મુખ્યમંત્રીની અમેરિકા મુલાકાત: AI અને સેમિકોન્ડક્ટર ક્ષેત્રે નવી ભાગીદારીની શોધ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમેરિકા પહોંચેલા પ્રતિનિધિમંડળે સેન ફ્રાન્સિસ્કોમાં ત્રીજા દિવસે ગૂગલ, માઇક્રોન, પર્પ્લેક્સિટી એઆઇ અને TiE સહિત મોટી ટેક કંપનીઓ અને ઉદ્યોગ જૂથો…

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમેરિકા પહોંચેલા પ્રતિનિધિમંડળે સેન ફ્રાન્સિસ્કોમાં ત્રીજા દિવસે ગૂગલ, માઇક્રોન, પર્પ્લેક્સિટી એઆઇ અને TiE સહિત મોટી ટેક કંપનીઓ અને ઉદ્યોગ જૂથો સાથે મહત્વની બેઠકો યોજી.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 પહેલાં રોકાણ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી મજબૂત કરવાના ઉદ્દેશ્યથી આ મુલાકાતો યોજાઈ હતી.

પ્રતિનિધિમંડળે સેન ફ્રાન્સિસ્કોની મુલાકાત પૂર્ણ કરીને વોશિંગ્ટન ડીસી માટે રવાના થયું છે. આ બેઠકોમાં કૃત્રિમ બુદ્ધિ (AI), સેમિકોન્ડક્ટર, યુવા સ્કિલિંગ અને ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નવી ભાગીદારીના વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી. મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ એમ.કે. દાસ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકોમાં હાજર રહ્યા હતા.

ગૂગલ સાથે બેઠક
ગૂગલમાં વાઇસ પ્રેસિડેન્ટ ચંદુ થોટા સાથે મુલાકાત દરમિયાન યુવા સ્કિલિંગ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે એઆઈ તાલીમ તથા પાક, માટી અને આબોહવાના ડેટાના આધારે કૃષિ ક્ષેત્રે AI ના ઉપયોગ અંગે રસ વ્યક્ત કરવામાં આવ્યો. ગૂગલ વર્કસ્પેસ સોવરેન AI અને ડેટા સિક્યોરિટી અંગે પણ ચર્ચા થઈ.

પર્પ્લેક્સિટી એઆઇ સાથે વાતચીત
પર્પ્લેક્સિટી એઆઈના સીઈઓ અરવિંદ શ્રીનિવાસ સાથે વન-ઓન-વન મુલાકાતમાં ગુજરાતમાં એન્જિનિયરિંગ અને છઉ કેન્દ્રિત પર્પ્લેક્સિટીની હાજરી સ્થાપિત કરવા તથા ડેટા સેન્ટર અથવા હાઇબ્રિડ ડેવલપર વ્યવસ્થાના વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી.

માઇક્રોન સાથે મહત્વની મુલાકાત
માઇક્રોન ટેક્નોલોજીના ચેરમેન સંજય મહેત્રાએ સાણંદમાં કંપનીની યુનિટ માટે 20 એકર જમીન એક જ દિવસમાં મંજૂર કરવા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો. તેમણે રાજ્યની પ્રોએક્ટિવ અપ્રોચની પ્રશંસા કરી, જેના કારણે વહેલી વ્યાપારિક ઉત્પાદન શરૂૂ થઈ શકી. મુખ્યમંત્રીએ ફેબ્રુઆરી 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા માઇક્રોનની સાણંદ સેમિકોન્ડક્ટર યુનિટનું ઉદ્ઘાટન યાદ કરાવ્યું અને સાણંદ તથા ધોલેરાને મહત્વના હબ તરીકે ઉભરતા હોવાનું જણાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *