મોટી પાનેલીના ચંદુભાઈ જાદવ ઉપલેટા તાલુકા પંચાયતમાં કિંગ મેકરની ભૂમિકામાં

ઉપલેટા તાલુકાના મોટી પાનેલી એ તાલુકામાં આમ આદમી પાર્ટી ની ઈજ્જત બચાવી હોય એમ પાનેલી ની બે નંબર ની સીટમાં ખુબજ પાતળી સરસાઈ સાથે પાનેલીના…

ઉપલેટા તાલુકાના મોટી પાનેલી એ તાલુકામાં આમ આદમી પાર્ટી ની ઈજ્જત બચાવી હોય એમ પાનેલી ની બે નંબર ની સીટમાં ખુબજ પાતળી સરસાઈ સાથે પાનેલીના સરપંચ શારદાબેન ના પતિ ચંદુભાઈ જાદવનો ભવ્ય વિજય થયો છે મોટી પાનેલી બે નંબર સીટ માં ત્રિપાંખિયા જંગમાં ભાજપ કોંગ્રેસ અને આપ ના ત્રણેય ઉમેદવારો સાથે પાર્ટીના કાર્યકર્તા ઓ એ ભારે મહેનત કરી હતી જેના પરિણામ સ્વરૂૂપે જનતાએ આમ આદમી પાર્ટીના ચંદુભાઈ જાદવને પાતળી સરસાઈ સાથે વિજય નો તાજ પહેરવ્યો છે આ સાથે ઉપલેટા તાલુકા પંચાયત માં ભાજપ ની નવ સીટ કોંગ્રેસ ની આઠ સીટ આવતા આપ પાર્ટીના એકમાત્ર વિજેતા મોટી પાનેલીના ચંદુભાઈ જાદવ કિંગમેકર ની ભૂમિકામાં પોતાનો રોલ ભજવશે ચંદુભાઈ ની જીત બદલ આપ ના મુન્નાભાઈ પરમાર બાલાભાઈ ઓઢવિયા મહેન્દ્રભાઈ ભાલોડીયા સહિતના કાર્યકર્તા ઓ એ અભિનંદન આપી ચંદુભાઈ ના વિજય ને વધાવી ફટાકડા ફોડી લોકોના મોં મીઠાં કરાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *