ગુજરાતમાં 20 એપ્રિલથી વસતી ગણતરીનો પ્રારંભ

19 મે સુધીમાં હાઉસ લિસ્ટિંગ ઓપરેશન થશે, જિલ્લા, તાલુકા, મહાનગરપાલિકાઓને સાધનો-બજેટની ફાળવણી દેશભરમાં યોજાનારી વસતિ ગણતરી 2027 માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે.…

19 મે સુધીમાં હાઉસ લિસ્ટિંગ ઓપરેશન થશે, જિલ્લા, તાલુકા, મહાનગરપાલિકાઓને સાધનો-બજેટની ફાળવણી

દેશભરમાં યોજાનારી વસતિ ગણતરી 2027 માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, 1 એપ્રિલ 2026થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન સમગ્ર દેશમાં હાઉસલિસ્ટિંગ કામગીરી હાથ ધરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં આ પ્રક્રિયા માટે વિશેષ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. રાજ્યમાં 20 એપ્રિલ 2026થી 19 મે 2026 સુધી હાઉસ લિસ્ટિંગ ઓપરેશન હાથ ધરાશે. આ દરમિયાન દરેક મકાન, રહેણાંક એકમ અને ઘરેલુ માહિતી એકત્રિત કરવામાં આવશે.

હાઉસ ટુ હાઉસ ગણતરી શરૂૂ થાય તે પહેલાં 15 દિવસ માટે સ્વ-ગણતરી પણ કરાશે. આ પ્રક્રિયા દ્વારા નાગરિકોને પોતાની માહિતી જાતે જ નોંધાવવાની તક મળશે. આ અંગેની સૂચના ગુજરાત સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગ (પ્લાનિંગ) દ્વારા ગુજરાત ગવર્નમેન્ટ ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. વસતિ ગણતરીને લઈને વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂૂ કરી દીધી છે અને આગામી સમયમાં અધિકારીઓ તથા કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે.

વસ્તી ગણતરીના સફળ અમલ માટે રાજ્ય, જિલ્લા, મહાનગરપાલિકા અને તાલુકા સ્તરે IT સાધનો, વાહન માટે POL ખર્ચ અને કામગીરી માટે જરૂૂરી સાધનો માટે અલગ-અલગ બજેટ ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય સ્તરે આ માટે 10 લાખ, જિલ્લા અને મહાનગરપાલિકા સ્તરે 5 લાખ અને તાલુકા સ્તરે 1 લાખ સુધીની જોગવાઈ રાખવામાં આવી છે.

ગણતરીકારો અને સુપરવાઈઝરોને આધુનિક ટેક્નોલોજી આધારિત તાલીમ આપવામાં આવશે. મોબાઇલ એપ્લિકેશન અને CMMS પોર્ટલ દ્વારા ડેટા એકત્રિત કરી રિયલ-ટાઈમ મોનિટરિંગ કરવામાં આવશે. સમગ્ર દેશમાં આશરે 100 રાષ્ટ્રીય ટ્રેનર્સ, 2000 માસ્ટર ટ્રેનર્સ અને 44,000 ફીલ્ડ ટ્રેનર્સ દ્વારા લાખો ગણતરીકારોને તાલીમ આપવામાં આવશે.

જિયો ટેગિંગથી બનેલો ડિજિટલ લેઆઉટ મેપ વાદળ ફાટવા, પૂર આવવા કે ભૂકંપ જેવી અનિચ્છનીય ઘટના સમયે ઉપયોગી સાબિત થશે. દૂરના હિમાલયી વિસ્તારમાં વસેલા કોઈ ગામમાં વાદળ ફાટવા જેવી ઘટના સમયે આ મેપથી તરત જ ખબર પડી જશે કે કયા ઘરમાં કેટલા લોકો રહે છે. હોટલોમાં ક્ષમતા મુજબ કેટલા લોકો રહ્યા હશે. આ વિગતથી બચાવ માટે જરૂૂરી તમામ બોટ, હેલિકોપ્ટર, ફૂડ પેકેટ વગેરેની વ્યવસ્થા કરવામાં મદદ મળશે.

રાજકીય સીમાઓ જેવી કે સંસદીય અથવા વિધાનસભા ક્ષેત્રોનું તર્કસંગત રીતે નિર્ધારણ કરવામાં પણ તેનાથી મદદ મળશે. જિયો ટેગિંગથી તૈયાર થયેલા નકશાથી આ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ક્ષેત્રમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારનું સંતુલિત વિભાજન કેવી રીતે થાય. સમુદાયોને એવી રીતે વિભાજિત ન કરવામાં આવે કે એક મોહલ્લો એક ક્ષેત્રમાં અને બીજો મોહલ્લો કોઈ અન્ય ક્ષેત્રમાં સામેલ થઈ જાય. ઘરોના ડિજિટલ ડેટાથી સીમાંકનની પ્રક્રિયામાં સરળતા રહેશે.

કયા સવાલો પુછાશે ?

મકાન નંબર (શહેર અથવા સ્થાનિક સત્તામંડળ અથવા વસ્તી ગણતરી નંબર)
વસ્તી ગણતરી ઘર નંબર
ઘરના ફ્લોરમાં વપરાતી મુખ્ય સામગ્રી
ઘરની દિવાલમાં વપરાતી મુખ્ય સામગ્રી
ઘરની છતમાં વપરાતી મુખ્ય સામગ્રી
ઘરનો ઉપયોગ
ઘરની સ્થિતિ
પરિવાર નંબર
ઘરમાં સામાન્ય રીતે રહેતા વ્યક્તિઓની કુલ સંખ્યા
ઘરના વડાનું નામ
ઘરના વડાની જાતિ
ઘરના વડા અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/અન્યનો છે કે કેમ
ઘરની માલિકીનો દરજ્જો
ઘરમાં રહેવા માટે ઉપલબ્ધ રૂૂમની સંખ્યા
ઘરમાં રહેતા પરિણીત યુગલોની સંખ્યા
પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત
પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતા
વીજળીનો મુખ્ય સ્ત્રોત
શૌચાલયની ઉપલબ્ધતા
શૌચાલયનો પ્રકાર
ગટર
બાથરૂૂમની ઉપલબ્ધતા
રસોડાની ઉપલબ્ધતા અને LPG/PNG કનેક્શન
રસોઈ માટે વપરાતું મુખ્ય ઇંધણ
રેડિયો/ટ્રાન્ઝિસ્ટર
ટેલિવિઝન
ઇન્ટરનેટ સુવિધા
લેપટોપ/કોમ્પ્યુટર
ટેલિફોન/મોબાઇલ ફોન/સ્માર્ટફોન ફોન
સાયકલ/સ્કૂટર/મોટરસાયકલ/મોપેડ
કાર/જીપ/વાન
ઘર દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ
મોબાઇલ નંબર (માત્ર વસ્તી ગણતરી સંબંધિત સંદેશાવ્યવહાર માટે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *