રશ્મિકા-વિજયની સિક્રેટ વેડિંગની મનમોહક તસવીરો

સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના અને અભિનેતા વિજય દેવરકોંડા આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ઉદયપુરના લેવિશ રિસોર્ટમાં રશ્મિકા મંદાનાએ વિજય દેવરકોંડા સાથે સપ્તપદીના સાત ફેરા…

સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના અને અભિનેતા વિજય દેવરકોંડા આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ઉદયપુરના લેવિશ રિસોર્ટમાં રશ્મિકા મંદાનાએ વિજય દેવરકોંડા સાથે સપ્તપદીના સાત ફેરા ફરતાની સાથે જ બન્ને પતિ-પત્ની બની ચૂક્યા છે. નવદંપતીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લગ્નની અનેક સુંદર તસવીરો શેર કરી છે. યુગલે લગ્ન પૂર્વે પૂલ પાર્ટી, વોટર વોલિબોલ અને વિરોશ પ્રીમિયર લીગના નામે ક્રિકેટ મેચ પણ રમાડી હતી.

લગ્નના બંધનમાં બંધાવાની સાથે જ પાવર કપલે પોતાના વેડિંગની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં લાલ અને ગોલ્ડન વેડિંગ આઉટફિટમાં સજ્જ વિજય અને રશ્મિકાના ચહેરા પર પ્રેમ સ્પષ્ટ જોઈ શકાય છે. આ તસવીર સાથે વિજયે કેપ્શનમાં પોતાના દિલની વાત ભાવુક અંદાજમાં કહેતા લખ્યું છે કે, હું રશ્મિકાને એવી રીતે મિસ કરતો હતો. મને લાગતું કે, જો તે મારી આસપાસ હોત તો મારો દિવસ વધુ સારો હોત. તે મારી બાજુમાં બેઠી હોત, તો ભોજન વધારે મીઠું લાગતું હોત. વર્કઆઉટ પણ સજા નહીં પણ મજેદાર લાગત. તે જ્યાં પણ હોત, ત્યાં મને ઘર જેવી શાંતિ મળત. જાણે કે મારે તેની જરૂર હતી, પછી હું ગમે ત્યાં કેમ ના હોઉ. આથી જ મેં મારી બેસ્ટ ફ્રેન્ડને પત્ની બનાવી દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *