જીઆઇડીસીના પ્લોટ ઉપર પંચાયતનો દાવો કરી બાંધકામ તોડી નાખ્યું, 50 લાખ માગી 30 લાખમાં સમાધાન કર્યું
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છાપી ગ્રામ પંચાયતના સરપંચના પતિ મુકેશ ચૌધરી અને બોર ઓપરેટર પ્રવીણ ઠાકોરે ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (ૠઈંઉઈ) પ્લોટ કેસમાં હાઈકોર્ટની પિટિશન પાછી ખેંચવા માટે 50 લાખની લાંચની માંગણી કરી રૂા.15લાખની લાંચ લેતા ઝડપાઇ જતા ભારે ચકચાર જાગી છે.
આ કેસની વિગત મુજબ છાપી જી.આઇ.ડી.સી માં વર્ષ 2019 માં જાહેર હરાજી દ્વારા ટી.ડી.ઓ સાહેબ દ્વારા કુલ 27 પ્લોટ આપેલા હતા , તે પૈકી એક પ્લોટ ફરીયાદીએ ખરીદ્યો હતો.પાછળ થી આ હરાજી બાબતે અરજીઓ થતાં ડી.ડી.ઓ બનાસકાંઠા દ્વારા હરાજી રદ કરતો હુકમ કર્યો હતો. જેને કારણે, પ્લોટ ઘારકો એ વિકાસ કમિશ્નર ગાંઘીનગર રીવીઝન અરજી કરતાં વિકાસ કમિશ્નર તરફથી ડીડીઓનો હુકમ રદ કરી પ્લોટ ઘારકો ની તરફેણ માં હુકમ કરેલ હતો .
તયાર બાદ , વિકાસ કમિશ્નર નાં ઉપરોક્ત હુકમની વિરુદ્ધમાં પંચાયત તરફથી હાઈકોર્ટ માં રીટ પીટીશન દાખલ કરી મનાઇ હુકમ માંગવામાં આવ્યો પરંતુ હાઈકોર્ટ તરફથી મનાઇ હુકમ કે કોઇ વચગાળાનો હુકમ કરેલ નહી હોવા છતાં , પંચાયત દ્વારા ફરીયાદીએ પોતાના પ્લોટ માં કરેલ બાંધકામ તોડી નાંખ્યું હતું.
ઉપરાંત તમામ પ્લોટ નો કબજો લઇ ને પંચાયત ની માલીકી નાં હોવાનું બોર્ડ મારી દીધેલ હતું .
પંચાયતમાં સરપંચ તરીકે તમામ વહીવટ તેમના પતી મુકેશ કામરાજભાઈ ચૌધરી સંભાળતાં હોઇ ફરીયાદીએ સરપંચનાં પતી મુકેશ ભાઇ નો સંપર્ક કરી હાઈકોર્ટ માં કરેલ રીટ પીટીશન પરત ખેંચવા અને પોતાના તથા અન્ય પ્લોટ ઘારકોને પ્લોટની માલીકી પરત આપવા વિનંતી કરતાં સરપંચનાં પતી મુકેશ ચૌધરીએ રૂૂ.50,00,000/- ની લાંચ ની માંગણી કરેલ , અને રકઝક માં અંતે 35,00,000/- આપવા નું નક્કી થયેલ હતું , અને તે પૈકી રૂૂ.15,00,000/- આજ રોજ આપવા નો વાયદો કરેલ હતો.
પરંતુ ફરીયાદી લાંચનાં નાણાં આપવા માંગતા ના હોઇ એસીબી નો સંપર્ક કરી ફરીયાદ નોંધાવી હતી. , જેમાં લાંચનાં છટકા દરમ્યાન બન્ને આરોપી બનાસકાંઠાના છાપી ગ્રામ પંચાયતના સરપંચના પતિ મુકેશ ચૌધરી અને બોર ઓપરેટર પ્રવિણ નારાયણજી ઠાકોર સાથે ફરીયાદી ની છાપી સ્થિત સુકનવિલા સાઈટની ઓફીસે લાંચનાં નાણાં લેવા આવેલ , અને તે પૈકી પ્રવિણ ઠાકોર પૈસા લેતા રંગે હાથ પકડાયેલ છે અને મુકેશ ચૌધરીનેને ફરીયાદી ની ઓફીસ ની બહાર તેમની ગાડી માથી ઝડપી લેવામાં આવ્યો હતો.