ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા લાંબા સમયથી પ્રતીક્ષિત પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) ની શારીરિક કસોટીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં વર્ગ-3 સંવર્ગની કુલ 13,591 જગ્યાઓ માટે યોજાનારી આ ભરતી પ્રક્રિયા અંતર્ગત આગામી 21મી જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂૂ થઈ જશે. ત્યારે GPRB/202526/1 અન્વયે PSI અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી માટે ઉમેદવારો પોતાનું કોલલેટર 12મી જાન્યુઆરી 2026ના રોજ બપોરે 2 વાગ્યે ડાઉનલોડ કરી શકશે.
ગુજરાત પોલીસ વિભાગમાં ખાલી પડેલી PSI અને LRDની કુલ 13,591 જગ્યાઓ માટે લાખો ઉમેદવારોએ અરજી કરી છે. શારીરિક કસોટી એ આ ભરતી પ્રક્રિયાનો પ્રથમ અને અત્યંત મહત્વનો તબક્કો છે. જે ઉમેદવારો દોડ અને અન્ય શારીરિક માપદંડોમાં પાસ થશે, તેઓ જ લેખિત પરીક્ષા માટે પાત્ર ગણાશે.
ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉમેદવારોએ સમયસર કોલલેટર ડાઉનલોડ કરી લેવા અને તેમાં દર્શાવેલા સ્થળ તેમજ સમય મુજબ હાજર રહેવું. પરીક્ષા કેન્દ્ર પર જરૂૂરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને કોલલેટરની નકલ સાથે રાખવી અનિવાર્ય છે. ઉમેદવારોએ કોલલેટર ડાઉનલોડ કરવા માટે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ જ્ઞષફત. ojas. gujarat.gov.in પર જવાનું રહેશે.
