિપોર્ટ

અગાઉ બે વર્ષે બોલવાનું શરૂ કરી દેતાં બાળકો મોબાઇલની લતના કારણે પાંચ-છ વર્ષ સુધી બોલી શકતા નથી

જીવવા માટે આવશ્યક બની ગયેલા મોબાઇલ ફોજ જેટલા લોકો માટે સુવિધારૂપ છે. તેટલા જ દુવિધાય બાળકો માટે બની રહ્યા છે. મોબાઇલ-ઇન્ટરનેટ યુગની આડઅસરના તો અનેક પરિણામો આપણે આજની યુવા પેઢીમાં જોઇ રહ્યા છી એ, પરંતુ મોબાઇલનું વળગણ બાળકોના વિકાસમાં પણ અવળી અસર કરતુ હોવાનુ એક સંશોધનમાં બહાર આવ્યુ છે.

ઘરમાં તોફાન કરતા બાળકોને હાથમાં મોબાઇલ પકડાવી દેવાની માતા-પિતાની કુટેવ બાળકના વિકાસ ઉપર પણ અસર કરતી હોવાનુ નિષ્ણાંતોેએ શોધી કાઢયુ છે.
શું તમને ખબર છે કે તમારો મોબાઈલ જીવનનો ખૂબ જ અગત્યનો ભાગ બની ગયો છે, પરંતુ આ તમારા ઘરના નાના બાળકોને મૂંગા બનાવી શકે છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (અખઞ)ની જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજના એક ડોક્ટર ચોંકાવનારી માહિતી આપતા કહ્યું છે કે મોબાઈલથી રમતા બાળકોમાં બોલવાની ક્ષમતા ઘટી રહી છે તેમણે જણાવ્યુ કે, પહેલા જે બાળકો 2 વર્ષની ઉંમરમાં બોલતા શરૂૂ કરી દેતા હતા, હવે તેઓ મોબાઈલના વધુ ઉપયોગના કારણે 5 થી 6 વર્ષ સુધી બોલવામાં મોડું કરતા હોય છે. તેમણે જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં એવા ઘણા મામલા સામે આવ્યા છે, જ્યાં 5 થી 6 વર્ષના બાળકોને બોલવામાં મુશ્કેલી પડે છે.

આનું સૌથી મોટું કારણ મોબાઈલ છે. આજકાલ માતા-પિતા બાળકોને સમય નથી આપી શકતા અને જ્યારે બાળક રડે છે તો તેને શાંત કરાવવા માટે મોબાઈલ પર ગીત કે કાર્ટૂન ચાલુ કરી દેતા હોય છે. આનાથી બાળક ચૂપ તો થઈ જાય છે, પરંતુ તે બોલવાનો કે જવાબ આપવાનો પ્રયત્ન નથી કરી શકતો. આ આદત ધીમે-ધીમે તેની ભાષા વિકાસમાં અડચણ નાખે છે. ડોકટરો જણાવે છે કે છેલ્લા દોઢથી બે વર્ષોમાં અખઞના એજન મેડિકલ કોલેજમાં આવા 5 થી 6 વર્ષ સુધીના બાળકોની સંખ્યા ઘણી વધી છે, જે યોગ્ય રીતે નથી બોલી શકતા. તેમનું ઉચ્ચારણ પણ યોગ્ય નથી થઈ રહ્યું અને અમુક બાળકો તો બોલવા ઇચ્છતા હોય તો પણ નથી બોલી શકતા. જ્યારે આના પર ડોકટરોની ટીમે સ્ટડી કરી તો જાણવા મળ્યું કે જન્મ બાદથી જ બાળકોને મોબાઈલની લત આ સમસ્યાનું સૌથી મોટું કારણ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોબાઇલના વળગણના કારણે બાળકોનો શારિરીક અને માનસિક વિકાસ રૂધાંતો હોવાનુ તેમજ બાળકોમાં ચીડીયા પણુ વધી જતુ હોવાનુ પણ અગાઉ સંશોધનોમાં બહાર આવેલ છે અને તેના કારણે વિશ્ર્વના ઓસ્ટ્રેલિયા સહિતના દેશોએ 14 વર્ષથી નાના બાળકોને મોબાઇલ વાપરવા ઉપર પ્રતિબંધ લાદયો છે. ગુજરાત સરકાર દ્વારા પણ બાળકોના શાળાઓમાં મોબાઇલ લઇ જવા ઉપર નિયંત્રણો લાવવામાં આવી રહ્યા છે. મોબાઇલની આડઅસરથી બાળકોને બચાવવા સહિયારા પ્રયત્નો જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *