ગુજરાત
સદ્ભાવના વૃદ્ધાશ્રમના વડીલોને મળી ભોજન-પ્રસાદ લેતા મુખ્યમંત્રી
આશ્રમની કામગીરી અને વ્યવસ્થાની નિહાળી, ‘ગુજરાત મિરર’પરિવારના કમલનયન સોજીત્રાની વિશેષ ઉપસ્થિતિ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગઇકાલે સદ્ભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. ત્યારે આ વૃદ્ધાશ્રમના પ્રણેતા વિજય ડોબરીયા, સ્વામિ પરમાત્માનંદજી, ધારાસભ્યો-ટ્રસ્ટીઓ તેમજ ‘ગુજરાત મિરર’પરિવારના કમલનયનભાઇ સોજીત્રા વિગેરેએ મુખ્યમંત્રીનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતુ અને વૃદ્ધાશ્રમની સેવાકિય પ્રવૃતિઓ અંગે માહિતી આપી હતી.રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમોના શિલાન્યાસ-ખાતમુહૂર્ત-લોકાર્પણ પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી.
સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પથારીવશ માવતરોને આપવામાં આવતી સુવિધાઓ તથા અનન્ય સેવા બદલ મુખ્યમંત્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ તકે સંસ્થાના સંચાલક વિજયભાઈ ડોબરીયા તથા ટ્રસ્ટીઓએ પુષ્પગુચ્છ સાથે મુખ્યમંત્રીને આવકાર્યા હતા. સદભાવના વૃદ્ધાશ્રમ વતી સંસ્થાના સંરક્ષક અને માર્ગદર્શક ડો. પરમાત્માનંદ સરસ્વતીજીએ મુખ્યમંત્રીને આર્શીવચન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ આશ્રમની કામગીરી અને વ્યવસ્થા નિહાળી નિવાસી વૃદ્ધો સાથે મુલાકાત કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા. નિવાસી વડીલોએ મુખ્યમંત્રી સમક્ષ સદભાવના આશ્રમ ખાતે પારિવારિક વાતાવરણ અને હૂંફ સાથે તમામ સુવિધાઓ મળતી હોવાનો સંતોષ રાજીપા સાથે વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સદભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરીયા અને મિતલ ખેતાણી દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા કરવામાં આવતી કામગીરી તેમજ ભાવિ આયોજન અંગે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. સંસ્થાના ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીને મોમેન્ટો અને શાલ ભેટ કરી આવકાર્યા હતા. સંસ્થાના નિવાસી વડીલો પ્રત્યે સંવેદના દાખવતા મુખ્યમંત્રી તેઓના રૂૂમમાં જઈ મળ્યા હતા ત્યારબાદ સંસ્થાના ટ્રસ્ટીઓ, દાતાઓ અને કાર્યકર્તાઓ સાથે બપોરનું ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યું હતું.
આ મુલાકાત વેળાએ દાતા અને ગુજરાત મિરર પરિવારના કમલનયન સોજીત્રા, મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય સર્વે રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ અગ્રણીઓ સર્વે રાજુભાઈ ધ્રુવ, મિત્તલભાઈ ખેતાણી, જિલ્લા કલેકટર પ્રભવ જોશી, ડેપ્યુટી કલેકટર પ્રિયંક ગલચર સહિત સંબધિત વિભાગનાં અધિકારીઓ સદભાવના વૃદ્ધાશ્રમના અન્ય ટ્રસ્ટીઓ અને કર્મચારીગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ 650 જેટલા માવતરો નિવાસ કરી રહ્યા છે. જેમાં 200 જેટલા વડીલો સાવ પથારીવશ છે. હાલ સંસ્થા દ્વારા 30 એકર જગ્યામાં, 5000 નિ:સંતાન, નિરાધાર વડીલોને આજીવન સમાવી શકાય તેવું વિશ્વનું સૌથી મોટું 1400 રૂમયુક્ત નવું પરિસર રૂ.300 કરોડનાં માતબર ખર્ચે રામપર, જામનગર રોડ, રાજકોટ ખાતે બની રહ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષો વાવીને તેનો 04 વર્ષ સુધી ઉછેર કરવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો છે તેમજ સંસ્થા દ્વારા બળદ આશ્રમ, શ્વાન આશ્રમ તેમજ રાહત દરે મેડીકલ સ્ટોર, નિ:શુલ્ક પશુ દવાખાનું, પાંજરાપોળ, પડતર કિંમતની નર્સરી પણ ચલાવવામાં આવે છે.
ગુજરાત
શ્રીલંકામાં ટી-20 સુપર ક્રિકકેટ લીગની ટીમના અમદાવાદી માલિકની મેચ ફિક્સિગંમાં ધરપકડ
એક અહેવાલ અનુસાર, શ્રીલંકા પોલીસની એક એકમ દ્વારા લંકા ટી10 સુપર લીગ ટીમ ગાલે માર્વેલ્સના ભારતીય માલિક પ્રેમ ઠક્કરની મેચ ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ટૂર્નામેન્ટ શરૂૂ થયાના એક દિવસ પછી, ગુરુવારે ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી અને તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
શ્રીલંકા સ્પોર્ટ્સ પોલીસ યુનિટ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે એક વિદેશી ખેલાડીએ પ્રેમ ઠક્કર દ્વારા કરવામાં આવેલ ફિક્સિંગ અભિગમને ફ્લેગ કર્યો હતો. કેન્ડીની એક હોટલમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં લંકા ટી10 ટૂર્નામેન્ટ ચાલી રહી છે.એક વિદેશી ખેલાડીએ ઠક્કર દ્વારા બનાવવામાં આવેલ ફિક્સિંગ અભિગમને ફ્લેગ કર્યો હતો. આ વર્ષની શરૂૂઆતમાં એલપીએલની જેમ, આઈસીસી ભ્રષ્ટાચાર વિરોધી એકમના પ્રતિનિધિ પણ શ્રીલંકા ક્રિકેટની વિનંતી પર ટૂર્નામેન્ટની દેખરેખ માટે શ્રીલંકામાં છે.
લંકા ટી10 ટુર્નામેન્ટના નિર્દેશક સમન્થા ડોડનવેલાએ પુષ્ટિ કરી છે કે ટૂર્નામેન્ટ નિર્ધારિત મુજબ આગળ વધશે. આ વર્ષે શ્રીલંકામાં આ બીજી ફ્રેન્ચાઇઝી ટૂર્નામેન્ટ છે જેમાં દેશના રમત ભ્રષ્ટાચાર વિરોધી વટહુકમ હેઠળ ટીમના માલિકની ધરપકડ કરવામાં આવી છે. એલપીએલ(લંકા પ્રીમિયર લીગ) ફ્રેન્ચાઇઝી દામ્બુલા થંડર્સના સહ-માલિક તમીમ રહેમાનની મે મહિનામાં મેચ ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાત
E-kyc બાકી હોય તો પણ અનાજ ચાલુ રહેશે
31 ડિસેમ્બરે ઈ-કેવાયસીની મુદત પૂરી થશે તો પણ સરકારી યોજનાઓનો લાભ ચાલુ રાખવાની સરકારની જાહેરાત, અફવાઓથી દૂર રહેવા અપીલ
રાજ્યમાં રેશનકાર્ડ ધારકોનું ઈકેવાયસી કાર્ય હાલ પુરજોશમાં ચાલુ છે. રાજ્યના રાશનકાર્ડ ધારકોએ આગામી તા. 31 મી ડિસેમ્બર સુધીમાં ઈકેવાયસી કરાવી લેવાની ગાઈડ લાઈન જાહેર કરાયા બાદ અનાજનો જથ્થો મળસે કે કેમ તેથી મુંઝવણ વચ્ચે નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિભાગ દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરી જણાવ્યું છે કે, રાજ્યના જે રાશનકાર્ડ ધારકનું ઈકેવાયસી બાકી છે તેઓને તા. 31 ડિસેમ્બર 2024 બાદ પણ મળવાપાત્ર અનાજ યથાવત રહેશે તેમા કોઈ ઘટાડો નહીં થાય.
આજ રીતે સરકારની અન્ય યોજનાઓનો લાભ પણ તા. 31 ડિસેમ્બર 2024 બાદ મળતો રહેશે.
ઈકેવાયસી માટે બાકી રહેતા તમામ રેશનકાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરવા તથા બિન જરૂરી ગભરાટથી દૂર રહેવા અપાલી કરાઈ છે.
રેશનકાર્ડમાં ઈકેવાયસી માટે સરકારી કચેરીમાં જવાને બદલે ઘરબેઠા “Myration” મોબાઈલ એપ્લિકેશન સરળતાથી ઈકેવાયસી કરી શકાશે.
મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ઈકેવાયસી બાબતે સ્પષ્ટતા જાહેર કરતા રાજ્યના રાશન કાર્ડમાં ઈકેવાયસી કરાવવાનું બાકી રહી ગયેલા લોકો ગરીબ પરિવારોને હાશકારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકો માટે ઈકેવાયસીની મુદત તા. 31 ડિસેમ્બર 2024ની નિયત કરી છે. અને આ મુદત બાદ રેશનકાર્ડ ધારકોને રેશનીંગનું અનાજ કે, અન્ય સરકારી યોજનાઓના લાભ મળતા બંધ થઈ જશે તેવી અફવાના કારણે રેશનકાર્ડ ધારકો સરકારી કચેરીઓમાં ઈ-કેવાયસી માટે ભારે ધસારો કરી રહ્યા છે. જેથી કચેરીઓમાં પણ અંધાધુંધી સર્જાઈ રહી છે. અંતે રાજ્ય સરકારે 31 ડિસેમ્બર સુધીમાં ઈકેવાયસી નહીં કરાવનાર નાગરિકોને રેશનકાર્ડ ઉપર મળતી તમામ સુવિધાઓ અને લાભો ચાલુ રાખવાની જાહેરાત કરતા ઈકેવાયસી માટે હેરાન થતાં નાગરિકોમાંરાહતની લાગણી જન્મી છે.
ગુજરાત
ઈમ્પેક્ટ ફીનો કાલે છેલ્લો દિવસ, કુલ 970થી વધુ અરજી
ઓક્ટોબર 2022માં લાગુ થયેલ સ્કીમની મુદતમાં 16 જૂન 2024ના રોજ છ માસનો વધારો થયેલ જે કાલે પૂર્ણ થશે
ગેરકાયદેસર બાંધકામો રેગ્યુલરાઈઝ કરવા સૌથી વધુ ઓફલાઈન અરજીઓ આવી: કોમર્સિયલની અનેક અરજીઓ રદ કરાઈ
શહેરના ગેરકાયદેસર બાંધકામો રેગ્યુલરાઈઝ કરી આવક ઉભી કરવા માટે સરકારે ઓક્ટોબર 2022ના રોજ ઈમ્પેક્ટ ફી કાયદો અમલમાં મુક્યો હતો. જેની મુદતમાં સતત ચાર વખત વધારો કરવામાં આવ્યો છે.
ત્યારે હવે ઈમ્પેક્ટ ફીની મુદત આવતી કાલે પૂર્ણ થશે. ગેરકાયદેસર બાંધકામો રેગ્યુલરાઈઝ કરવા માટે અત્યાર સુધીમાંઓફલાઈન અને ઓનલાઈન અંદાજે 970થી વધુ અરજીઓ આવી હોવાનું જાણવા મળેલ છે. છતાં આજ અને કાલ ઓનલાઈન અરજી કરનારાઓની સંખ્યાનો ઉમેરો થશે તેમજ ત્રણેય ઝોનની અરજી જનરેટ કરવાની બાકી હોય સાચો આંકડો સોમવારના રોજ ફાઈનલ થશે તેમ ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.
શહેરમાં વધી રહેલા ગેરકાયદેસર બાંધકામો રોકવામાં તંત્ર ઉણુ ઉતર્યુ છે ત્યારે આ બાંધકામોમાંથી પૈસા બનાવવા માટે સરકારે 2022થી ઈમ્પેક્ટ ફી નિયમની અમલવારી શરૂ કરી છે. જેમાં સૌપ્રથમ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાનો નિયમ અમલમાં મુક્યો હતો. પરંતુ કોમર્શીયલ બાંધકામોમાં પાર્કિંગ મુદ્દે ઓનલાઈન અરજી કરતી વખતે અનેક સમસ્યાઓ આવતા અંતે સરકારે ઓફલાઈન અરજી સ્વીકારવાનુંચાલુ કર્યુ હતું. 2022માં શરૂ થયેલ યોજનામાં અવાર નવાર મુદત વધારો કરવામાં આવ્યો છે. સતત ચોથી વખત મુદત 16 જૂન 2024ના રોજ છ માસ માટે વધારવામાં આવેલ જે આવતી કાલે 15/12/2024ના રોજ પૂર્ણ થતી હોય સંભવત ફરી વખત મુદતમાં વધારો થાય તેમ લાગી રહ્યું છે. ઓનનલાઈન અને ઓફલાઈન સહિતની કોમર્શીયલ તેમજ રહેણાકના બાંધકામોની અંદાજે 970થી વધુ અરજીઓ આવ્યાનું જાણવા મળેલ છે. તેમજ મંજુર થયેલ અરજીનો આંકડો હાલ મળી શકેલ નથી.
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં બાંધકામ ગેરકાયદેસર હોવાનું ખુલવા પામ્યું છે. અને સાથો સાથ આ ગેમઝોનને ઈમ્પેક્ટ ફી હેઠળ આવરી લેવાના પ્રયાસો પણ થયા હતાં. અને આવતી કાલે મુદત પૂર્ણ થાય છે ત્યારે હવે વધારાનાું બાંધકામ કાયદેસર કરવા માટે ઈમ્પેક્ટ ફી યોજના હેઠળ મુકાતા ડોક્યુમેન્ટમાં ફાયર એનઓસી ફરજિયાત રજૂ કરવાનો નિયમ અમલમાં મુક્યો છે. આ મુદ્દે ફાયર વિભાગમાંથી પ્રાપ્ત વિગત મુજબ અત્યાર સુધી ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવા માટે ઈમ્પેક્ટ ફીની ફાઈલ ઓનલાઈન રજૂ કરવામા આવશે ત્યારે ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા વધારાના બાંધકામ અંતર્ગત તપાસ હાથ ધરી મંજુરી અપાતી હતી. છતાં અગાઉ થઈ ગયેલી અરજીઓ અંગે તપાસ કરવામાં આવશે.
મુદત વધવાની સંભાવના
સરકારે 2022માં શરૂ કરેલ ઈમ્પેક્ટ ફિ યોજના આવતી કાલે પૂર્ણ થનાર છે. આ યોજનાની ડિમાન્ડ વધતા સરકારે સતત ચાર વખત મુદતમાં વધારો કર્યો છે. છેલ્લે તા. 16 જૂન 2024થી છ માસ માટે મુદત વધારાઈ છે. આથી હજુ પણ શહેરમાં અનેક ગેરકાયદેસર બાંધકામો રેગ્યુલરાઈઝ કરવાના બાકી હોવાનું જાણવા મળેલ છે. જેના લીધે સરકાર દ્વારા ફરી વખત મુદત વધારવામાં આવેતેવું જાણકારો કહી રહ્યા છે.
સતત ચાર દિવસ કામગીરી ઠપ રહેતા દેકારો
ઈમ્પેક્ટ ફી કાયદાનો આવતી કાલે છેલ્લો દિવસ છે. છેલ્લે છેલ્લે ગેરકાયદેસર બાંધકામોની અરજી કરવા માટે ભારે ધરારો થયો હોવાનું જાણવા મળેલ છે. પરંતુ મુખ્યમત્રીના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાના કારણે વોર્ડ ઓફિસરો દ્વારા સહી કરવા સહિતની કામગીરી ન થતાં બે દિવસ લોકોને ધરમનો ધક્કો થયો હતો. જ્યારે શનિ અને રવિવારની પણ રજા હોય અરજદારો હવે નવી અરજી નહીં કરી શકે આથી અનેક ગેરયાદસેર બાંધકામો રેગ્યુલરાઈઝ કરવાની અરજી કરવા માટે અરજદારોએ તૈયાર કરેલ જેના ઉપર પાણી ફરી વળતા દેકારોબોલી ગયો છે.
-
કચ્છ1 day ago
ભરૂચના ઝઘડિયાની GIDCમાં બ્રિટાનિયા કંપનીમાં વિકરાળ આગ
-
ગુજરાત1 day ago
ભૂમાફિયા બેફામ, 19 એકર સરકારી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી નાખ્યા
-
ગુજરાત1 day ago
મુખ્યમંત્રીના હસ્તે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ
-
રાષ્ટ્રીય1 day ago
સેન્સેક્સમાં 1207 પોઇન્ટના ઘટાડા બાદ 2036 આંકની તુફાની તેજી
-
ગુજરાત1 day ago
રેલવે યુનિયનની ચૂંટણીમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનનો દબદબો
-
ક્રાઇમ1 day ago
હાઇપ્રોફાઇલ જુગાર કાંડમાં PI- કોન્સ્ટેબલે રોકડા 51 લાખ પડાવ્યાનો ધડાકો
-
ગુજરાત1 day ago
રાજકોટ શહેરમાં ભાજપ અને આપના 60થી વધારેે કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
-
આંતરરાષ્ટ્રીય8 hours ago
OpenAIની પોલ ખોલનારા સુચિર બાલાજીનો મૃતદેહ ફ્લેટમાંથી મળ્યો: આત્મહત્યાની આશંકા