જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી: અત્યાર સુધી વિરોધ કરતા ભાજપની ગુલાંટ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બહુ મોટી ગુલાંટ લગાવીને જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવાની જાહેરાત કરી નાંખી. ભારતમાં દર 10 વરસે વસતી ગણતરી થાય છે પણ આ…

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બહુ મોટી ગુલાંટ લગાવીને જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવાની જાહેરાત કરી નાંખી. ભારતમાં દર 10 વરસે વસતી ગણતરી થાય છે પણ આ વખતે કોરોનાના કારણે 2021માં વસતિગણતરી થઈ શકી નહોતી. એ પછી બીજા ત્રણ વર્ષ જતાં રહ્યાં ને હવે 2025 પણ અડધો થવા આવ્યો છતાં વસતિગણતરી શરૂૂ થઈ નથી તેથી સરકારે વસતિગણતરી પણ કરાવવાની બાકી છે.

સરકારે કરેલી જાહેરાત પ્રમાણે, મૂળ વસતિગણતરીમાં જ જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવી લેવાશે. 2021થી 2023 સુધી કોરોનાની અસર રહી તેના કારણે વસતિગણતરીને મુલતવી રાખવામાં આવી હતી અને તેના કારણે વસતિગણતરીનું ચક્ર પણ બદલાઈ ગયું છે. વસતિગણતરી સામાન્ય રીતે દર 10 વર્ષે કરવામાં આવે છે પણ આ વખતે 5 વર્ષનો વિલંબ થયો છે તેથી હવે પછીની વસતિગણતરી 2035માં થશે. અત્યારે વ્યક્ત કરાયેલી શક્યતા પ્રમાણે વસતિગણતરી આ વર્ષે સપ્ટેમ્બરથી શરૂૂ કરી શકાય છે અને વસતિગણતરી પૂરી થવામાં ઓછામાં ઓછાં 2 વર્ષ લાગશે તેથી જ્ઞાતિ આધારિત વસતિગણતરીના આંકડા આવતાં આવતાં 2027 પતી જશે.

સપ્ટેમ્બરમાં પણ વસતિગણતરીની પ્રક્રિયા શરૂૂ થશે તો અંતિમ આંકડા 2027ના અંત કે 2028ની શરૂૂઆતમાં આવશે એ જોતાં 2029ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ જ્ઞાતિ આધારિત વસતિગણતરીના આધારે ઓબીસી કાર્ડ રમશે એવું મનાય છે. ભાજપ સરકારે પહેલાં જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવાની ના પાડીને અચાનક જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવાની જાહેરાત કરી એ પાછળ બિહાર વિધાનસભાની ચૂંટણી કારણભૂત મનાય છે. બિહારમાં નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી છે.

બિહારમાં ઓબીસી મતબેંક મોટી છે તેથી તેને લોભાવવા માટે રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ ક્યારનાંય જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવાની જીદ પકડીને બેઠાં છે. હાસ્યાસ્પદ વાત એ છે કે, ભાજપે જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવાની જાહેરાત પોતે કરીને કોંગ્રેસને ભિડાવવાની કોશિશ કરી છે. નીતીશે ભાજપથી અલગ થઈને આરજેડી સાથે મળીને સરકાર બનાવી પછી પોતાની રીતે જ્ઞાતિ આધારિત વસતિગણતરીનો નિર્ણય લીધેલો.

હિંદુ વર્સિસ મુસ્લિમનું ગંદું રાજકારણ ભાજપ રમે જ છે પણ જ્ઞાતિ આધારિત વસતિગણતરી તેને પસંદ નથી કેમ કે કોંગ્રેસ સહિતના પક્ષો હિંદુઓમાં ભાગલા પાડવા માગે છે. હિંદુઓમાં જ્ઞાતિના આધારે વિભાજન થશે તો તેના કારણે પોતાનો ગરાસ લૂંટાશે એવો ભાજપને ડર હતો. ભાજપ અંદરખાને સોશિયલ એન્જિનિયરિંગના નામે જ્ઞાતિવાદનું ગંદુ રાજકારણ ાજકારણ રમે જ છે તેથી ભવિષ્યમાં ભાજપ પણ વિરોધ પડતો. મૂકીને જ્ઞાતિ આધારિત વસતિગણતરીની તરફેણ કરતો થઈ જાય -એવું બને એવી આશંકા પહેલાં જ વ્યક્ત કરાયેલી ને એ સાચી પડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *