મુખ્યમંત્રીએ વસતીગણતરીની સ્વગણતરીનો પ્રારંભ કરાવ્યો

2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂૂ કરાયેલી સ્વ-ગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના 2027 અન્વયે આજથી શરૂૂ…

2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂૂ કરાયેલી સ્વ-ગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના 2027 અન્વયે આજથી શરૂૂ થયેલી સ્વ ગણતરી નો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. તા.31-05-2026 સુધીના નિર્ધારિત 15 દિવસમાં લોકો પોતાની જરૂૂરી વિગતો જાતે ઓનલાઇન ભરીને આ પ્રક્રિયામાં સહભાગી થઈ શકશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને સ્વ-વસ્તી ગણતરીની ઔપચારિક શરૂૂઆત કરાવી હતી. તેમણે રાજ્યના નાગરિકોને પણ આ રાષ્ટ્રીય સ્તરે મહત્વની કવાયતમાં સક્રિયપણે ભાગ લઈને સશક્ત, સમાવિષ્ટ અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા પણ અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ વખતે વસ્તી ગણતરી-2027 સંપૂર્ણપણે ડિજિટલ મોડથી પોર્ટલ અને મોબાઇલ આધારિત કરવામાં આવી રહી છે. સ્વ-ગણતરીની આ પહેલ નાગરિકોને સરળ, સુરક્ષિત અને અનુકૂળ ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે તેના થકી નાગરિકો ગમે ત્યાંથી પોતાની માહિતી ઓનલાઇન સબમિટ કરી શકે છે. નાગરિકો વિિંાંત://તય.ભયક્ષતીત.લજ્ઞદ.શક્ષ/ પરથી જરૂૂરી માર્ગ દર્શન દ્વારા તેમની સ્વ-ગણતરી પૂર્ણ કરી શકે છે તેમજ સક્રિય નાગરિક ભાગીદારીથી પોતાની વિગતો ઓનલાઈન ભરીને સમયસર અને સચોટ માહિતી પણ આપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *