Uncategorized

સુખદેવસિંહ ગોગામેડીની હત્યામાં NSA હેઠળ કેસ દાખલ, ગેહલોત અને DGPનાં પણ નામ

Published

on

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની જયપુરમાં થયેલ હત્યાના બનાવમાં હત્યાકાંડમાં UAPA અંતર્ગત કેસ દાખલ કવામાં આવ્યો છે. આરોપી જો કે ફરાર છે પરંતુ પોલીસે આ મામલે UAPA અંતર્ગત કેસ દાખલ કર્યો છે. આ અંગે નોંધાયેલી DGPમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોત અને DGPનો પણ ઉલ્લેખ કરાયો છે. તેમના પર સુરક્ષા આપવામાં બેદરકારી દાખવવાનો આરોપ છે. બીજી તરફ આજે સવારે ગોગામડી ગામમાં જ સુખદેવસિંહની અંતિમવિધી કરવામાં આવી હતી.
ઋઈંછમાં દાવો કરાયો છે કે સુખદેવસિંહ ગોગામેડની સુરક્ષાની માગને લઈને ત્રણ વખત- 24 ફેબ્રુઆરી, 1લી માર્ચ અને 25 માર્ચે રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી અશોક ગહેલોત અને ઉૠઙને પત્ર લખાયો હતો, પરંતુ તેમણે જાણીજોઈને સુરક્ષા આપી ન હતી. આ ઋઈંછ ગોગામેડીના પત્ની શીલા શેખાવતે કરાવી છે.
FIRમાં પત્નીએ દાવો કર્યો કે- 14 ફેબ્રુઆરી 2023નાં રોજ પંજાબ પોલીસે રાજસ્થાનના DGPને પત્ર લખાવીને જણાવ્યું હતું કે સુખદેવસિંહ ગોગામેડીની હત્યાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. જે બાદ 14 માર્ચ 2023નાં રોજ અઝજ જયપુરે ADGP (ઈન્ટેલિજન્સ)ને પણ આ અંગે જાણકારી આપી હતી. પત્નીએ આરોપ લગાવ્યો કે- આટલા બધાં ઈનપુટ મળ્યા બાદ પણ જાણી જોઈને મુખ્યમંત્રી ગહેલોત અને ડીજીપી સહિત જવાબદાર અધિકારીઓએ ગોગામેડીને સુરક્ષા આપી ન હતી.
FIR માં સુખદેવસિંહના પત્નીએ આરોપ લગાવ્યો કે- 5 ડિસેમ્બરની બપોરે પ્લાનિંગ અંતર્ગત હથિયારધારીઓ તેમના પતિ સુખદેવ સિંહ ગોગામેડીને મળવાના બહાને આવ્યા હતા. બંને હુમલાખોર અંદરોદર રોહિત રાઠોડ અને નીતિન ફૌજીના નામથી બોલાવતા હતા. થોડીવાર પછી તેમણે ગોળીઓ ચલાવવાનું શરુ કરી દીધું. આ ફાયરિંગમાં ગોગામેડી અને નવીન શેખાવતના મોત નિપજ્યા.
બીજી તરફ સુખદેવસિંહ, ગોગખેડીની હત્યાના બનાવમાં પોલીસે 11 જેટલી લેખિત ખાતરીઓ આપ્યા બાદ આજે સવારે તેના પૈત્રુક ગામ ગોગામેડી ખાતે અંતિમવિધી કરવામાં આવી હતી.
FIR મુજબ, ગોગામેડીની હત્યાની જવાબદારી આતંકી રોહિત ગોદરાંએ લીધી છે જે વિદેશમાં કયાંય છુપાઈને બેઠો છે. આ ઘટનામાં સંપત નેહરા અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ પણ સામે આવ્યું છે. પત્નીએ આરોપ લગાવ્યો કે આ હત્યાકાંડમાં વિદેશના આતંકીઓની લાંબી ચેન છે જેની ઊંડી તપાસ જરૂૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version