ગરવું-ગુણવતું-ગ્રીન-ગ્લોબલ-ગતિશીલ ગુજરાત વિકાસના પથ પર સડસડાટ દોડી રહ્યુું છે; આ રહ્યું વર્ષ 2024ના મહત્ત્વના પ્રોજેક્ટસનું સરવૈયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે વર્ષ 2024માં ગુજરાત રાજય માટે અનેક યોજના-સહાય-પ્રોજેકટ જાહેર કર્યા હતા જેની યાદી અહીં રજૂ કરાઇ છે.
વડોદરામાં C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ થયું કાર્યરત.
રૂૂપિયા 1238 કરોડના ખર્ચે તૈયાર થનાર નેશનલ મેરીટાઇમ હેરીટેજ કોમ્પલેક્ષ અને લાઇટ હાઉસ મ્યુઝિયમના નિર્માણને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી.
કેન્દ્રીય કેબિનેટે સાણંદમાં કેયન્સ સેમિકોનના રૂૂપિયા 3300 કરોડના ખર્ચે નિર્માણ થનાર પ્લાન્ટને મંજૂરી આપી, જેની ક્ષમતા રોજની 60 લાખ ચીપ્સ ઉત્પાદનની હશે.
ધોલેરા-ભીમનાથ 23.33 કિલોમીટર નવી બ્રોડગેજ રેલવે લાઇન પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારે રૂૂપિયા 66 કરોડની ફાળવણી કરી. જેના કારણે ધોલેરાને સીધી રેલવે કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.
રાજ્યમાં 500 મેગાવોટના ઓફશોર વિન્ડ એનર્જી પાર્ક પ્રોજેક્ટની સ્થાપના માટેની વાયેબિલિટી ગેપ ફંડીંગ યોજનાને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી.
ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને પાવરચીપ સેમિક્ધડક્ટર મેન્યુફેચરીંગ કોર્પોરેશનના 911 હજાર કરોડના રોકાણ સાથેની સેમિક્ધડક્ટર ફેબ્રિકેશન યુનિટ, તેમજ સાણંદમાં સી. જી. પાવર, રેનેસાસ ઇલેકટ્રોનિક કોર્પોરેશન અને સ્ટાર્સ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સના સંયુક્ત ઉપક્રમે 7600 કરોડના રોકાણના સેમિક્ધડક્ટર ATMP ફેબ્રિકેશન યુનિટને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી.
રૂૂપિયા 9 હજાર કરોડના ખર્ચે તૈયાર થનાર મુંદ્રા પાણીપત પાઇપ લાઇનનનો શિલાન્યાસ વડાપ્રધાનશ્રીના હસ્તે થયો.
અમદાવાદ-ગાંધીનગર મેટ્રો કાર્યરત. આગળના ફેઝનું કામ પૂરગતિમાં કાર્યરત.
દેશનો સૌપ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાતમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. ગુજરાતનું અમદાવાદ તથા મહારાષ્ટ્રનું મુંબઈ, એવા પહેલા શહેરો હશે, જે ઝડપી ગતિની આ બુલેટ ટ્રેનના પ્રત્યક્ષ સાક્ષી બનશે.
રાજકોટ અને સુરત ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ થયાં કાર્યરત સાથે જ ઉડાન યોજના હેઠળ ભાવનગર, જામનગર, કંડલા, કેશોદ, મુંદ્રા અને પોરબંદર એરપોર્ટને કનેક્ટિવિટી મળી.
જામનગર બઠીંડા (ભટીંડા) 1316 કિલોમીટરના હાઇવેનું નિર્માણ જે બઠીંડા, બાડમેર અને જામનગર ત્રણ મોટી રિફાઇનરીઓને જોડે છે.
દ્વારકાથી બેટ દ્વારકા સુધી રૂા. 979 કરોડના ખર્ચે સુદર્શન સેતુનું નિર્માણ કરવામાં આવ્યું છે. 2.3 કિમી લાંબા આ બ્રિજની સાથે-સાથે 2. 5 કિમીના એપ્રોચ રોડ તથા પાર્કિંગની સુવિધા પણ વિકસિત કરવામાં આવી છે. તેના કારણે હવે દ્વારકાથી બેટ દ્વારકા સરળતાથી પહોંચી શકાશે.
રૂા. 1195 કરોડના ખર્ચે નિર્માણ થયેલ રાજકોટ AIIMSનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
રૂા. 1200 કરોડના ખર્ચે સાબરમતી ગાંધી આશ્રમનો પુન:વિકાસ.
વર્ષ 2024ના રાજ્ય સરકારના મહત્ત્વના સકારાત્મક કાર્યો