CBSE ધો.10ની પરીક્ષા 2026થી વર્ષમાં બે વાર લેવાશે, ડ્રાફ્ટ તૈયાર

પ્રથમ પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 6 માર્ચ, બીજી પરીક્ષા 5 મેથી 20મે દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશનએ 2026 થી વર્ષમાં બે વાર ધોરણ 10ની બોર્ડ…

પ્રથમ પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 6 માર્ચ, બીજી પરીક્ષા 5 મેથી 20મે દરમિયાન

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશનએ 2026 થી વર્ષમાં બે વાર ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ યોજવા માટેના ડ્રાફ્ટ રેગ્યુલેશનને મંજૂરી આપી દીધી છે. બધા સ્ટેક હોલ્ડર્સ 9 માર્ચ સુધી ડ્રાફ્ટ પર પોતાનો પ્રતિભાવ આપી શકે છે, ત્યારબાદ આ પોલિસીને અંતિમ સ્વરૂૂપ આપવામાં આવશે.

બોર્ડની પરીક્ષા બે વાર લેવાનો નિયમ 2025-26 સત્રથી લાગુ થશે. પરીક્ષાનો પ્રથમ તબક્કો 17 ફેબ્રુઆરીથી 6 માર્ચ 2026 સુધી ચાલશે, જ્યારે બીજો તબક્કો 5 મે થી20 મે 2026 સુધી ચાલશે. વિદ્યાર્થીઓ પાસે 3 વિકલ્પો હશે- 1. વર્ષમાં એકવાર પરીક્ષા આપો. 2. બંને પરીક્ષાઓમાં બેસવું. 3. જો તમે કોઈપણ વિષયમાં સારો દેખાવ ન કરો, તો બીજી પરીક્ષામાં તે વિષયની પરીક્ષા ફરીથી આપો.

જે વિદ્યાર્થીઓ બંને વખત બોર્ડની પરીક્ષા આપે છે, તેમના માટે બંનેમાંથી જે પરિણામ સારું હશે તેને અંતિમ ગણવામાં આવશે. એટલે કે, જો બીજી વખત પરીક્ષા આપ્યા પછી ગુણ ઘટે છે, તો પ્રથમ પરીક્ષાના ગુણ અંતિમ ગણવામાં આવશે. બંને પરીક્ષાઓ સંપૂર્ણ અભ્યાસક્રમ પર આધારિત હશે. બંને પરીક્ષાઓમાં પરીક્ષાનું ફોર્મેટ પણ એકસરખું રહેશે. ધોરણ 10ની પૂરક પરીક્ષા હવે નાબૂદ કરવામાં આવશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે- જેમ વિદ્યાર્થીઓ પાસે એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે વર્ષમાં બે વાર સંયુક્ત પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ છે, તેવી જ રીતે વિદ્યાર્થીઓ વર્ષમાં બે વાર ધોરણ 10ની પરીક્ષા આપી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *