રેલવે અને પોસ્ટ વિભાગના મનસ્વી નિર્ણયને ફગાવતી CAT અને હાઇકોર્ટ

સરકારી અને વહીવટી તંત્રો દ્વારા ઘણીવાર નિયમોના ખોટા અર્થઘટન અથવા તો મનરવી નિર્ણયો લેવામાં આવતા હોય છે, જેના કારણે પ્રામાણિક કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોએ પારાવાર…

સરકારી અને વહીવટી તંત્રો દ્વારા ઘણીવાર નિયમોના ખોટા અર્થઘટન અથવા તો મનરવી નિર્ણયો લેવામાં આવતા હોય છે, જેના કારણે પ્રામાણિક કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ, ભારતની ન્યાયિક વ્યવસ્થામાં કાયદાનું શાસન સર્વોપરી છે. સેન્ટલ એડમિનિસ્ટેટિવ ટ્રિબ્યુનલ (ઈઅઝ) અને ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન, ભાવનગર ડિવિઝન તથા પોસ્ટલ વિભાગના કર્મચારીઓ અને ઉમેદવારોના હિતમાં અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદાઓ આપવામાં આવ્યા છે.

આ તમામ કાનૂની પ્રકરણોમાં રેલવે તંત્ર અને પોસ્ટલ વિભાગ દ્વારા લેવામાં આવેલા જુદા-જુદા ગેરવ્યાજબી નિર્ણયોને પડકારવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક કેસોમાં અરજદારોને ન્યાય અપાવવા માટે તેમના વતી હાઈકોર્ટના ખ્યાતનામ એડવોકેટ કાજલ કલવાણી ગોગીયા અને આનંદ ગોગીયા વકીલ તરીકે રોકાયેલ હતા.
પ્રથમ કેસ રાજકોટ ડિવિઝનમાં કેરેજ ખાતામાં જુનિયર એન્જિનિયર (મિકેનિકલ સી એન્ડ ડબલ્યુ)ની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ડિવિઝનમાં નીચેની પાયરીમાં કામ કરતા કર્મચારીઓ પાસેથી અરજીઓ મંગાવીને સિલેકશન થયા પછી ઉતીર્ણ થયેલ ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરવામાં આવી હતી. પરંતુ, તે યાદી કાયદેસર બનાવવામાં આવેલ નથી તેવા કારણો આપીને અસંતુષ્ટ ઉમેદવારોએ પિટિશન દાખલ કરી હતી. આ અસંતુષ્ટ ઉમેદવારોનું મુખ્ય કહેવું હતું કે ફાલ્ગુનીબેન ડી. પરમાર અને ધર્મિષ્ઠાબેન જી. પાએજાને ખોટી રીતે પસંદગી યાદીમાં લેવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ ખરેખર તે ઉમેદવારોને સ્થાન મળવા પાત્ર હતું. આશ્ચર્યજનક રીતે, રેલ્વે સંસ્થાએ આ વાત સ્વીકારી અને પોતાની ભૂલ થયેલ છે તેવું કારણ આપી, કોઈ પણ પ્રકારની યોગ્ય તપાસ કર્યા વિના આખી પસંદગી યાદી રદ કરી દીધી હતી.

રેલ્વેના આ અતાર્કિક અને મનસ્વી નિર્ણય સામે પસંદગી પામેલા બંને ઉમેદવારો, ફાલ્ગુનીબેન પરમાર અને ધર્મિષ્ઠાબેન પાએજાએ અમદાવાદ ખાતે સેન્ટલ એડમિનિસ્ટ્રેટિવ ટિબ્યુનલમાં પિટિશન દાખલ કરી હતી. તેઓએ સચોટ રજૂઆત કરી કે જેમાં તેઓની કોઈ ભૂલ થયેલ નથી, પણ રેલ્વેએ કોઈપણ અગમ્ય કારણસર પસંદગી યાદી રદ કરેલ છે, જેથી તેઓની સર્વિસ કરિયર ઉપર લાંબા સમય સુધી અને કાયમી રીતે આડી અસર પડવાની છે. ન્યાયાલયે પસંદગી યાદી રદ કરવાનો રેલ્વેનો હુકમ સંપૂર્ણપણે ગેરકાયદેસર ઠરાવી બંને અરજદારોને તાત્કાલિક પસંદગી પામેલ યાદીના ક્રમ મુજબ પ્રમોશન આપવા અને મૂળ તારીખથી સિનિયોરિટી આપવા ટિબ્યુનલ દ્વારા હુકમ કરેલ છે.

બીજા કેસમાં રેલ્વેના રાજકોટ ડિવિઝનમાં ઇલેકિટક ખાતામાં કામ કરતા જગદીશ ઝાલા નિવૃત થયા બાદ રેલ્વેએ પેન્શન ઘટાડેલ તે બાબતે અરજદારે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટિબ્યુનલ અમદાવાદમાં પિટિશન દાખલ કરી જણાવેલ કે રેલ્વે તરફથી પેન્શન પેમેન્ટ ઓડરમાં ક્વોલિફાઇંગ સર્વિસ ઓછી બતાવવામાં આવેલ છે, જેથી તેમનું પેન્શન ઓછું આંકવામાં આવેલ છે. રેલ્વેનો બચાવ એવો હતો કે સવાલ-વાળો પીરિયડ અરજદારનો વગર પગારની રજાનો પીરિયડ છે, જેથી તે પીરિયડ કવોલિફાઇંગ સર્વિસમાં ગણી શકાય નહીં.સેન્ટલ એડમિનિસ્ટ્રેટિવ ટિબ્યુનલે વગર પગારની રજાનો સમય કવોલિફાઇંગ સર્વિસ તરીકે ગણવાનો રહેશે અને તેમ ન કરી રેલ્વેએ કાયદેસરની ભૂલ કરેલ છે. ટિબ્યુનલે રેલ્વેને હુકમ કરેલ કે અરજદાર જગદીશભાઈ ઝાલાના પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં યોગ્ય ફેરફાર કરવામાં આવે. આ નિર્ણયને અમાન્ય રાખીને, ત્યારબાદ રેલ્વેએ હાઈકોર્ટમાં સેન્ટલ એડમિનિસ્ટેટિવ ટિબ્યુનલનો આ નિર્ણય ચેલેન્જ કરતી રીટ પિટિશન દાખલ કરેલ.

હાઇકોર્ટે અરજદાર સ્વ.જગદીશભાઈ ઝાલાના વકીલની દલીલો માન્ય રાખીને રેલ્વેની પિટિશન રદ કરેલ છે.ત્રીજા કેસની વિગતો એવી છે કે ચિરાગ ભટ્ટ નામના વિદ્યાથી એ 10+2 અંગ્રેજી વિષય સાથે પરીક્ષા પાસ કરેલ અને પોસ્ટલ સોટીંગ આસીસ્ટન્ટની જગ્યા માટે જાહેરાત આવતા અરજી કરેલ. પોસ્ટલ ખાતા તરફથી તે અંગે તમામ ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવેલ અને તે પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ ઉમેદવારોનું નામ પસંદગી યાદીમાં ઉમેરવામાં આવેલ પરંતુ, પાછળથી પોસ્ટલ ખાતા તરફથી ચિરાગ ભટ્ટને જણાવવામાં આવેલ કે તેઓએ હાયર સેક્ધડરી 1012ની પરીક્ષા કમ્પલસરી અંગ્રેજી વિષય સિવાય આપેલ હોય, તેઓ પોસ્ટલ સિલેકશન નિયમો નીચે યોગ્ય ન ગણી શકાય અને તેમનું નામ પસંદગી યાદીમાંથી કાઢી નાખવામાં આવેલ. આ બાબતથી નારાજ થઈ, ઉમેદવાર ચિરાગ ભટ્ટે સેન્ટલ એડમીનીસ્ટેટીવ ટ્રીબ્યુનલમાં પીટીશન દાખલ કરી અને માંગણી કરેલ કે પોસ્ટલ ડિપાર્ટમેન્ટનો આ નિર્ણય ખોટા અર્થઘટન પર આધારિત છે અને તેઓનું સિલેક્શન કાયદેસર રીતે થયેલ છે.

સેન્ટ્રલ એડમીનીસ્ટેટીવ ટીબ્યુનલે ચિરાગ ભટ્ટનું પસંદગી યાદીમાંથી નામ કાઢી નાખવાનો નિર્ણય ગેરકાયદેસર છે. પોસ્ટલ ડીપાર્ટમેન્ટે હાઈકોર્ટમાં આ નિર્ણય ચેલેન્જ કરતી પીટીશન કરેલ. હાઈકોર્ટે અરજદાર ચિરાગ ભટ્ટના વકીલની દલીલો માન્ય રાખેલ અને પોસ્ટલ ખાતાની પીટીશન રદ કરેલ. જેથી હવે ચિરાગ ભટ્ટ પોસ્ટલ આસિસ્ટન્ટની જગ્યા ઉપર નિમણૂંક મેળવવા કાયદેસર હક્કદાર બની ગયેલ છે.

ચોથા બનાવમાં વેસ્ટર્ન રેલ્વેના ભાવનગર ડીવીઝનમાં કામ કરતા કર્મચારી ગણપતભાઈ કંઝીયાની છુટાછેડા મળેલ દીકરી રંજનબેન કંઝીયાએ રેલ્વેના અન્યાય સામે લડત આપી હતી. રંજનબેનના માતા-પિતા બંને ગુજરી ગયેલ છે અને તેમની માતાની હયાતી દરમ્યાન તેઓના છુટાછેડા થયેલ છે. રેલ્વેના સ્પષ્ટ નિયમો મુજબ છુટાછેડા લીધેલ દીકરી ફેમીલી પેન્શન મળવા માટે હક્કદાર હોય છે. તેમની માતાને મળતુ ફેમીલી પેન્શન તેમના અવસાન બાદ, છુટાછેડા મળેલ દીકરીને મળવુ જોઈએ, પરંતુ તે આપવા રેલ્વે ખોટા કારણોસર ઇન્કાર કરેલ છે. આ પીટીશન સામે રેલ્વે તરફથી વાંધા તકરારો લેવામાં આવેલ અને જણાવેલ કે રેલ્વેના નિયમોના અર્થઘટન અનુસાર અરજદારને ફેમીલી પેન્શન મળી શકે નહી.અરજદાર દીકરીએ સેન્ટલ એડમીનીસ્ટ્રેટીવ ટીબ્યુનલ અમદાવાદમાં તેમના વકીલ મારફત પીટીશન દાખલ કરી દાદ માંગેલ. ટ્રીબ્યુનલે અરજદારની માતાના અવસાનની તારીખ પછીથી છુટાછેડા મળેલ દીકરી અરજદારને ફેમીલી પેન્શન વ્યાજ સાથે ચુકવવા હુકમ કરેલ છે. આમ, ઉપરોકત ચારેય ઐતિહાસિક ચુકાદાઓ સ્પષ્ટ કરે છે કે સરકારી તંત્રના મનસ્વી અને અન્યાયી નિર્ણયો સામે હંમેશા કાયદાની જ જીત થાય છે. આ કાનૂની લડતોના પરિણામે રેલ્વે અને પોસ્ટલ વિભાગના કર્મચારીઓ તથા નાગરિકોને એક મોટી અને કાયમી રાહત મળી છે.

સેન્ટલ એડમીનીસ્ટેટીવ ટીબ્યુનલ અને હાઈકોર્ટના આ ચારેય નિર્ણયો સાબિત કરે છે કે ન્યાયતંત્ર એ સામાન્ય નાગરિકો અને કર્મચારીઓના હક્કોની રક્ષા માટે એક મજબૂત ઢાલ સમાન છે. એડવોકેટ કાજલ કલવાણી-ગોગીયા અને આનંદ ગોગીયાની સચોટ કાનૂની રજૂઆતો અને મહેનતથી મળેલા આ ઐતિહાસિક ચુકાદાઓ વહીવટી નિયમોના સાચા અર્થઘટન થકી ન્યાયી હક્કોનું રક્ષણ પ્રસ્થાપિત કરે છે. આ લડત દર્શાર્શાવે છે કે જે સાચા કાનૂની માર્ગદર્શન સાથે અવાજ ઉઠાવવામાં આવે, તો અન્યાય સામે ન્યાય ચોક્કસ મેળવી શકાય છે, જે ભવિષ્યમાં પણ અન્ય કર્મચારીઓ અને નાગરિકો માટે એક પ્રેરણાદાયક માર્ગદર્શક બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *