કેન્દ્ર સરકારના કર્મચારીઓના કોન્ફેડરેશનની સૌથી મોટી માંગ 8મા પગાર પંચ સાથે જોડાયેલી છે. સંગઠન ઈચ્છે છે કે, સરકાર 8મા પગાર પંચના ’ટર્મ્સ ઓફ રેફરન્સ’ (ToR) માં કર્મચારીઓ અને સ્ટાફ સાઇડ (NC-JCM)ના સૂચનોને સામેલ કરે. આ સાથે જ કર્મચારીઓ અને પેન્શનરોને 1 જાન્યુઆરી 2026થી 20% વચગાળાની રાહત આપવાની માંગ કરવામાં આવી છે, જેથી પગાર પંચની ભલામણો લાગુ ન થાય ત્યાં સુધી રાહત મળી શકે. સંગઠને એવી પણ માંગ કરી છે કે, 50% મોંઘવારી ભથ્થા (DA/DR)ને બેસિક પગાર અને પેન્શનમાં મર્જ કરવામાં આવે. નોંધનીય છે કે, 8મું પગાર પંચ નવેમ્બર 2025માં બન્યું હતું અને તેને રિપોર્ટ આપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
કોન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્ન્મેન્ટ એમ્પ્લોઇઝ એન્ડ વર્કર્સ દ્વારા આજે આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. પેન્શન સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ CCGEWએ સરકારને ઘેરવામાં આવી છે. સંગઠને ગઙજ અને યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ને સંપૂર્ણપણે નાબૂદ કરી ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS)ને તમામ કેન્દ્રીય કર્મચારીઓ માટે ફરી શરૂૂ કરવાની માંગ કરી છે. આ સાથે જ પેન્શનરો વચ્ચે રિટાયરમેન્ટની તારીખ અથવા પગાર પંચના આધારે કરવામાં આવતા કોઈપણ ભેદભાવને ખતમ કરવાની વાત કહી છે. કોવિડ કાળ દરમિયાન રોકવામાં આવેલ 18 મહિનાનું DA/DR એરિયર તાત્કાલિક જાહેર કરવું અને પેન્શનની કમ્યુટેડ રકમ 15 વર્ષને બદલે 11 વર્ષમાં પુન:સ્થાપિત કરવાની માંગ પણ સામેલ છે. કોન્ફેડરેશનના મહાસચીવ એસ.બી. યાદવે તા.12 ફેબ્રુ.એ રાષ્ટ્રીય હડતાલનું એલાન આપ્યું છે.
આ ઉપરાંત CCGEWએ રોજગાર અને શ્રમ સાથે જોડાયેલા અનેક મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા છે. સંગઠને ચારેય લેબર કોડ રદ કરવા, સરકારી વિભાગોમાં આઉટસોર્સિંગ અને કોર્પોરેટાઇઝેશન અટકાવવા, તમામ ખાલી જગ્યાઓ ભરવા અને કોન્ટ્રાક્ટ, કેઝ્યુઅલ તથા GDS કર્મચારીઓને નિયમિત કરવાની માંગ કરી છે.
મુખ્ય માંગણીઓમાં લઘુત્તમ પેન્શન 9,000 રૂૂપિયા પ્રતિ માસ, ’સમાન કામ-સમાન વેતન’, બોનસ અને ગ્રેચ્યુઈટીની મર્યાદા હટાવવી તેમજ અસંગઠિત શ્રમિકોને ઊજઈં અને સામાજિક સુરક્ષા આપવા જેવા મુદ્દાઓ પણ સામેલ છે. CCGEWનું કહેવું છે કે, જો સરકાર હજુ પણ કર્મચારીઓની વાત નહીં માને, તો આંદોલનને વધુ તેજ કરવામાં આવશે. કેન્દ્રીય કોન્ફેડરેશન સાથે જોડાયેલા તમામ સંગઠનો પણ તા.12મી ફેબ્રુ.ની હડતાળમાં જોડાશે એમ સચીવે કહ્યું હતું.
