ભાજપનો વિકાસ છલોછલના જવાબમાં કોંગ્રેસનો છલોછલ કવિતા દ્વારા જવાબ
ગુજરાત વિધાનસભા ગૃહમા ભાજપ-કોંગ્રેસ સામ સામે છલોછલને ટેગલાઈન સાથે કવિતાઓના માધ્યમથી સામસામે આક્ષેપબાજી કરાઈ હતી.
ગઈકાલે ગૃહમાં મંત્રી બળવંતસિંહે ગુજરાતમાં વિકાસ છલોછલના નામે કવિતાઓ કરી હતી. ગુજરાત સરકારના મંત્રી બળવંતસિંહે કહ્યું હતું કે, ગુજરાતમાં વિકાસ, પ્રગતિ છલોછલ. તો આજે કોંગ્રેસ નેતા કિરીટ પટેલે છલોછલની કવિતાઓ દ્વારા સરકાર પર પ્રહાર કર્યા હતા.
કિરીટ પટેલની કવિતાના કેટલાક શબ્દો…
જીએસટી, CSTથી તિજોરી છલોછલ
વેપારીઓ ભરે કમરતોડ ટેક્સ છલોછલ
હવે જંત્રીથી પણ થશે છલોછલ
તો પણ બજેટ મૂડી કરતા દેવાથી છે છલોછલ
ભરતી માટે અરજીઓ છલોછલ
પીજી અને યુજી બેકારો પણ છલોછલ
તો પણ સાહેબ કરે છે કે રોજગારી છે છલોછલ
ગૌચરોની જમીન દબાણો છે છલોછલ
ગરાબોના દબાણો થયા છે છલોલથલ
તો પણ સાહેબ કહે છે સબસીડી છે છલોછલ
બલવંતસિંહ રાજપૂતના પ્રવચનના શબ્દો…
– ગુજરાતમાં પાણી છલોછલ,
– પાક છલોછલ,
– વીજળી છલોછલ,
– ઉદ્યોગો છલોછલ,
– તિજોરી છલોછલ,
– નાગરિક સુવિધા છલોછલ,
– છલોછલ સરકારની છલોછલ કામગીરી