સુરેન્દ્રનગરના ગુંદિયાળા નજીક કેનાલના પાણી ખેતરમાં ફરી વળ્યા

સુરેન્દ્રનગરમાં કેનાલ ઓવરફલો થતાં આસપાસના ગામડાઓના ખેતરમાં આ તમામ ફેરવાઈ ગયું હતું અને ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું હતું. સુરેન્દ્રનગરમાં ગુંદીયાળા નજીક કેનાલ ઓવરફ્લો થતા…

સુરેન્દ્રનગરમાં કેનાલ ઓવરફલો થતાં આસપાસના ગામડાઓના ખેતરમાં આ તમામ ફેરવાઈ ગયું હતું અને ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું હતું. સુરેન્દ્રનગરમાં ગુંદીયાળા નજીક કેનાલ ઓવરફ્લો થતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. કેનાલ ઓવરફ્લો થતાં આ તમામ પાણી 700 વિઘા જમીન પર નર્મદા કેનાલનું પાણી ફરી વળ્યું હતું.

ખેડૂતોના ખેતરોમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતા જેને પગલે ખેતરમાં થયેલા જીરૂૂ, વરિયાળી, અજ્મો સહિતના પાકો પર પાણી ફરી વળતા આ તમામ ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. જેથી ખેડૂતોમાં નર્મદા વિભાગ સામે રોષ ભભુક્યો હતો. પાણીને કારણે પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક વખત કેનાલો અભીશ્રાપ રૂૂપ બની હતી. ખેડૂતો દ્વારા તાત્કાલિક નુકસાન અંગેની સહાય ચૂકવા માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *