પ્રોપેન ગેસના સતત ભાવ વધારા સામે સિરામિક ઉદ્યોગોનું એલાન એ જંગ, ઈંઘઈકનો બહિષ્કાર

આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રોપેન અને એલપીજી ગેસના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હોવા છતાં, સ્થાનિક સપ્લાયર કંપનીઓ દ્વારા ભાવ ઘટાડવામાં ન આવતા મોરબીના સિરામિક ઉદ્યોગકારોમાં ભારે નારાજગી…

આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રોપેન અને એલપીજી ગેસના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હોવા છતાં, સ્થાનિક સપ્લાયર કંપનીઓ દ્વારા ભાવ ઘટાડવામાં ન આવતા મોરબીના સિરામિક ઉદ્યોગકારોમાં ભારે નારાજગી વ્યાપી છે. સિરામિક એસોસિએશનની ગેસ કમિટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઇ IOCL કંપનીનું લોડિંગ તાત્કાલિક અસરથી અટકાવી દેવા નક્કી કરવામાં આવ્યુ છે.

મોરબી સિરામિક એસોશિએસનની ગેસ કમિટીએ તમામ મેમ્બરોને એક મહત્વના સંદેશમાં જણાવવામાં આવ્યું છે કે, અગાઉ પણ તમામ સભ્યોના સાથ અને સહકારથી પ્રોપેન ગેસના ભાવમાં ઘટાડો લાવવામાં સારી સફળતા મળી હતી. કમિટીના તાજેતરના અભ્યાસ મુજબ, હાલ ઈન્ટરનેશનલ માર્કેટમાં પ્રોપેન અને એલપીજીના ભાવ ઘણા નીચા આવ્યા છે, તેમ છતાં સપ્લાયર કંપનીઓ ભાવ ઘટાડામાં સહમત થતી નથી.
આથી, કંપનીઓ પર દબાણ લાવવા માટે કમિટીએ સભ્યોને IOCL માંથી ગેસનું લોડિંગ બંધ કરી અન્ય કંપનીઓમાંથી લોડિંગ કરવાની સૂચના આપી છે.

કમિટીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જો તમામ સભ્યો એકજૂથ થઈને સહકાર આપશે અને આ એક કંપનીનું લોડિંગ બંધ કરશે, તો જ ભાવમાં તાત્કાલિક ઘટાડો આવી શકશે. અત્યંત આવશ્યક સંજોગો સિવાય ઈંઘઈકનું લોડિંગ ન કરવા કમિટી દ્વારા ખાસ અનુરોધ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, નેચરલ ગેસની તુલનાએ પ્રોપેન સસ્તો પડતો હોવાથી સિરામિક ઉદ્યોગકારો દ્વારા કરોડોના ખર્ચે પ્રોપેન પ્લાન્ટ ફિટ કરવામાં આવ્યા છે ત્યારે હાલમાં પ્રોપેન ડિલરોની સિન્ડિકેટને કારણે સિરામિક ઉદ્યોગને 100 રૂૂપિયાથી પણ ઉંચા ભાવે પ્રોપેન વેચાણ કરવામાં આવી રહ્યો હોય કંપની સામે જંગ છેડતા હવે પ્રોપેન ડીલરો કેવો રૂૂખ અપનાવે છે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *