નિજ્જરની હત્યા મામલે કેનેડાએ પીએમ મોદીનું નામ લઇ ઝેર ઓક્યું

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ યથાવત છે અને તેમની સરકાર ભારતને બદનામ કરવાનો સતત પ્રયાસ કરી રહી છે. જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાનના પ્રેમમાં ભારત-કેનેડાના સંબંધોને…

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ યથાવત છે અને તેમની સરકાર ભારતને બદનામ કરવાનો સતત પ્રયાસ કરી રહી છે. જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાનના પ્રેમમાં ભારત-કેનેડાના સંબંધોને બગાડી રહ્યા છે. આ દરમિયાન કેનેડાએ ભારત સામે વધુ એક ઝેર ઓક્યું છે. હા, ભારતે કેનેડાના એક અખબારમાં છપાયેલા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મોત સાથે જોડાયેલા અહેવાલને ફગાવી દીધો છે અને તેને બકવાસ ગણાવ્યો છે. ભારતે કહ્યું છે કે તેની અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધો પહેલેથી જ તંગ છે અને આવા નિવેદનથી મામલો વધુ બગડશે.


ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મોતને લઈને કેનેડાના મીડિયા રિપોર્ટમાં પ્રકાશિત થયેલા દાવાને ભારતે સંપૂર્ણપણે ફગાવી દીધો છે.


ભારતે તેને પબદનક્ષી અભિયાનથ ગણાવ્યું અને કહ્યું કે આવા પાયાવિહોણા નિવેદનોથી કોઈ ફાયદો નથી.
શીખ અલગતાવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાના કથિત કાવતરા અંગે માહિતી હોવાનો દાવો કરતા કેનેડિયન મીડિયાના અહેવાલમાં નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી. ભારતે બુધવારે તેને બદનક્ષીભર્યું અભિયાન ગણાવીને તેની સખત નિંદા કરી હતી. એક અજાણ્યા અધિકારીને ટાંકીને આ સમાચારનો ઉલ્લેખ કરતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આવા હાસ્યાસ્પદ નિવેદનોને તેઓ જે રીતે લાયક છે તે રીતે નકારી કાઢવા જોઈએ.


કેનેડિયન એક વરિષ્ઠ રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીને ટાંક્યો છે. સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ મંત્રીને પણ આ ષડયંત્રની જાણ હતી. ગયા વર્ષે નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારતે આ મામલે કેનેડા દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. ઇનપુટ ભાષામાંથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *