શહેરનાં રૈયા રોડ પર આમ્રપાલી અંડરબ્રિજમાં કારમાં આગ ભભૂકી ઉઠતાં વાહનચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના સ્ટાફે તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ કાર કમલેશભાઈ પરમાર ચલાવીને જતાં હતાં ત્યારે આમ્રપાલી અંડરબ્રિજમાં પહોંચતાં શોર્ટસર્કિટથી આગ લાગી હતી. જેમાં આઈ-10 કારમાં વાયરિંગ, એન્જિન અને સીટો બળીને ખાક થઈ ગઈ હતી. જો કે આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
આમ્રપાલી અંડરબ્રિજમાં કારમાં આગ ભભૂકી
શહેરનાં રૈયા રોડ પર આમ્રપાલી અંડરબ્રિજમાં કારમાં આગ ભભૂકી ઉઠતાં વાહનચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના સ્ટાફે તાત્કાલીક ઘટના સ્થળે…
