ગુજરાત
સંઘર્ષથી જીવનને સજાવતા સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ
“મા હું પણ સાથે આવીશ, ટ્રેનના પાટા પર તારી સાથે જ સૂઈશ” દીકરાના આ શબ્દોએ આપઘાત કરવા જતાં ધનલક્ષ્મીબેન ત્રિવેદીના જીવનમાં પરિવર્તન આણ્યું
જીવનના દરેક સંઘર્ષમાં મીડિયાનો મજબૂત સાથ મળ્યો છે, મીડિયાએ મને હારવા દીધી નથી: ધનલક્ષ્મી ત્રિવેદી
“સામાન્ય રીતે માતા પિતા બાળકની આંગળી ઝાલીને ચાલતા શીખવતા હોય છે પરંતુ મને આપઘાત કરતા રોકી આંગળી ઝાલી ફરી જીવનની રાહ પર ચાલવાનું મારા દીકરાએ શીખવ્યું છે. જ્યારે ચોમેર અંધારું છવાયું હતું, જીવન અકારું લાગતું હતું એ હતાશાની ક્ષણે જીવન ટૂંકાવવાનો વિચાર આવ્યો,ત્યારે દીકરાએ એમ કહીને રોકી હતી કે, ‘મા હું પણ સાથે આવીશ,ટ્રેનના પાટા પર તારી સાથે જ સૂઈશ,ટ્રેન આવશે તો હું ડરીને ઊભો નહીં થઈ જાવ.તારી સાથે જ રહીશ” તેના આ શબ્દોએ મને અંદરથી હચમચાવી નાખી એટલું જ નહીં જીવનના દરેક સંઘર્ષનો સામનો કરવાનું બળ આપ્યું’. આ શબ્દો છે અનેક સંઘર્ષ બાદ સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ તરીકે નામના મેળવનાર અમદાવાદના ધનલક્ષ્મી ત્રિવેદીના.
ધનલક્ષ્મીબેનનો જન્મ અમદાવાદમાં થયો. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે વધુ અભ્યાસ ન કરી શક્યા પરંતુ ભણતર કરતા ગણતર વધુ હતું એટલે જીવનમાં ક્યારેય હાર્યા નહીં.પોતાના બાળપણની યાદ તાજી કરતા તેઓ જણાવે છે કે, “અમે ક્યારે રોટલી અને શાક એક સાથે ખાધા નથી.પિતાજી લોખંડના કારખાનામાં કામ કરતા હતા. 90 રૂૂપિયાના પગારમાં, ઘરના ભાડા ઉપરાંત વધેલા પૈસામાંથી માતા બપોરે રોટલી પર તેલ લગાવી મીઠું મરચું ભભરાવીને આપતી તો સાંજે બાફેલા બટેટા પર મીઠું મરચું છાંટીને આપતી. આ પરિસ્થિતિમાં ઘણો લાંબો સમય કાઢ્યા પછી હું પણ નાનું-મોટું કામ કરવા લાગી ત્યારબાદ લગ્ન થયા તો ગરીબી અને મુશ્કેલીઓ જાણે આણામાં સાથે આવી.પતિ કંઈ કામ કરતા ન હતા તેનું ભણવાનું ચાલુ હતું એટલે તેનો અભ્યાસ ચાલુ રહે તે માટે ઘરકામ,સિલાઈ કામ સહિત નાના-મોટા અનેક કામ કર્યા. જ્યારે પતિ ગ્રેજ્યુએટ થઈ આગળ ભણવા લાગ્યા ત્યારે તેને હું ગામડાની ગમાર લાગવા લાગી અને તેના જીવનમાં અન્ય સ્ત્રીનું આગમન થયું. આ વાત મને બિલકુલ પસંદ નહોતી તેથી ચાર વર્ષના દીકરા નિહાલને લઈને ઘર છોડ્યું.”
ધનલક્ષ્મીબેનને પહેલેથી જ મહિલાઓને તૈયાર કરવાનો શોખ હતો.લગ્ન બાદ પડોશમાં દીકરીઓને તૈયાર કરતા હતા ત્યારે એક ટીવી કાર્યક્રમ માટે બાળકોને તૈયાર કરવાની ઓફર મળી. પૈસાની જરૂૂર તો હતી જ તેઓએ કામનો સહર્ષ સ્વીકાર કર્યો. આ કામમાંથી તેઓને અનેક બીજા કામ પણ મળવા લાગ્યા.પતિનું ઘર છોડીને અનેક દિવસો ફૂટપાથ પર કાઢ્યા હતા એવા સમયે આ મેકઅપ કરવાની કલા જ કામમાં આવી. ભગવાને મુશ્કેલીઓ આપી તેની સાથે મદદ પણ મોકલી હતી. એ દિવસો યાદ કરતા ધનલક્ષ્મીબેન જણાવે છે કે, “મારા મુશ્કેલીના સમયમાં ફિલ્મ અને નાટ્ય જગતના અભિલાષ ઘોડા, સંદીપ પટેલ,આરતી પટેલ, જીતેન્દ્ર ઠક્કર, ભાવિની જાની,મોરલી પટેલ, જૈમિની ત્રિવેદી, રાગિણી શાહ, દીપક ઘીવાલા વગેરેએ ખૂબ સાથ આપ્યો. 11 વર્ષ ઝી ટીવી ગુજરાતીમાં દિં9 ન્યૂઝ ચેનલમાં ત્યારબાદ ફ્રિલાન્સમાં જુદી જુદી સીરિયલો અને ફિલ્મમાંમેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું. હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું કે મીડિયા જગતનો મને પ્રેમ અને સાથ મળ્યો છે, મીડિયા જ મારો પરિવાર છે. મીડિયા, માતા-પિતા અને દીકરાના સાથના કારણે જ હું આજે સફળ છું”
ધનલક્ષ્મીબેને મોટી બા,નિહારિકા, કોમેડી એક્સપ્રેસ, ગગો કે’ દાડાનું પૈણું પૈણું કરતો’ તો,માનવીનો મેળો,ભારત મારો દેશ, 21 દિવસ જલસાઘર,ફિલ્મોમાં મસ્તીની પાઠશાળા, પ્રવાસ,કર્મ વોલેટ, ધ ક્રિયેટર, પુરુષ,માધવ, સહિત 100થી વધુ ફિલ્મો તેમજ અનેક સીરીયલોમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું. હિન્દી ફિલ્મ જગતના કોઈપણ કલાકાર અમદાવાદ આવે તો મેકઅપ ધનલક્ષ્મીબેન પાસે જ કરાવવાનો આગ્રહ રાખતા હોય છે. આ ઉપરાંત સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ સાથે પણ તેમનો કોન્ટ્રાક્ટ છે.ભાવેણા ન્યૂઝ ગુજરાતનું તેઓ સંચાલન સંભાળે છે, દિવ્ય ભાસ્કરની બ્યુટી કોલમ તેઓએ સાત વર્ષ લખી તેમજ મહિલાઓને લગતા અનેક વિષયો પર તેઓ આર્ટીકલ પણ લખે છે. અત્યારે સફળ થયેલા ધનલક્ષ્મીબેન પોતાના સંઘર્ષના દિવસો ક્યારેય ભૂલ્યા નથી અને તેથી જ તેઓ અન્ય લોકોને સહાય કરવા માટે તત્પર હોય છે.તેમના આ સંસ્કાર તેના દીકરામાં પણ આવ્યા છે તેની તેઓને ખુશી છે.તાજેતરમાં રિલીઝ થનાર મૂવી મોભી અને કુંડીમાં તેઓએ મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી ફ્લોર પર કામ કરતા રહેવાની અને અન્યને મદદ કરતા રહેવાની તેઓની ઈચ્છા છે. જીવનમાં હંમેશા સફળતા મળતી રહે એવી ધનલક્ષ્મીબેન ત્રિવેદીને શુભેચ્છા.
મુશ્કેલીમાં રડશો નહિ..ડરશો નહિ
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે, “મુશ્કેલીનો સમય દરેકના જીવનમાં આવે છે પરંતુ ક્યારેય હિંમત ન હારો. વિપરિત પરિસ્થિતિમાં રડશો તો આંસુના કારણે ભગવાને દેખાડેલ અન્ય દરવાજા દેખાશે નહીં. લોકો બોલશે પરંતુ જ્યારે સફળ થશો ત્યારે એ જ લોકો તમારી પ્રશંસા કરવા માટે પણ આવશે તેથી મુશ્કેલીમાં રડશો નહિ અને ડરશો પણ નહિ.
મારી સફળતાનો શ્રેય મારા દીકરાને
મારી સફળતાનો સંપૂર્ણ શ્રેય હું મારા દીકરાને આપું છું.ક્યારેક એ મારો બાપ બને છે તો ક્યારેક ભાઈ અને ઘણી વખત બોયફ્રેન્ડ બનીને લોંગ ડ્રાઈવ પર પણ લઈ જાય છે. 21 વર્ષથી સિંગલ મધર છું પરંતુ દીકરાના કારણે મારે અન્યની જરૂૂર પડી નથી. દીકરો તેના નામ પાછળ મારું નામ લખે છે અને નિહાલ ઠક્કર તરીકે ઓળખાય છે. ઘર છોડ્યું ત્યારે છ વર્ષનો દીકરો આજે 26 વર્ષનો થઈ ગયો છે.તે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરે છે તાજેતરમાં ગુજરાતી ફિલ્મ કલાકાર આરોહી અને તત્સતના લગ્નમાં બધી જ વીડિયોગ્રાફી તેણે કરી છે.
Written By: Bhavana doshi
ગુજરાત
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
શહેરના માધાપર ચોકડી પાસે રહેતા પરપ્રાંતિય પરિવારના દોઢ વર્ષના માસુમ બાળક રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાંતેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશનો વતની અને હાલ જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે રઘુવીર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારનો દોઢ વર્ષનો પુત્ર અક્ષિત શૈલેષભાઈ શિંગડિયા આજે સવારે રમતો હતો ત્યારે રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાં ડૂબી ગયો હતો. પરિવારજનોને જાણ થતાં બાળકને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
સ્ટેન્ડિંગની સંકલન બેઠકમાં નવા કમિશનરે હાજરી આપી કોર્પોરેટરો સાથે પરિચય કેળવી સંકલનથી કામ કરવા અંગે ચર્ચા કરી
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ શાસકપક્ષના કોર્પોરેટરો દ્વારા આવેલ દરખાસ્તોની ચર્ચાને સંકલનની કામગીરી શરૂ થયે તે દરમિયાન નવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સંકલન વેળાએ હાજરી આપતા તેમને તમામ સભ્યોએ આવકારી વેલકમ સાથે અનેક મુદ્દે ચર્ચા કરી હતી. તેમજ કોર્પોરેટરો સાથે કમિશનરે પરિચય કેળવી સંકલનથી કામ કરવા સહિતના મુદ્દે ચર્ચા કરી હોવાનું અને અમુક પ્રજાલક્ષી નિર્ણયો લીધા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.
મનપાની સ્ટેન્ડીંગ કમિટીનીબેઠકમાં આજે શાસકપક્ષના સભ્યો દ્વારા સંકલનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ કમિશનર વિભાગમાંથી રજૂ થયેલ દરખાસ્તોની ચર્ચા દરમિયાન નવા કમિશનર તુષાર સુમેરાને પણ વેલકમ કરવામાં આવેલ અને સાથે બેસી સંકલન કરવામાં આવ્યું હતું. સંકલન દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે જણાવેલ કે, શહેરનો દરેક નાગરિક પોતાની ફરિયાદ કમિશનર સુધી અને શાસક પક્ષ સુધી પહોંચાડી શકે તે માટે હવે મનપામાં અરજદારો માટે ડેશબોર્ડ મુકવામાં આવશે. જેના દ્વારા દરેક નાગરિક પોતાની ફરિયાદ સરળતાથી કરી શકશે. કમિશનરે વધુમાં જણાવેલ કે, આ પ્રકારની વ્યવસ્થા ભરૂચ મહાપાલિકામાં કાર્યરત છે.
જેને સારો પ્રતિસાદ સાપડ્યો છે અને લોકોના કામ પણ સરળતાથી થઈ રહ્યા હોવાથી આ નિમય રાજકોટ મહાનગરપાલિકામાં લાગુ કરવામાં આવશે તેમજ દરરોજ મુલાકાતીઓ માટે પણ સમયની ફાળવણી કરવામાં આવશે. આજની સંકલન સમિતિની બેઠકમાં કમિશનર દ્વારા અનેક નવા નિયમો અમલમાં મુકવા માટે શાસકપક્ષના સભ્યો સાથે ચર્ચા કરી હોવાનું જાણવા મળેલ છે.
ભાજપ સંકલનમાં કમિશનરનું વેલકમ કર્યા બાદ તમામ કોર્પોરેટરો સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. પ્રજાલક્ષી કામગીરી ઉપરાંત લોકોએ ચુંટીને મોકલેલા પ્રજાના પ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરો પણ પોતાના પ્રશ્ર્નો તેમજ વિકાસના કામો સહિતની ચર્ચા કમિશનર સાથે કરી શકે અથવા તેની વિગતો કમિશનરને સરળતાથી આપી શખે અને પ્રોજેક્ટો અંગેની માહિતી પણ મેળવી શકે તેવી વ્યવસ્થા માટે મ્યુનિસિપલક મિશનરે જણાવેલ કે, કોર્પોરેટરો તમામ કામનું ફોલોઅપ જાણી શકે તે માટે તેમજ દરેક કોર્પોરેટર સાથે કનેક્ટ રહી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તેવી જ રીતે મોબાઈલ એપ લીંકથી સોફ્ટવેર મારફત ભાજપના કોર્પોરેટર સાથે સંકલમાં રહી તમામ પ્રકારની સારામા સારી કામગીરી કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે તુષાર સુમેરાએ સોમવારના રોજ ચાર્જ સંભાળી પ્રથમ બે દિવસ અધિકારીઓ સાથે પરિચય અને કામ અંગેની માહિતી મેળવી રિવ્યુ મીટીંગો યોજી હતી તેમજ હાલના ચાલુ પ્રોજેક્ટો અને આગામી દિવસોમાં શરૂ થનાર નવા પ્રોજેક્ટો સહિતના કામોની વિગત અધિકારીઓ પાસેથી મેળવી હોવાનું જાણવા મળેલ છે. આજે કમિશનરને ચાર્જ સંભાળ્યાને બે દિવસ થયા છે. ત્યારે જ તેઓએ આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં પણ હાજરી આપી કોર્પોરેટરો અને ચેરમેન સાથે પરિચય કેળવી સાથે મળીને પ્રજાલક્ષી કામો કરવા માટેની તૈયારી દર્શાવી હતી.
સ્ટેન્ડિંગ કમિટીમાં 7.97 લાખના ખર્ચને બહાલી
મનપાના સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ પરંતુ કમિટિની બેઠકમાં આજે રજૂ થયેલ 9 દરખાસ્તો પૈકી સાત દરખાસ્ત કર્મચારીઓને બિમારી સબબ સારવાર ખર્ચ પેટે આર્થિક તબીબી સહાયની રજૂ કરવામાં આવેલ જે તમામ સર્વાનુમતે મંજુર કરાઈ હતી. અને રૂા. 7,81,144 નો ખર્ચ મંજુર કરી અને મેયર એવોર્ડ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલ વદારાનો રૂા. 16,200નો ખર્ચની મંજુરી સાથે કુલ રૂા. 7,97,344 મંજુર કરવામાં આવ્યા હતાં.
ગુજરાત
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ
રાજકોટ-મેટોડા-કાલાવડ-જામનગર સહિતના સ્થળોએ ફાયર ફાઈટરો બોલાવાયા, ઓઈલ ટેન્કો બચાવવા પ્રયાસ
રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર મેટોડા જીઆઈડીસીમાં આવેલ ગોપાલ નમકીનના પ્લાન્ટમાં આજે બપોેરે અચાનક આગ ફાટી નિકળતા ભારે દોડધામ મચી જવા પામી છે અને આગને કાબુમાં લેવા માટે મેેટોડા ઉપરાંત રાજકોટ, કાલાવડ, જામનગર સહિતના સ્થળોએથી ફાયર બ્રિગેડનો કાફલો બોલાવી મેજરકોલ જાહેર કરવામાં આવ્યો છે. ફેકટરીમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ બહાર આવ્યું છે. પરંતુ મેટોડા જીઆઈડીસીના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ગોપાલ નમકીનમાં ભયાનક આગ ફાટી નિકળી છે અને આ આગ ઓઈલ ટેન્કો સુધી પહોંચે નહીં તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ શહેરોમાંથી ફાયર બ્રિગેડની મદદ મેળવવામાં આવી રહી છે. આ આગ લાગવા પાછળનું કારણ હજુ જાહેર થયું નથી ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ છે. આગના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી નજરે પડીરહ્યા છે. મેટોડામાં ગોપાલ નમકીનની આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તાર પોલીસ દ્વારા કોર્ડન કરી માત્ર ફાયર બ્રિગેડને જ પ્રવેશ આપવામાં આવ્યો છે. આગના ધુમાડાના ગોટા એક કિલો મીટર વિસ્તારમાં પ્રસરી જતાં ચોતરફ ધુમાડો દેખાઈ રહ્યો છે અને ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
-
ધાર્મિક2 days ago
ભૂલથી પણ તુલસી પાસે ન રાખો આ વસ્તુઓ, નહીંતર થઈ શકે છે અણધાર્યું નુકસાન
-
આંતરરાષ્ટ્રીય2 days ago
દુશ્મની ભૂલી યુક્રેન-રશિયા ભારત માટે એક થયા: યુધ્ધજહાજ બનાવ્યું
-
ક્રાઇમ2 days ago
એન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખો માફી નહીં માંગું
-
ગુજરાત2 days ago
સોની બજારમાં વધુ એક બંગાળી કારીગર વેપારીનું 9 લાખનું સોનું લઇ વતનમાં ફરાર
-
ગુજરાત2 days ago
રિધમ વડાપાઉંમાંથી વાસી સોસ, પાઉંનો નાશ કરાયો
-
ગુજરાત2 days ago
વેરાવિભાગનો સપાટો: 30 મિલકત સીલ, 3 નળજોડાણ કટ
-
ગુજરાત2 days ago
બેડી યાર્ડ નજીક 4.50 કરોડની જમીન ખુલ્લી કરાઇ
-
ગુજરાત2 days ago
નવ વર્ષમાં 117 કેસોમાં સજાની ઉપલબ્ધી મેળવનાર જિલ્લા સરકારી વકીલ વોરાને સન્માનિત કરતા મુખ્યમંત્રી