ચંદ્રનાથ રથની હત્યા પૂર્વયોજિત કાવતરું, બંગાળમાંથી ગુંડાઓનો સફાયો કરશું: શુભેન્દુ

તૃણમૂલ કોંગ્રેસ દ્વારા પણ CBI તપાસની માગણી પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યા બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. શુભેન્દુ અધિકારીએ…

તૃણમૂલ કોંગ્રેસ દ્વારા પણ CBI તપાસની માગણી

પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યા બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. શુભેન્દુ અધિકારીએ આજે (7 મે 2026) આ ઘટનાને હચમચામી દેનારી ગણાવી અને કહ્યું કે આ હત્યા અગાઉથી પૂરા પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે હુમલાખોરોએ ઘણા દિવસો સુધી રેકી કર્યા બાદ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેમણે કહ્યું કે અમે અહીંના ગુંડાઓનો સફાયો કરી દઈશું.

ઘટના બાદ મીડિયા સાથે વાત કરતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે તેમના સહયોગી ચંદ્રનાથ રથની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે અને તેની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી છે. તેમણે લોકોને કાયદો હાથમાં ન લેવાની અપીલ પણ કરી હતી. અધિકારીએ જણાવ્યું કે રાજ્યના ઉૠઙએ તેમને ભરોસો આપ્યો છે કે પોલીસ આ મામલાની સંપૂર્ણ તપાસ કરશે.

શુભેન્દુ અધિકારીએ કહ્યું કે માત્ર ચંદ્રનાથ રથ જ નહીં, પરંતુ ભાજપના એક કાર્યકરને બશીરહાટમાં ગોળી મારવામાં આવી અને બીજા કાર્યકરને બારાનગરમાં ચપ્પુ મારવામાં આવ્યું. તેમણે આરોપ લગાવ્યો કે આ હુમલો સંપૂર્ણપણે અગાઉથી વિચારેલી વ્યૂહનીતિનો ભાગ હતો. 2 થી 3 દિવસ સુધી રેકી કરવામાં આવી હતી અને ત્યારબાદ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ ઘટનાની જાણકારી ભારતીય જનતા પાર્ટીને આપી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે પણ મૃતકના પરિવાર અને પોલીસ અધિકારી સાથે વાત કરી છે. ભાજપના અનેક ધારાસભ્યો અને નેતાઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. શુભેન્દુ અધિકારીએ તૃણમૂલ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આ 15 વર્ષના ’મહા જંગલરાજ’નું પરિણામ છે. ભાજપ હવે રાજ્યમાં ગુંડાગીરી ખતમ કરવાનું કામ કરશે.

દરમિયાન તૃણમૂલ કોંગ્રેસે પણ આ હત્યાની નિંદા કરી છે અને કોર્ટની દેખરેખ હેઠળ CBI તપાસની માંગ કરી છે. પાર્ટીએ પોતાના નિવેદનમાં કહ્યું કે લોકશાહીમાં હિંસા અને રાજકીય હત્યાનું કોઈ સ્થાન નથી. TMCએ દાવો કર્યો કે ચૂંટણી પછી થયેલી હિંસામાં તેમના પણ અનેક કાર્યકરોની હત્યા થઈ છે. પશ્ચિમ બંગાળના DGP સિદ્ધ નાથ ગુપ્તાએ જણાવ્યું કે પોલીસે મામલાની તપાસ શરૂૂ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *