દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ₹350 કરોડના તબીબી સાધનોની ખરીદી સાથે સંકળાયેલા કથિત કૌભાંડની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શરૂૂ કરી છે. EDએ સેન્ટ્રલ પ્રોક્યોરમેન્ટ એજન્સી (CPA) અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (DGHS) દ્વારા કરવામાં આવેલી ખરીદી સંબંધિત દસ્તાવેજો માંગ્યા છે.
અત્યાર સુધી, દિલ્હી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (અઈઇ) આ બાબતની તપાસ કરી રહી હતી. તપાસકર્તાઓને શંકા છે કે ખરીદી પ્રક્રિયા દરમિયાન પસંદગીના સપ્લાયર્સની તરફેણ કરવા માટે ચોક્કસ સ્પષ્ટીકરણો તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં બોલીમાંથી વાસ્તવિક સ્પર્ધકોને અસરકારક રીતે બાકાત રાખવામાં આવ્યા હતા.
EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002ની જોગવાઈઓ હેઠળ CPA અને DGHS ને લગતા રેકોર્ડ અને દસ્તાવેજો મંગાવ્યા છે. વધુમાં, તેણે પોર્ટેબલ એક્સ-રે મશીનો, સી-આર્મ રેડિયોલોજીકલ સાધનો, એનેસ્થેસિયા વર્કસ્ટેશન, ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઘછજ), બેડશીટ કવર, સર્જિકલ સપ્લાય (ડ્રેસિંગ, ટાંકા, કેન્યુલા અને ગ્લોવ્સ સહિત) અને દવાઓ જેવી વસ્તુઓની ખરીદી સંબંધિત વિગતો માંગી છે.રાષ્ટ્રીય રાજધાનીમાં સરકારી હોસ્પિટલો માટે દવાઓ અને તબીબી સાધનોની ખરીદીમાં કથિત અનિયમિતતાઓના સંદર્ભમાં અઈઇ દ્વારા ગયા અઠવાડિયે ડો. વિનોદ કુમાર રંગાની ધરપકડ બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે.
હાલમાં ન્યાયિક કસ્ટડીમાં, ડો. રંગા જાહેર આરોગ્ય સુવિધાઓ માટે દવાઓ અને સાધનો ખરીદવા માટે જવાબદાર નોડલ એજન્સી, CPA માટે ઓફિસ હેડ તરીકે સેવા આપી રહ્યા હતા. મે મહિનામાં સતર્કતા નિયામક દ્વારા CPA ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા બાદ તેમને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અઈઇ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સરકારના સતર્કતા નિયામક એ ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (DGHS) હેઠળ CPA દ્વારા દવાઓ, સર્જિકલ વસ્તુઓ, ઉપભોગ્ય વસ્તુઓ અને તબીબી સાધનોની ખરીદીમાં મોટા પાયે ગેરરીતિઓનો આરોપ લગાવતી ફરિયાદ નોંધાવી હતી.
