ગોંડલ-ધોરાજી અને કેશોદ સહિત 25 પાલિકાના ચીફ ઓફિસરની બદલી કરાઇ

ગુજરાતના શહેરી વહીવટી તંત્રમાં સરકારે મોટો વહીવટી ફેરફાર કર્યો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે 25 ચીફ ઓફિસરોની બદલીના આદેશ આપ્યા હતા. 24…

ગુજરાતના શહેરી વહીવટી તંત્રમાં સરકારે મોટો વહીવટી ફેરફાર કર્યો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે 25 ચીફ ઓફિસરોની બદલીના આદેશ આપ્યા હતા. 24 ઓગસ્ટે મંજૂર કરાયેલા આ હુકમથી અનેક નગરપાલિકાઓ ઉપરાંત સુરત, અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનર કક્ષાના અધિકારીઓની જવાબદારીમાં પણ ફેરફાર થયો છે. તમામ બદલી અને નિમણૂકોનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સરકારના આદેશ અનુસાર સુરેન્દ્ર નગર મનપાના ડેપ્યુટી કમિશનર રવિકાંત પટેલની માણસા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે વેરાવળ-પાટણ નગરપાલિકાના પારસ મકવાણાને સુરેન્દ્રનગર મનપામાં બદલી કરવામાં આવી છે. કૈલાશ બારેજાની બારેજા અને અશ્વિન વ્યાસની વેરાવળ નગરપાલિકામાં નિમણૂક કરવામાં આવી છે. જયેશ પટેલની ચોટીલા, જયકિશન તડવીની ખંભાત પાલિકા ખાતે બદલી કરાઈ હતી.

તેજલ મુંધવાની દહેગામ અને ભદ્રેશ પટેલની ધ્રાંગધ્રા નગરપાલિકામાં બદલી કરવામાં આવી છે. જ્યારે સંદિપસિંહ ઝાલાની રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. બ્રિજરાજસિંહ વાળાની ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. જયમલ મોઢવાડિયાની જામજોધપુર નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે નિયુક્તિ કરાઈ છે. મુકેશ વાઘેલાને ધોરાજી અને ભાવિન કાંધાણીને કેશોદ નગરપાલિકાના નવા ચીફ ઓફિસર બનાવવામાં આવ્યા છે. જ્યારે જીજ્ઞેશ બારોટ હારીજ અને મનોજ સોલંકી મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર બન્યા છે.

ચીફ ઓફિસરોની બદલી સાથે રાજ્યના ચાર ઝોનમાં પ્રાદેશિક કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીની જવાબદારીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. કેશવ કોલડીયાની અંકલેશ્વરથી બદલી કરીને પ્રાદેશિક કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી, સુરત ઝોન તરીકે નિમણૂક કરવામાં આવી છે. નીતિન બોડાતને કલોલથી અમદાવાદ ઝોનના પ્રાદેશિક કમિશનર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. સતીશ પટેલની માણસાથી ગાંધીનગર ઝોનના પ્રાદેશિક કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડમાંથી રૂૂપલ ખેતીયાને રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકારી હુકમ મુજબ માંડવી-બારોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે વર્ગ-2ના વૈભવ વ્યાસને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેઓ પોતાની હાલની કામગીરીની સાથે માંડવી-બારોઈ નગરપાલિકાની જવાબદારી પણ સંભાળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *