સીબીએસઇ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 જાન્યુઆરી 2025 થી શરૂૂ થવાની છે અને 14 જાન્યુઆરી 2025 સુધી ચાલશે. તેની સાથે જ, લેખિત પરીક્ષાનું આયોજન 15 ફેબ્રુઆરીથી કરવામાં આવશે. બોર્ડે પ્રેક્ટિકલ પરીક્ષા માટે જરૂૂરી દિશાનિર્દેશો પણ જાહેર કરી દીધા છે.
સીબીએસઇ દ્વારા જાહેર કરેલા ટાઈમ ટેબલ અનુસાર, 10મીની થિયરી પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2025 સુધી યોજાશે, જ્યારે 12મીની થિયરી પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ 2025 સુધી ચાલી રહેશે. શાળાઓ દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષા અને આંતરિક મૂલ્યાંકનના ગુણ સીબીએસઇની વેબસાઇટ પર અપલોડ કરવામા આવશે. વિદ્યાર્થીઓ વધુ માહિતી માટે સીબીએસઇની અધિકારીક વેબસાઇટ પર મુલાકાત લઈ શકે છે.
સીબીએસઇએ વિદ્યાર્થીઓ માટે કેટલીક મહત્વપૂર્ણ દિશાનિર્દેશો જાહેર કરી છે, પરીક્ષા દરમિયાન, વિદ્યાર્થીઓએ પરીક્ષકો સાથે સંલગ્ન થવાનો અથવા તેમને પ્રભાવિત કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. જો કોઈ વિદ્યાર્થી આવું કરે છે, તો પરીક્ષકોને એ પ્રકારના મામલાઓ તાત્કાલિક રિપોર્ટ કરવા જોઈએ.
સંબંધિત પ્રદેશ કાર્યાલયને સંપૂર્ણ માહિતી, દસ્તાવેજો અને સાક્ષીઓના નિવેદનો ઉપલબ્ધ કરાવવાની જરૂૂર પડશે. 10મી માટે, બોર્ડ દ્વારા કોઈ બાહ્ય પરીક્ષકની નિયુકતિ નહીં કરવામાં આવે, જ્યારે 12મીની પ્રેક્ટિકલ પરીક્ષાઓ દરમિયાન સીબીએસઇ દ્વારા બાહ્ય પરીક્ષકની હાજરી અનિવાર્ય હશે. આ વર્ષે પ્રેક્ટિકલ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ આ દિશાનિર્દેશોનું પાલન કરવું જરૂૂરી છે, જેથી પરીક્ષા પ્રક્રિયા સરળતાથી ચાલી શકે.